બોલિવૂડના દિગ્ગજ અભિનેતાઓ ની સૂચિમાં જેનું નામ સામેલ કરવામાં આવે છે તે કાદરખાન નુ કેનેડાની એક હોસ્પિટલમાં લાંબી બિમારી પછી અવસાન થયું હતું. અને તેની પુષ્ટિ તેના પુત્રએ પણ કરી હતી. અવસાન થયા પછી લગભગ બોલિવૂડના દરેક અભિનેતાઓ તેમજ અભિનેત્રીઓએ તેને શ્રધ્ધાંજલિ આપી હતી.
કાદરખાન એ પોતાના કામથી બોલિવૂડમાં પોતાનું અલગ જ નામ કર્યું હતું. એટલું જ નહીં પોતાની દમદાર અદાકારી અને અભિનયથી લોકોનું દિલ જીત્યું હતું. લગભગ દરેક પ્રકારના પાત્રો તેને નિભાવ્યા હતા. એ પછી કોમેડી કેરેક્ટર હોય કે વિલન પરંતુ લગભગ દરેક પાત્રોને તેને ન્યાય આપ્યો હતો. માત્ર અભિનય જ નહિ પરંતુ તેઓ ઉમદા લેખક પણ હતા.
કાદરખાન ના અભિનયના કેરિયર ની વાત કરીએ તો શરૂઆતથી જ તેને ઘણા લાંબા સમય સુધી ફિલ્મોમાં નકારાત્મક પાત્રો ભજવ્યા હતા. ત્યાર પછી તેને ચરિત્રવાન ભૂમિકાઓ તેમજ કોમેડી ના કેરેક્ટર પણ નિભાવ્યા હતા. તેઓ વિલનના રોલમાં પણ લોકો વચ્ચે લોકપ્રિય બની ગયા હતા. પરંતુ તેને વિલનનો રોલ છોડવાનો ફેસલો કર્યો હતો તેનું કારણ પોતાનું અંગત કારણ હતું.
નેગેટિવ રોલ છોડવાની બાબતમાં તેના બાળકો અને પરિવાર કારણ રહ્યા હતા. એક ઈન્ટરવ્યૂમાં જ્યારે નકારાત્મક રોલ ને છોડવા વિશે તેને પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે ક્યારેક સ્કુલેથી બાળકો આવતા હતો તેના નાક પાસે લોહી નીકળતું રહેતું, તો ક્યારેક તેનું મોઢું સોજી જતું. અને તેઓ રડી ને કહેતા કે સ્કૂલમાં બાળકો ચીડવે છે કે તારો બાપ આખી ફિલ્મમાં તો શેખી મારે છે અને છેલ્લે તે માર ખાય છે.
ત્યાર પછી જ્યારે કાદરખાન એ જોયું કે તેના અભિનય ના કારણે બાળકોની જિંદગીમાં તકલીફો પડી રહી છે આથી અને વિચાર્યું કે હવે આવું કરવું જોઈએ નહીં.
ત્યાર પછી અને કોમેડી ફિલ્મ શરૂ કરી અને બીજા અભિનય પણ કર્યા જેઓને પણ લોકોએ ખૂબ વખાણી. હિમ્મતવાલા ફિલ્મ થી તેઓએ એક નવા અંદાજમાં પોતાના અભિનયને લોકો સુધી રજૂ કર્યો હતો. એટલું જ નહીં આ પ્રોડ્યુસર ને ખૂબ પસંદ આવી હતી, અને આ ફિલ્મ પણ કાદર ખાને લખી હતી. અને આ ફિલ્મ એ ભારતમાં જાણે ધમાલ મચાવી દીધો હતો, ફિલ્મના થોડા દિવસો પછી હીરો અને હિરોઈન ના બેનર ને કાઢીને કાદરખાન બેનર લગાવવામાં આવ્યું હતું. અને ત્યારથી જ કાદરખાન ના કોમેડી નો સફર શરૂ થયો હતો.
જણાવી દઈએ કે બહુ ઓછા લોકો જાણે છે કે ફિલ્મોમાં કામ કરતા પહેલા કાદરખાન શિક્ષક રહી ચૂક્યા હતા. તેઓએ નાટકમાં પણ કામ કર્યું હતું.