આ સ્વર્ગીય અટલજીએ લખેલી કવિતા નું ગુજરાતીમાં અનુવાદ કરેલ છે. આથી પ્રાસ ન મળે તો પણ છેલ્લે સુધી વાંચજો… ઘણું જાણવાનું છે!
ઘર ચાહે ગમે તેવું હોય, પણ તેના એક ખૂણામાં ખુલીને હસવાની જગ્યા રાખજો.
સૂરજ કેટલો પણ દૂર હોય એને ઘરમાં આવવાનો રસ્તો આપજો…
ક્યારેક-ક્યારેક અગાસી પર જઈને તારા ગણજો…
બની શકે તો હાથ લંબાવીને ચંદ્રને અડકવાની કોશિશ કરજો…
જો લોકો સાથે મળવાનું હોય તો ઘર પાસે પાડોશી જરૂર રાખજો…
ભીંજાવા દેજો વરસાદમાં, ઉછળકૂદ પણ કરી લેજો…
બની શકે તો બાળકોને, એક કાગળની હોડી પણ ચલ આવવા દેજો…
એક પતંગ આસમાનમાં ઉડાવજો, બની શકે તો એક નાનો પેચ પણ લડજો…
ઘરની સામે જ રાખજો એક ઝાડ, એની પર બેસેલા પંખીઓની વાતો અવશ્ય સાંભળજો…
ઘર ચાહે ગમે તેવું હોય, તેના એક ખૂણામાં ખુલીને હસવાની જગ્યા રાખજો…
ચાહે ગમે ત્યાંથી પસાર થાઓ, મીઠી એવી હલચલ મચાવી દો…
ઝિંદાદિલ રહો સાહેબ, આ ચેહરા પર ઉદાસી કેવી…
સમય તો વીતી જ રહ્યો છે, ઉંમરની કરી નાખો જેવી તેવી…