વર્ષો પહેલા બગીચાનું કામ કરનાર માળીને ફરી પાછો બોલાવ્યો, બીજા દિવસે સવારે જ્યારે તે ઘરે આવ્યો એ જોઈને…

ગોપાલ નાનપણથી જ અભણ હતો, એનું ભણવામાં જરા પણ મન લાગતું નહીં ભલે તે અંગૂઠાછાપ હતો પરંતુ તેને ઘણા લોકો નર્મદ કહીને બોલાવતા કારણકે તેનામાં એક અલગ પ્રકારની જ કલા હતી.

તે વ્યવસાયથી એક માળી હતો અને કોઈપણ પ્રકારની જમીન હોય એને તે લીલીછમ કરી દેતો હતો. અને આ કલા માટે ખૂબ જ માહિર હતો.

થોડો મોટો થઈ ગયો એમ તેને કામ પણ મળતું ગયું અને ગોપાલ ઘરે ઘરે જઈને લોકો ના બગીચા સંભાળતો હતો, અને આ કામ કરીને તે પોતાના જીવનનું ગુજરાન ચલાવી લેતો હતો તેમજ તેની મહેનત પણ ખૂબ જ કરતો. વર્ષોથી હવે બગીચા સંભાળી રહેલા ગોપાલભાઈ ની ઉંમર 45 વર્ષ જેવી થઈ ચૂકી હતી પરંતુ આજે પણ પહેલાંની જેમ જ ખૂબ જ પરિશ્રમ કરીને તેઓ દિવસે દિવસે દરેકના ઘરે જઈને બગીચામાં કામ કરતા.

વર્ષોથી બગીચા નિસાર સંભાળ માટે નિષ્ણાત બની ચૂકેલા ગોપાલભાઈ એક વખત એક ઉદ્યોગપતિ ની નજરે આવે છે. તે ઉદ્યોગપતિ શહેરમાં નવા નવા રહેવા આવ્યા હોય છે અને તેને પોતાના નવા બનાવેલા ઘર માટે બગીચા ની દેખરેખ કરવા માટે એક માળી ની આવશ્યકતા હોય છે.

એટલે આ ઉદ્યોગપતિ ય ગોપાલભાઈને વાત કહી તો ગોપાલભાઈ તેને ત્યાં કામ કરવા માટે માની ગયા, પૈસાની વાત પૂછી કે તમે કેટલા પૈસા પગાર તરીકે લેશો ત્યારે ગોપાલભાઈ ચોખ્ખું કહી દીધું કે તે ઉદ્યોગપતિ તેને રાજી થઈને જેટલા રૂપિયા આપશે એટલા તે ચહેરા પર સ્માઇલ સાથે સ્વીકારી લેશે.

પરંતુ ગોપાલભાઈ ના મનમાં તો એક અલગ જ પ્લાન હતો જો તે ઉદ્યોગપતિના બગીચાનું સારી રીતે કામ કરી શકે તો ત્યાં આજુબાજુમાં એવા જ ઘણા ધનાઢ્ય વ્યક્તિઓના બંગલા હતા અને એનાથી એને નવું કામ પણ મળી શકે તેમ હતું.

બીજા દિવસથી પહેલા ઉદ્યોગપતિના ઘરે ગોપાલભાઈ સાયકલ લઈને પહોંચી ગયા તે પહોંચ્યા અને થોડા સમય પછી ઉદ્યોગપતિને ઓફીસ જવાનું થયું એટલે તે ગાડી લઈને જઈ રહ્યા હતા ત્યારે ગોપાલભાઈએ તેને રામ રામ કર્યા અને ફરી પાછા બગીચા ના કામ માટે કામ કરવા લાગ્યા.

નવું ઘર હતું એટલે બગીચો શેઠની કલ્પના મુજબ બનાવવામાં થોડા દિવસોનો સમય લાગી ગયો પણ 45 દિવસ પછી ઉદ્યોગપતિએ બગીચાની નજર કરી તો ગોપાલભાઈ ના વખાણ કરતા થાકતા નહીં કારણ કે આખા બગીચાની કાયાકલ્પ કરી નાખી હતી. બગીચો એવી રીતે સજાવ્યો હતો જાણે કે તે જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય.

ગોપાલભાઈ એ પહેલાં જ મગજમાં પ્લાન ઘડ્યો હતો એ પ્લાન પ્રમાણે આજુબાજુના લોકો નો સંપર્ક સાધવા નું શરુ કર્યું અને તેનું કામ જોવું હોય તો તે પહેલા ઉદ્યોગપતિના ઘરે કરેલું કામ દેખાડવા લાગ્યા બધા લોકો તેનાથી ઈમ્પ્રેસ થઈ ગયા અને લગભગ ત્યાં રહેનારા બધા લોકોના ઘરે હવે ગોપાલભાઈને જ બગીચો સંભાળવાનો થતો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts