Site icon Just Gujju Things Trending

15 દિવસમાં ફાંદ થશે ઓછી, જો નિયમિત પણે કરશો આ કસરત

આપણા આજકાલના વ્યસ્ત જીવનને કારણે આપણા શરીર પર તેનો સૌથી વધારે અને સૌથી ખરાબ પ્રભાવ પડી શકે છે. ઘણી વખત આપણે પૂરતી એક્સરસાઇઝ કરી શકતા નથી તો ક્યારેક કસરત જ થતી નથી. જેના કારણે આપણી ફાંદ વધવા લાગે છે. અને ચિંતિત થઈને આપણે જીમ માં જોડાઈ જઈએ છીએ, પરંતુ ત્યાં કોઈ વખત આપણે ખોટી એક્સરસાઇઝ પણ કરતા રહેતા હોઈએ છીએ. જેનાથી પેટની ચરબી પર ઘણો ફેર પડતો નથી, પરંતુ આજે અમે એવી કસરત વિશે જણાવવાના છીએ જે ખાસ કરીને પેટ ની ચરબી ઘટાડવા માં સારી અને ફાયદાકારક મનાય છે.

પેટની ચરબી ઘટાડવા માટે બોટ સ્ટાઈલ કસરત કારગર સાબિત થઈ શકે છે, અને નીચે જમીન પર બેસીને ઘરે પણ કરી શકાય છે. વધુ માહિતી માટે તમે તેના રિલેટેડ વીડિયો યુટ્યુબ પર જોઇ શકો છો, જેમાં કઈ રીતે કસરત કરવી તે દર્શાવવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આ કસરત આસાન હોવાથી ઘરે પણ થઈ શકે છે, અને આને નિયમિત પણે કરવાથી પેટની ચરબી દુર થાય છે.

મોટા ભાગે પેટ ની ચરબી ઘટાડવા માટે પ્લ્યોમેટ્રીક કસરત કરતા હોય છે, પરંતુ આ કસરત અઘરી હોવાથી દરેક લોકો તેને કરી શકતા નથી, અને આ કસરત આસાન રીતે થઈ શકતી પણ નથી, કારણકે આ એડવાન્સ કસરતો માં એક ગણાય છે, આની જગ્યાએ કેટલ બેલ સ્વિંગ કસરત કરી શકાય છે, આ કસરત કઈ રીતે કરવી અને કેટલી વખત કરવી તે જીમ ટ્રેનર પાસેથી જાણી શકાય છે. કેટલ બેલ સ્વિંગ થી બેલી ફેટ એટલે કે પેટની ચરબી ઘટાડી શકાય છે.

આ સિવાય ઘણા પરિબળો છે જેનું ધ્યાન રાખવુ જોઈએ જેમ કે વજન ઘટાડવા માટે જો તમે કોઈ ડાયેટીશ્યનની સલાહ લેતા હોય તો, તેના દ્વારા બનાવવામાં આવેલા ડાયેટનું અનુસરણ વ્યવસ્થિત અને અચૂક કરવું જોઈએ. કસરત કરતા હોવ ત્યારે ચરબીવાળી વસ્તુઓ લેવાનું ટાળવું જોઈએ, કારણકે આવી વસ્તુઓ લેવાથી કસરતના ફાયદા એટલા બધા મળતા નથી. આ સિવાય જો તમે ઝડપથી વજન ઘટાડવા માંગો છો, તો શરીર માટે હોઈ શકે છે ખતરનાક. આથી ચેતી જાઓ અને વધારે ઝડપથી વજન ઘટાડવું નહીં.

દિવસમાં ભાગ પાડીને ખોરાક લેવો, એટલે કે બધો ખોરાક એકસાથે લેવા કરતા થોડા-થોડા સમયાંતરે પૌષ્ટિક ખોરાક લેવો અને ભૂખ લાગે ત્યારે ભૂખ કરતા થોડું ઓછું ખાવું. આ સિવાય કસરત નિયમિત પણે કરવી જેથી તેનો ફાયદો મળે અને જળવાઈ રહે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version