જ્યારે જિંદગી તમને ઘુટણ સુધી ઝુકાવી દે, ત્યારે કઈ રીતે ઉંચા ઉઠવુ તે તમારે શીખવું પડશે.
સમય એકસરખો રહેતો હોત, તો આપણા લોકોની ઓળખાણ કઈ રીતે થાત
જીવનમાં પસ્તાવાનું છોડી દો, અને કંઈક એવું કરો કે તમને છોડવા વાળા પસ્તાય.
જે લોકોને ગુસ્સો આવે છે તે લોકો સાચા હોય છે, કારણકે ખોટું બોલવા વાળા ને ઘણી વખત આપણે હસતા જોઈએ છીએ.
હું પણ શીખી રહ્યો છું હવે માણસોને વાંચવાનો હુન્નર, કહેવાય છે કે ચહેરા પર પુસ્તકો કરતાં પણ વધુ લખેલું છે.
નીચે પડવું પણ સારું છે, આપણામાંથી આપણા કોણ એની ખબર પડે છે.
દુનિયામાં બે છોડ ક્યારેય મુરજાતા નથી, અને મુરજાય જાય તો કોઈ એનો ઇલાજ નથી. એક છે નિસ્વાર્થ પ્રેમ બીજો અતૂટ વિશ્વાસ.
દુનિયામાં દરેક વ્યક્તિ પોતાની લાયકાત પ્રમાણે જ ચમકતો હોય છે, ઈચ્છા પ્રમાણે નહિ.
ખોટા સમયે સાચો વિચાર આવે બસ એ જ આપણો સુવિચાર.
હું શ્રેષ્ઠ છું. તેને આત્મવિશ્વાસ કહેવાય, પરંતુ હું જ શ્રેષ્ઠ છું. એ અહંકાર છે. નીતિ સારી હોય તો ઉન્નતિ હંમેશા થાય છે.
નાટકની જેમ જીવનમાં રિહર્સલ નથી હોતા, માત્ર પર્ફોમન્સ જ હોય છે.
વહેલા જાગી જાઓ એ તમારા માટે ફાયદાકારક છે, પછી ઊંઘ હોય કે વહેમ.
જે તમને સમજતા હોય તેને તમારી ચોખવટ ની જરૂર નથી હોતી, અને જે તમને સમજતા જ નથી તે તમારી ચોખવટ ને શું સમજવાના?
ઝરણું અને ઝઘડો બંને નું મૂળ ખૂબ નાનું હોય છતાં ધીમે ધીમે વિશાળ બનતા જાય છે.
આ જગતમાં બે જ સત્ય બોલે છે, અરીસો અને અંતર આત્મા.
સફળતા માટે તો સંઘર્ષ કરવો જ પડશે તેમાં કોઈ છૂટકો નથી. નસીબ તો માત્ર અકસ્માત અને સટ્ટામાં જ કામ લાગે.