Site icon Just Gujju Things Trending

ઇન્ડિયન આર્મી ના પરિવારમાંથી આવે છે આ 7 બોલિવૂડ અભિનેત્રીઓ, નંબર 5 ના પિતા થઇ ગયા હતા હુમલામાં શહીદ

પુલવામામા થયેલ આતંકી હુમલાને દેશના દરેક નાગરિક સહિત રાજનૈતિક હસ્તીઓ, બૉલીવુડ તેમજ દરેક પ્રકારની સેલિબ્રિટીઓએ વખોડી કાઢ્યો છે. અને આપણા જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય એવી પણ પ્રધાન મંત્રીએ સાંત્વના આપી હતી અને આના પછી કેટલાક કડક પગલાં પણ લેવા લાગ્યા છે. જેના કારણે હવે પાકિસ્તાનને ધીમે ધીમે તકલીફ પડવા લાગી છે.

આ સંકટના સમયે બોલીવુડ પણ હુમલાની નિંદા કરવામાં પાછળ હતું નહીં, આટલું જ નહીં બોલીવૂડ માંથી ઘણા સિતારાઓએ શહીદોના પરિવારને મદદ પણ કરી હતી. આજે આપણે બોલિવૂડની એવી અભિનેત્રીઓ વિશે વાત કરવાના છીએ. જેના પરિવારમાં કોઈને કોઈ ભારતીય સેના સાથે સંબંધિત છે.

પ્રિટી ઝિન્ટા

બૉલીવુડની ખૂબસૂરત અને સ્ટાઇલિશ અભિનેત્રીઓમાં પ્રીતિ ઝિન્ટાની પણ ગણતરી કરવામાં આવે છે. ખાસ કરીને તેના ડિમ્પલ ને કારણે તે ખૂબ જ લોકપ્રિય બની હતી. જણાવી દઈએ કે તેના પિતા પણ ભારતીય સેનામાં મેજર હતા. જેઓ હવે આ દુનિયામાં નથી.

અનુષ્કા શર્મા

બોલિવૂડની આ અભિનેત્રી ટૂંક સમયમાં જ પોતાનું નામ બનાવી ચૂકી છે. અને ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી ની પત્ની અનુષ્કા શર્મા પણ આર્મી પરિવારમાં જન્મી છે. એટલે કે તેના પિતા અજયકુમાર શર્મા ભારતીય સેનામાં કર્નલ હતા. જોકે તેઓ હાલ રીટાયર્ડ થઈ ચૂક્યા છે અને જણાવી દઈએ કે અનુષ્કાએ પણ પોતાનું શરૂઆત નું ભણતર આર્મી સ્કૂલ બેંગલોરમાંથી કર્યું હતું.

પ્રિયંકા ચોપડા

હાલમાં જ એક જુના સાથે તેના લગ્ન થયા તે પ્રિયંકા ચોપડા બોલિવૂડમાં તો ફેમસ જ છે પરંતુ હોલિવૂડમાં પણ તેને પોતાની પકડ બનાવી લીધી છે. જણાવી દઇએ કે પ્રિયંકા ચોપડા ની માતા અને પિતા બંને ભારતીય સેના સાથે જોડાયેલા હતા. જોકે તેના પિતા હાલ આ દુનિયામાં નથી પરંતુ તેની માતા અને પિતા બંને ભારતીય સેનામાં ફિઝિશિયન હતા.

એશ્વર્યા રાય

બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં જેનું નામ આવે એવી એશ્વર્યા રાય દુનીયા આખામાં ઘણા ચાહકો ધરાવે છે. જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય એક આર્મી પરિવારના ઘરમાં જનની હતી. તેના પિતા ભારતીય સેનામાં ઓફિસર ના પદ ઉપર રહી ચૂક્યા છે.

નિમરત કૌર

વર્ષ 2016માં એરલિફ્ટ નામની ફિલ્મ રિલીઝ થઈ હતી, જેમા અક્ષય કુમારની સાથી અભિનેત્રી તરીકે Nimrat kaur ને ઘણી પ્રશંસા મળી હતી. જણાવી દઈએ કે અભિનેત્રીના પિતા ભુપેન્દ્રસિંહ ભારતીય સેનામાં મેજર હતા પરંતુ તેઓ એક ત્રાસવાદી હુમલામાં શહીદ થયા હતા.

નેહા ધૂપિયા

ગત વર્ષે 2018 મા જેના લગ્ન થયા તે અભિનેત્રી નેહા ધૂપિયા ને તમે બૉલીવુડની ઘણી ફિલ્મોમાં જોઈ હશે. જણાવી દઈએ કે હાલ તો નેહા ધૂપિયા મા પણ બની ચુકી છે અને તેને એક દીકરી છે. નેહા ધૂપિયા ના પિતા પ્રદિપસિંહ ભારતીય સેના મા કમાન્ડર હતા. જેઓ હવે રિટાયર્ડ થઈ ચૂક્યા છે.

સેલિના જેટલી

સેલિના જેટલી ખૂબસૂરત અભિનેત્રી રહી ચૂકી છે. જોકે હાલ તે બોલિવૂડની દુનિયાથી ઘણી દૂર રહે છે. પરંતુ જણાવી દઈએ કે સેલિના જેટલી પિતા પણ ઇન્ડિયન આર્મીમાં રહી ચૂક્યા છે. તેના પિતા ભારતીય સેનામાં કર્નલ હતા.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version