બોલિવૂડના અભિનેતા સૈફ અલી ખાનની એકની એક દીકરી સારા અલી ખાન માટે 2018 એટલે કે ગયું વર્ષ ખૂબ જ સફળ રહ્યું. કારણ કે તેને ગયા વર્ષે ના માત્ર બોલિવૂડમાં ડેબ્યુ કર્યું પરંતુ તેની બંને ફિલ્મો બોલિવૂડમાં બોક્સ ઓફિસમાં સફળ રહી. એટલે કે તેનું ગયું વર્ષ ફિલ્મોના કારકિર્દી માટે ખૂબ સારું રહ્યું કહેવાય.
અને આ બંને ફિલ્મોમાં તેના અભિનયને ઘણા નિર્દેશકોએ પણ વખાણ્યો હતો, એટલે હવે તેની કારકિર્દી સ્પીડ પકડશે તે સવાલ વગરની વાત છે. પરંતુ તેની પોતાની અંગત જિંદગીમાં તે કઈ રીતે જીવી રહી છે, તેમજ કઈ રીતે પોતાના કામો કરી રહી છે તે ખરેખર આપણા માટે જાણવા જેવું છે. અને તેમાંથી પ્રેરણા પણ લેવા જેવી છે.
બે સફળ ફિલ્મો કર્યા પછી બોલિવૂડમાં અભિનેત્રી તરીકે તો તેનું નામ ઉછળવા જ લાગ્યું છે. ત્યાર પછી તે જ્યાં પણ પ્રમોશનમાં જતી અથવા પબ્લિક પ્લેસ પર જતી ત્યાંના તેના ફોટા અને વીડિયો સોશ્યલ મીડિયા પર અવાર-નવાર વાઇરલ થઇ જતા હતા. અને આટલું જ નહીં સારાના ચાહકો પણ એટલા જ વધી રહ્યા છે.
પરંતુ નવાઇની વાત એ છે કે અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર સારા પોતાને સ્ટાર માનતી નથી. તે આજે પણ પોતાની જાતને એક સામાન્ય છોકરી સમજે છે. વાત એમ છે કે એક અખબારે લીધેલા ઇન્ટરવ્યુમાં સારા એ જ આ વાતનો ખુલાસો તે અખબાર સાથે કર્યો હતો.
પોતાની સફળતા ઉપર ચર્ચા કરતા જણાવ્યું હતું કે લોકો મારા તરફ વધારે ધ્યાન દાખવે તો હું તેને પ્રસંશાના રૂપે જોવું છું. બહાર ચાહે મને લોકો અભિનેત્રી ભલે સમજે પરંતુ પોતાના ઘરમાં જઈને હું એક સામાન્ય છોકરી છું. મારુ પણ ઘર છે, માતા પિતા છે, અને ઘર જવાની ફીલિંગથી મારો દિવસ પણ ભારે લાગતો નથી.
હું કાયમ એક સામાન્ય છોકરીની જેમ ઘરે જાવ છું. તેમજ સફળતાને મારા માથા પર ચડવા દેતી નથી. પરંતુ અહીં આશ્ચર્યજનક વાત એ છે કે ભલે તે પોતાને સામાન્ય છોકરી સમજે પરંતુ તેને જે રીતના અભિનય કુશળતા દેખાડી છે તે રીતે તેનું ભવિષ્ય અને કારકિર્દી બંને બોલિવૂડમાં ઘણાના પરસેવા છોડી દઈ શકે છે.
ઘણી વખત આપણે પણ થોડી સિદ્ધિ મળે તો અહમ લઈ લઈએ છીએ, પરંતુ બોલિવૂડની અભિનેત્રી માંથી પણ આપણે આ શીખવા જેવું છે કે ગમે તેટલા મોટા લક્ષ્ય જીવનમાં હાંસલ કરી લઈએ તો પણ આપણા ઘરે સામાન્ય માણસની જેમ રહેવું જોઈએ, અને પરિવારને મહત્વ આપવું જોઈએ.