પુલવામામાં થયેલા હુમલા પછી આખો દેશ બદલા ની માંગ કરી રહ્યો હતો, અને એરફોર્સ દ્વારા બદલો લેવામાં પણ આવ્યો. ઇન્ડિયન એર ફોર્સ ગજબની સાહસિકતા બતાવીને પાકિસ્તાનની સીમામાં ઘૂસીને બાલાકોટ સહિત ત્રણ જગ્યાએ 1000 કિલો જેટલા બોમ્બ મારીને ત્રાસવાદીઓના કેમ્પને ખતમ કરવામાં આવ્યા હતા. અને આ નોન મિલિટરી એકશન કર્યા પછી આખા દેશ એ ઇન્ડિયન એરફોર્સના ભરપૂર વખાણ કર્યા હતા.
આનાથી આપણને એતો અંદાજો આવી ગયો કે એરફોર્સમાં શું તાકાત રહેલી છે, ભારતના દરેક સુરક્ષાબળો આવી જ તાકાત ધરાવે છે. એટલા માટે જ આપણે અહિયાં સુરક્ષિત રહી શકીએ છીએ કારણ કે આપણી રક્ષા કરવાવાળા જવાનો ત્યાં સીમા પર આપણું કવચ બનીને બેઠા છે.
એરફોર્સ ના કામકાજ અને ગતિવિધિઓ કઈ રીતની હોય છે, તે અમુક બોલિવૂડ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. કારણ કે ઈન્ડિયન એરફોર્સ ઉપર ઘણી ફિલ્મો બની ચૂકી છે. ચાલો જાણીએ આ ફિલ્મો વિશે
Agnipankh
આ ફિલ્મ 2004 માં રિલીઝ કરવામાં આવી હતી. જે આખી ફિલ્મ એરફોર્સ ઉપર આધારિત હતી. આ ફિલ્મમાં એરફોર્સ ની લડાઈ તેમજ તેના ઓપરેશનની સાથે લવ સ્ટોરી પણ જોવા મળશે.
મોસમ
આ ફિલ્મ 2011માં રિલીઝ થઈ હતી, જેમાં મુખ્ય રોલમાં શાહિદ કપૂર નજરે આવ્યા હતા. આ ફિલ્મમાં પણ એરફોર્સના ઓફિસર તરીકે શાહિદ કપૂર ના લડાઈ ના દ્રશ્યો પણ દેખાડવામાં આવ્યા છે. આ ફિલ્મ વિશે એક વાત કદાચ તમને ખબર નહીં હોય કે આ ફિલ્મને ઈન્ડિયન એરફોર્સને પણ દેખાડવામાં આવી હતી.
વિજેતા
આ ફિલ્મ 1971 ના યુધ્ધ ઉપર આધારીત હતી જે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયું હતું. આ ફિલ્મમાં પણ યુદ્ધ કઈ રીતે થાય, સાથે-સાથે એરફોર્સની શું ભૂમિકા હોય તે પણ દર્શાવાયું હતું.
હિન્દુસ્તાન કી કસમ
1971માં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા હુમલાને લઈને 1973માં ફિલ્મ બનાવવામાં આવી હતી. આ ફિલ્મમાં ઇન્ડિયન એરફોર્સ ની શું તાકાત હોય અને તેનું કેવું સાહસ હતું તેના વિશે ગણાવવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે ત્યાર ના લોકપ્રિય અભિનેતા રાજકુમાર પણ આ ફિલ્મમાં લીડ રોલ મા નજર આવ્યા હતા.
રંગ દે બસંતી
આ ફિલ્મમાં પણ મેડીએ લેફ્ટનન્ટ અજય સિંહ રાઠોડ નું પાત્ર ભજવ્યું હતું જે દર્શકોને ઘણું પસંદ આવ્યું હતું. અને આ એરફોર્સ ને સુંદર રીતે દર્શાવી છે.