Site icon Just Gujju Things Trending

અજય દેવગણ એ આપી કૃણાલ પંડ્યા ને ફિલ્મની ઓફર, કુણાલે કહ્યું પહેલા તમે…

મુંબઇ ઇન્ડિયન્સ માં ઓલરાઉન્ડર તરીકે રમી રહેલા કૃણાલ પંડ્યા કે જેઓ ગુજરાત મૂળના ક્રિકેટર છે. તેઓ આ સિઝનમાં સારું પર્ફોર્મ કરી રહ્યા છે. અને માત્ર કુણાલ જ નહીં પરંતુ બંને પંડ્યા ભાઈઓ આ સિઝનમાં સારું પર્ફોર્મ કરી રહ્યા છે. કૃણાલ પંડ્યા ટીમ માટે મુશ્કેલ સમયમાં પણ એવા સ્કોર બનાવી શકે છે જેને કારણે ટીમની જીત થાય.

હાલમાં જ બોલિવુડ અભિનેતા અજય દેવગણ નો બર્થ ડે હતો, તેથી કૃણાલ તેને બર્થડે વિશ કર્યું હતું.

જણાવી દઈએ કે અજય દેવગણનો જન્મ દિવસ 2 એપ્રિલના રોજ હતો. એ દિવસે તેઓ એ 50 વર્ષ પુરા કર્યા. કુણાલ પંડ્યા અને અજય દેવગણ ના અમુક લુક જોઈએ તો તેઓ બંને લગભગ એક જેવા દેખાય છે, કૃણાલ ઘણી હદે અજય દેવગણ જેવા લાગે છે. આથી તેઓએ અજય દેવગણને ટ્વીટ કરતા લખ્યું હતું કે

“ સિંઘમ, સુપરસ્ટાર અને મારી હુબહુ કોપી. મારા પસંદગીઓ માના એક અભિનેતા અજય દેવગણના જન્મદિવસની શુભકામનાઓ”

કૃણાલ પંડ્યા આ રીતે ટ્વિટર ઉપર શુભેચ્છાઓ પાઠવતા તેના જવાબમાં અજય દેવગણ એ જે કહ્યું તેના કારણે સોશિયલ મીડિયા પર આ બંને લોકો ચર્ચામાં આવી ગયા હતા. હકીકતમાં અજય આ પોસ્ટ ઉપર ટિપ્પણી કરતા જણાવ્યું કે ધન્યવાદ કૃણાલ… ચલો એક ડબલ રોલની ફિલ્મ સાથે કરીએ.

એટલે સ્વાભાવિક છે કે આ ફિલ્મની ઓફર આવતાની સાથે કૃણાલ આ ઓફર ને સ્વીકારવી કે નહીં તેમ જવાબ આપશે. પરંતુ તેને જવાબમાં પણ રમૂજભર્યો જવાબ આપ્યો હતો અને તે પણ ચર્ચામાં આવી ગયા હતા.

હકીકતમાં વાત એમ છે કે 10 એપ્રિલે મુંબઈમાં મેચ હોવાથી કૃણાલે ટ્વીટમાં લખ્યું કે આપણે ચોક્કસ ફિલ્મ કરીશું પરંતુ પહેલા તમે વાનખેડે સ્ટેડિયમ મુંબઇ ઇન્ડિયન્સ માટે ચીયર અપ કરવા આવો. પછી ફિલ્મ કરીશું.

તેને કરેલી ટ્વીટ

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version