Site icon Just Gujju Things Trending

આ છે ટીવી જગતની સૌથી મોંઘી પાંચ બાળ અભિનેત્રીઓ, નંબર 3 લે છે સૌથી વધારે ફી

ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી પાછલા કેટલાક વર્ષોમાં ઘણી આગળ વધી ગઈ છે અને વાત જો તેના કલાકારોની કરવામાં આવે તો દિવસે ને દિવસે આ ઇન્ડસ્ટ્રીમાં નવા કલાકાર દેખાતા રહે છે અને અમુક એવા પણ નવા ચહેરાઓ છે જે હજુ બાળ કલાકાર છે પરંતુ લોકો વચ્ચે ખૂબ લોકપ્રિય બની ચૂક્યા છે.

એવી જ બાળ અભિનેત્રીઓની આજે વાત કરવાના છીએ જે ખૂબ જ લોકપ્રિય છે અને ફી પણ તગડી વસૂલ કરે છે.

અવનિત કોર

જણાવી દઈએ કે આ ચહેરો તમે આની પહેલા પણ ઘણી વખત ટીવીમાં જોયો હશે, અને ટેલિવિઝન જગતમાં અભિનેત્રીએ ઘણું નામ કમાઈ લીધું છે. તેનો જન્મ 2001માં થયો હતો અને હજુ આ અભિનેત્રી 17 વર્ષની છે પરંતુ આટલી નાની ઉંમરમાં પણ તે ઘણી સિરિયલોમાં કામ કરી ચૂકી છે અને તે લોકો વચ્ચે પણ ખૂબ જ લોકપ્રિય બની છે. અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ અભિનેત્રીને એક એપિસોડ માટે કામ કરવાના 30 હજાર રૂપિયા મળે છે.

જન્નત જુબેર

ફુલવા તેમજ તુઆશિકી વગેરે સિરિયલમાં કામ કરનારી આ અભિનેત્રી માત્ર 16 વર્ષની જ છે પરંતુ આટલી નાની ઉંમરમાં પણ તે ગણેશ સિરિયલોમાં કામ કરી ચૂકી છે. તેમજ વર્ષ 2018 માં તો તેને રાણી મુખર્જી ની ફિલ્મ હિચકી માં પણ કામ કર્યું હતું, જણાવી દઈએ કે તે એક એપિસોડ માટે 40 હજાર રૂપિયા કમાણી કરે છે.

અદિતિ ભાટીયા

આ પણ ટેલિવિઝન ક્ષેત્રે જાણીતું નામ અને જાણીતો ચહેરો છે, જણાવી દઈએ કે અભિનેત્રીની ઉંમર માત્ર સત્તર વર્ષની જ છે. પરંતુ આ ઉંમરમાં તે ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી બની ચૂકી છે. અને તેને એક એપિસોડ દીઠ 50,000 જેટલા રૂપિયા મળી જાય છે.

રીમ શેખ

વર્ષ 2003માં જન્મ લેનારી આ અભિનેત્રી અત્યારે ઉંમરમાં માત્ર 15 વર્ષની છે પરંતુ જ્યારે તે માત્ર છ વર્ષની હતી ત્યારથી જ તેને પોતાની કારકિર્દી શરૂ કરી દીધી હતી. અને આ અભિનેત્રી તુજસે હે રાબતા તેમજ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ જેવી ગણેશ સિરીયલોમાં કામ કર્યું છે, તેને પણ એક એપિસોડ માટે આજે ૨૫ હજાર રૂપિયા જેટલા મળે છે.

અનુષ્કા સેન

બાલવીર કે જે શો બાળકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય રહી ચૂક્યો છે તેની અભિનેત્રી અનુષકા સેન આ દિવસોમાં જાસિકીરાણીસિરીયલ માં કામ કરી રહી છે, જણાવી દઇએ કે આ અભિનેત્રીની ઉંમર પણ માત્ર સોળ વર્ષની જ છે. અને આ લોકપ્રિય અભિનેત્રી એક એપિસોડ માટે અંદાજે ૪૫ હજાર કરતાં પણ વધુ ચાર્જ લે છે.

આમાંથી તમારી ફેવરિટ કઈ અભિનેત્રી છે તે અમને કમેન્ટ કરીને નીચે જણાવજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version