જો તમે ફિલ્મોના ખૂબ જ શોખીન છો, તો તમારા માટે છે એક સારા સમાચાર. શું ચાલો જાણીએ… આ સમાચાર સાંભળીને ખુદ અક્ષય કુમાર, અજય દેવગણ, આમિર ખાન વગેરે બોલિવૂડની હસ્તીઓએ પ્રધાનમંત્રીના વખાણ કર્યા હતા.
વાત એમ છે કે સિનેમાની ટિકીટો ઉપર જે જીએસટી લાગી રહ્યો હતો, તે હવે ઘટી ચૂક્યો છે. જેના પછી હવે દર્શકોને ફિલ્મ જોવા માટે ની ટિકિટ ખરીદવા માં ઓછો ખર્ચ થશે. એટલે કે સિનેમા ટિકિટ સસ્તી થશે. આ ફેસલા ને કારણે બોલિવૂડની ઘણી સેલિબ્રિટીઓ એ પ્રધાનમંત્રી આભાર વ્યક્ત કર્યો હતો, કારણકે તેઓ ની માંગ પર જલ્દી કાર્યવાહી કરવામાં આવી હતી.
શનિવારે એટલે કે ગઈકાલે અરુણ જેટલીની અધ્યક્ષતામાં થયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઘણા મહત્વના ફેસલાઓ લેવામાં આવ્યા હતા. જેમાં 100 રૂપિયા સુધીની સિનેમાની ટિકિટમાં ૧૨ ટકા જેટલો જીએસટી લાગશે અને તેનાથી વધુ કિંમતમાં ટિકિટો પર ૨૮ ટકા જીએસટી લાગતો હતો તે ઘટાડીને ૧૮ ટકા જેવો થઈ ગયો છે.
આથી ઘણા બોલિવૂડના અભિનેતા સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના આ તાત્કાલિક ફેસલા થી તેઓ ખુશ છે. હકીકતમાં પ્રધાનમંત્રી સાથે પોતાની મીટીંગ ના થોડા દિવસો મા જ આ ફેંસલો આવ્યો હોવાથી અક્ષય કુમાર અને બોલિવૂડના બીજા અભિનેતાઓ ખુશ ખુશાલ છે.
આમિર ખાને પણ ભારત સરકારનો તેમજ પ્રધાનમંત્રી નો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે જો ભારત ના સિનેમા ને વિશ્વ સ્તર ઉપર પ્રતિસ્પર્ધી કરવું હોય તો સરકાર અને પ્રશાસનનો સહયોગ આવશ્યક છે. અને એ દિશા માં આ પહેલું પગલું છે.
અનુપમ ખેર એ પણ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આ સારી ખબર છે. સાથે સાથે સેન્સર બોર્ડના ચીફ પ્રસૂન જોશીએ પણ આ ફેસલા ઉપર પોતાની ખુશી જાહેર કરી હતી.
આ ફેસલા ના એક અઠવાડિયા પહેલા જ ફિલ્મ ઉદ્યોગના એક પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરીને ઘણા મુદ્દે વાતો કરી હતી. આ પ્રતિનિધિમંડળમાં અક્ષય કુમાર, અજય દેવગણ, કરણ જોહર વગેરે જેવા સેલિબ્રિટીઓ પણ સામેલ હતા. અને મિટિંગમાં પ્રધાનમંત્રી આ ફિલ્મ ઉદ્યોગની ચિંતાઓ પર વિચાર કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું.
અને ફિલ્મ ઉદ્યોગની પ્રગતિને કારણે આટલો જલદી ફેસલો આવ્યો આથી બધા સેલેબ્સ માં ખુશીની લાગણી છે, અને બોલિવૂડની ઘણી હસ્તીઓએ પ્રધાનમંત્રી નો આભાર વ્યક્ત કર્યો હતો.