Site icon Just Gujju Things Trending

આજે મહાશિવરાત્રિના દિવસે અચૂક કરો આ સ્તોત્ર, પૂરી થશે બધી મનોકામનાઓ

આજે મહાશિવરા ત્રિપર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવે તેમની માતા પાર્વતીને પત્ની તરીકે સ્વીકારી હતી. એટલું જ નહીં પરંતુ આ દિવસે ભગવાન શિવ શિવલિંગના રૂપમાં પણ પ્રગટ થયા હતા.

ધાર્મિક માન્યતા છે કે આ દિવસે શિવના પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરવાથી દરેક અશક્ય કાર્ય શક્ય બને છે. પંચાક્ષર મંત્ર નો મહિમા ભક્તોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ એક ખૂબ જ સરળ અને અસરકારક મંત્ર છે.

માનવામાં આવે છે કે આ મંત્રનો જાપ કરવાથી ભક્તોનું કલ્યાણ થાય છે. એટલું જ નહીં મહાદેવના આ મંત્રના જાપ કરવાથી પંચતત્વ એટલે કે પૃથ્વી, અગ્નિ, જળ, આકાશ અને વાયુને નિયંત્રિત કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે આ મંત્રનો જાપ કરવાથી ભક્તોને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

પંચાક્ષર સ્તોત્ર નો દરેક અક્ષર ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે કારણ કે એમાં પંચાનન એટલે કે પાંચ મુખી મહાદેવની તમામ શક્તિઓ સમાવિષ્ટ થયેલી છે. પંચાક્ષર સ્તોત્ર ની શરૂઆત જો મહાશિવરાત્રીના દિવસે કરવામાં આવે તો તેને ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે.

એવું પણ માનવામાં આવે છે કે આ પંચાક્ષર સ્તોત્ર નો જાપ કરવાથી દરેક અસંભવ કાર્ય અસંભવ થવા લાગે છે અને આપણી બધી મનોકામના પૂરી થાય છે.

આ છે પંચાક્ષર સ્તોત્ર:

ધાર્મિક માન્યતા પ્રમાણે જોવા જઈએ તો સાચા મનથી તેમજ શ્રદ્ધાપૂર્વક આ પાઠ કરવામાં આવે તો ભોળાનાથ પ્રસન્ન થાય છે અને આ જાપ કરવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થાય છે. વ્યક્તિનો ભય પણ દૂર થાય છે. એટલું જ નહીં પરંતુ આનાથી અકાળ મૃત્યુથી પણ બચી શકાય છે અને આ શક્તિશાળી સ્તોત્ર નો પાઠ કરવાથી કાલસર્પ દોષની અસર પણ દૂર થઇ શકે છે.

એવું માનવામાં આવે છે કે શિવ પંચાક્ષર સ્તોત્ર નો પાઠ કરતી વખતે કપૂર તેમજ અત્તરનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ.

જો તમે પણ ભગવાન શિવના ભક્ત હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ અચૂક લખજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version