મોટાભાઇએ નાનાભાઇને ધંધામાં જરૂર હોવાથી દસ લાખ રૂપિયા આપ્યા, પરંતુ નાનાભાઈએ તે પાછા આપવાની જગ્યાએ એવું કર્યું કે વર્ષો સુધી બંનેના સંબંધ…

વર્ષો પહેલાની વાત છે, બે ભાઈ હળી-મળીને શાંતિથી સાથે રહેતા હતા. સમય જતા બંને ભાઈ ના વિચારમાં થોડો અંતર જણાતો, ઘણી વખત ઘરમાં નાની વાતોને લઈને ઝઘડા થતા. એટલે બંને ભાઈ એ સ્વેચ્છાએ રાજીખુશીથી અલગ થઈ જવાનું વિચાર્યું. બંનેની મિલકતનો સરખો ભાગ કરીને બંને ભાઈ એકબીજાથી અલગ થઈ ગયા.

થોડા સમય પછી બંને ભાઈ માંથી મોટોભાઈ આર્થિક રૂપે સમૃદ્ધ હતો જયારે નાનો ભાઈ ધંધો ચલાવી રહ્યો હતો જેમાં મોટી ખોટ જવાથી થોડું જીવન અભાવમાં વીતાવી રહ્યો હતો. એટલા માટે મોટા ભાઈએ તેમના ધંધામાં ફરી પાછી નુકસાની નફામાં બદલી જાય એ માટે થોડા પૈસા ઉધાર આપ્યા.

નાના ભાઈ ને કેટલા પૈસા જોઈએ છે એવું પૂછવામાં આવ્યું ત્યારે નાનાભાઈએ મોટા ભાઈને કહ્યું કે મારે ધંધામાં દસ લાખ રૂપિયાની જરૂર છે. મોટા ભાઈ એ તરત જ દસ લાખ રૂપિયા નાના ભાઈને ઉધાર આપી દીધા.

ધીમે ધીમે સમય વીતતો ગયો અને નાનુભાઇ પણ પોતાનો ધંધો જમાવતો ગયો. પરંતુ સમય વીતવાની સાથે તેને મોટાભાઈ એ કરેલી મદદ જાણે ભૂલી ગયો હોય એ રીતે મોટાભાઈના પૈસા પાછા આપ્યા જેના કારણે બંને ભાઈ માં ખૂબ જ મોટો ઝઘડો થઈ ગયો.

ઝગડો એ હદે મોટો હતો કે બંને ભાઈઓ એકબીજા સાથે બોલવાનું બંધ કરી દીધું તેમજ એકબીજાના ઘરે આવવા જવાનું પણ સદંતર બંધ થઈ ગયું. એકબીજા પ્રત્યે ની નફરત ખૂબ જ વધી ગઈ.

મોટો ભાઈ અને નાનો ભાઈ બંને એકબીજાથી એટલી બધી નફરત કરતા થઈ ગયા કે કોઈપણ સગા-સંબંધીઓ ને ત્યાં જવાનું થાય અથવા કોઈ સગા સામે મળે તો બંને ભાઈ એકબીજાની ખૂબ જ આલોચના કરવા લાગ્યા. મોટો ભાઈ તેના પૈસા આવી રીતે ગુમાવી બેસવાથી ધંધામાં તેનું ધ્યાન ઓછું થઈ ગયું. અને તેના પર માનસિક સ્ટ્રેસ વધવા લાગ્યો. તેની બેચેની પણ ખૂબ જ વધી ગઈ હવે શું કરવું તે સમજ આવી રહ્યું ન હતું.

આખરે એક દિવસે એક સાધુ પાસે ગયા અને સાધુને મોટા ભાઇએ પોતાની સાથે થયેલી આખી ઘટના વર્ણવી. સાધુએ તેની વાત સાંભળીને કહ્યું બેટા તું ચિંતા જરા પણ કરતો નહીં ભગવાનની કૃપાથી બધું સારું થઈ જશે.

મોટાભાઈ એ સવાલ પૂછ્યો એના માટે મારે શું કરવું પડશે? એટલે સાધુએ તરત જ જવાબ આપતા કહ્યું તું થોડી મિઠાઇ લઈને નાના ભાઇના ઘરે જા અને તેને મળતાની સાથે જ માત્ર એટલું જ કહે છે કે ભાઈ બધી ભૂલ મારી હતી મને માફ કરી દે.

સાધુ ના મોઢે થી આવો જવાબ સાંભળીને મોટાભાઇએ કહ્યું મહારાજ મારી એક પણ ભૂલ નથી થઈ મે તો તેની મદદ કરી છે અને હવે માફી પણ હું જ માંગુ?

સાધુએ તરત જ કહ્યું કે બેટા પરિવારમાં કોઈ પણ એવો ઝઘડો નથી થતો જેમાં બંને પક્ષની ભૂલ ના હોય. ભલે પછી એક પક્ષની ભૂલ સાવ નાની હોય અને બીજા પક્ષની ભૂલ ૯૯ ટકા હોય પરંતુ ભૂલ બંને પક્ષે હોય છે. મોટાભાઈ ની સમજ માં કશું આવી રહ્યું નહોતું. તેમ છતાં તેણે સાધુને પૂછ્યું મહારાજ મારી શું ભૂલ થઇ?

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts