છેલ્લા થોડા દિવસોમાં હુમલા પછી એક પછી એક પાકિસ્તાન વિરુદ્ધ પગલાં ભરાઇ રહ્યા છે. અને પાકિસ્તાન દેશ આખી દુનિયામાં ધીમે ધીમે ઉઘાડો પડી રહ્યો છે. એટલું જ નહીં બોલિવૂડમાં પણ પાકિસ્તાની કલાકારો ઉપર પ્રતિબંધ લાગી ચૂક્યો છે. આજે આપણે એવા પાકિસ્તાની કલાકારો વિશે જણાવવાના છીએ જે ભારતમાં આવીને ઘણા લોકપ્રિય થયા અને પૈસા પણ કમાયા.
આતિફ અસ્લમ
આતિફ અસ્લમ ના ભારતમાં પણ ઘણા ચાહકો છે એમ કહી શકાય. એની સાથે તેને ઘણાં ગીતો પણ ગાયા છે. તેમજ તેના ઘણા ગીતો આજે પણ લોકપ્રિય છે. પરંતુ આ હુમલા પછી લેવાયેલા નિર્ણયો ટી સીરીઝ એ આતીફ અસ્લમ અને રાહત ફતેહ અલી ખાન જેવા પાકિસ્તાની કલાકારોને બેન કરી દીધા છે. જણાવી દઈએ કે આતિફ અસ્લમ એ ભારતમાં ઘણા રૂપિયા તો કમાયા છે પરંતુ તેને લોકપ્રિયતા પણ ખૂબ મળી હતી.
રાહત ફતેહ અલી ખાન
એક સમયે આ ગાયક ના ગીતો ઘણા લોકપ્રિય રહી ચૂક્યા છે, અને હાલ પણ તેના અમુક તો ઘણા લોકપ્રિય છે. જણાવી દઈએ કે અત્યારે આ હુમલા પછી આ કલાકાર ઉપર પણ પ્રતિબંધ લાગી ગયો છે માટે તે પણ હવે બોલીવુડ માટે કામ કરી શકશે નહીં.
માહિરા ખાન
માહિરા ખાન ને તમે શાહરૂખ સાથે રઈસ ફિલ્મમા જોઈ હશે, જેમાં તેને શાહરૂખ ખાનની પ્રેમિકા અને પત્ની નો રોલ નિભાવ્યો હતો, તેને આ ફિલ્મ પછી ઘણી લોકપ્રિયતા મળી હતી પરંતુ બીજી કોઈ ફિલ્મોમાં કામ મળ્યું ન હતું માટે પછી તેને પાકિસ્તાન પાછો જવું પડ્યું હતું, જણાવી દઈએ કે તે આની પહેલા ત્યાંની ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી ચૂકી છે.
સબા કમર
2017 માં રીલીઝ થયેલી ઇમરાન ખાનની ફિલ્મ હિન્દી મીડિયમ અભિનેત્રી નજરે આવી ચૂકી છે, જેના અભિનય ના પણ લોકોએ એ સમયે વખાણ કર્યા હતા. જણાવી દઈએ કે પાકિસ્તાનની highest paid એક્ટ્રેસમાં પણ આનું નામ આવે છે. પરંતુ હવે બોલિવૂડમાં બેન થયા પછી તે બોલિવૂડમાં ફિલ્મો કરી શકશે નહીં.
સજલ અલી
2017માં શ્રીદેવીની ફિલ્મ MOM માં નજરે આવી ચૂકેલી આ અભિનેત્રી નો કદાચ તમે ચહેરો જોયો હશે. પરંતુ આના પછી તે બોલિવૂડની એક પણ ફિલ્મમાં જોવા મળી નથી તેમજ હવે પણ તે જોવા મળશે નહીં.
આ સિવાય પણ વીણા મલિક, ફવાદ ખાન, માવરા હુસેન, અલી ઝફર, મીરા વગેરે જેવા ઘણા કલાકારો ભારતમાં આવીને પણ કમાઈ ચૂક્યા છે પરંતુ હવે તેને બોલિવૂડમાં કામ મળશે નહીં.
Image Source[s]- Twitter