બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા મોટા મોટા અભિનેતાઓ અને અભિનેત્રીઓ થઈ ચૂક્યા છે જે તેના નામથી ફેમસ છે અને તેને લગભગ દરેક લોકો ઓળખતા હોય છે, પરંતુ આ લોકો ની એક ખાસિયત એ છે કે તેને પોતાના નામ પાછળ ક્યારેય અટક લગાવી નથી. એવી જ રીતના અટક લગાવ્યા સિવાય પણ તેના પહેલા નામથી જ તેઓ ઓળખાય છે, અને તેને પોતાના નામથી જ બોલિવૂડમાં અલગ છાપ ઉભી કરી છે. ચાલો જાણીએ એવા સિતારાઓ વિશે
ગોવિંદા
એક સમયના સુપરસ્ટાર રહી ચૂકેલા અભિનેતા ગોવિંદા પોતાના ડાન્સ ને લઈને અને કોમેડી તેમજ દમદાર અભિનયને લઈને જાણીતા છે. ગોવિંદા ના નામે ઘણી સુપરહિટ ફિલ્મો હાલ પણ બોલે છે, અને ગોવિંદા તે પોતાના પહેલા નામથી એટલે કે ગોવિંદ આથી જ ઓળખાય છે. પરંતુ જણાવી દઈએ કે તેનું આખું નામ ગોવિંદ અરુણ આહુજા છે.
ધર્મેન્દ્ર
શોલે ફિલ્મ એટલી બધી સુપરહીટ હતી કે હજુ પણ આ ફિલ્મ દરેક લોકો ના દિલમાં ક્યાંકને ક્યાંક સ્થાન ધરાવે છે, એ ફિલ્મના અભિનેતા ધર્મેન્દ્ર પણ ખૂબ જ લોકપ્રિય અભિનેતા રહી ચૂક્યા છે અને તેના સમયમાં તેઓ એ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને આ અભિનેતાએ લોકપ્રિયતા પણ એટલી જ મેળવી છે. જણાવી દઈએ કે ધર્મેન્દ્ર નું આખું નામ ધરમસિંહ દેઓલ છે.
કાજોલ
એક સમયે કાજોલ અને શાહરૂખ ની જોડી ને બોલિવૂડની ઓનસ્ક્રીન જોડી માં સૌથી શ્રેષ્ઠ જોડી માનવામાં આવતી હતી, અને કાજલ પણ ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી રહી ચૂકી છે. કાજોલ નું નામ દરેક લોકો જાણતા હશે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેનું પુરૂનામ kajol mukherjee છે.
તબુ
બોલીવુડ ફિલ્મ જગતની મશહૂર અભિનેત્રીઓમાં તબુ ની પણ ઓળખાણ આપવાની જરૂર નથી.
ગત વર્ષે જ આવેલી તેની ફિલ્મ અંધાધૂન માં પણ તેના અભિનય અને ઘણા લોકોએ બિરદાવ્યો હતો, જણાવી દઈએ કે આ અભિનેત્રીનું પણ આખું નામ તબસ્સુમ હાશ્મી છે.