દરેક છોકરી ની જિંદગીમાં તેના લગ્નનો માહોલ સપનાથી ઓછો નથી હોતો. તેના લગ્નને લઈને દરેક છોકરી એ ઘણા સપના જોયા હોય છે તેમજ તેની ઘણી અપેક્ષાઓ હોય છે. જેમકે માત્ર સપનાનો રાજકુમાર સારો દેખાય એવું જ નથી અથવા સ્માર્ટ હોય તે કાફી નથી તેની ઘણી બધી અપેક્ષાઓ હોય છે. આજે આપણે આ અપેક્ષાઓ વિશે વાત કરવાના છીએ જે દરેક છોકરીએ પોતાના ભાવિ પતિ પાસેથી ઇચ્છતી હોય છે…
છોકરી ચાહે એરેન્જ મેરેજ કરે કે લવ મેરેજ પરંતુ તે ઈચ્છતી હોય છે કે તેના લગ્ન માટે તેની સાથે નહીં પરંતુ તેના પેરેન્ટ્સ સાથે વાત કરવામાં આવે. અને તેના પેરન્ટ્સ સાથે સારી રીતે વર્તન કરવામાં આવે.
એ એવું પણ ઈચ્છતી હોય છે કે તેનો થવાવાળો ભાવિ પતિ તેના ઘરકામમાં તેને બરાબર હેલ્પ કરે. એટલે કે ઘરકામમાં તેનો પતિ તેને સરખી મદદ કરે તેવું તે ઇચ્છતી હોય છે, હવે તમારી કિચનમાં નાનકડી મદદ પણ તેનું દિલ જીતી લે છે. અથવા કોઈ વખત સરપ્રાઈઝ કરો તો પણ તે ખુશ રહે છે.
શોપિંગ એક એવી વસ્તુ છે જે દરેક છોકરીને અત્યંત વ્હાલી હોય છે. પરંતુ તે ઈચ્છે છે કે તે એકલી નહીં પરંતુ તેનો પાર્ટનર પતિ ને તે બંને સાથે મળીને શોપિંગ કરે. અને એટલું જ નહીં પરંતુ તેને કરેલા શોપિંગની બેગ્સ પણ તેનો પાર્ટનર ઉઠાવે.
દરેક છોકરી ઈચ્છતી હોય છે કે તેનો પતિ તેની સાથે દગો ન કરે અને તેના પ્રત્યે ઈમાનદાર રહે, અને આ વાત માત્ર છોકરી જ નહીં પરંતુ છોકરો પણ ઈચ્છતો હોય છે કે તેની પાર્ટનર પણ તેના પ્રત્યે વફાદાર રહે.
આ સિવાય છોકરી ઓએવું પણ એચડી હોય છે કે તેનો પાર્ટનર તેની સાથે પતિની જેમ નહીં પરંતુ એક દોસ્ત ની જેમ વર્તન કરે. અને એટલું જ નહીં તેનો પતિ તેની સાથે દોસ્ત બનીને લે તેવું તે ઇચ્છતી હોય છે.
છોકરાઓ દરેક વસ્તુને લઈને જલ્દી જજમેન્ટલ થઈ જાય તો આ છોકરીઓને પસંદ હોતું નથી, આથી તે ઇચ્છતી હોય છે કે તેનો પાર્ટનર ક્યારેય જજમેન્ટલ ન બને.
છોકરીઓના વધુ વાત કરવાની આદત હોય છે તે આપણા માટે બધા લોકો જાણે છે. અને સાથે સાથે તે એટલી જ જલદી ઉત્સાહી થઈ જાય છે તેમજ ઈમોશનલ પણ થઈ જાય છે. અને તે એવું પણ ઈચ્છતી હોય છે કે તેના દરેક મૂડ સાથે તેનો પાર્ટનર તેને સપોર્ટ કરે.