ગઈ કાલે એટલે કે 21 ફેબ્રુઆરીના દિવસે સૈયદ મુસ્તાક અલી T20ટૂર્નામેન્ટ શરૂ થઈ છે. જેમાં પહેલા જ દિવસે લગભગ ૧૭ જેટલા મેચ રમવા માં આવ્યા, જેમાં ઘણા રેકોર્ડ બન્યા. અને ઘણા બેટ્સમેનોએ પોતાના જલવા બતાવ્યા.
એમાં જ આપણા સૌરાષ્ટ્રના ક્રિકેટર ચેતેશ્વર પૂજારાની વાત કરીએ તો તે બીજા રાહુલ દ્રવિડ ગણાય છે. કારણકે તે ધીમી ગતિથી રમવાવાળા ખેલાડી માનવામાં આવે છે. હાલમાં જ પૂજારાએ કર્ણાટક વિરૂદ્ધ મેચમાં લગભગ 600 મિનિટ જેટલી બેટિંગ કરી હતી.
અને તેની ધીમી ગતિથી રમવાને કારણે તેને વન-ડે તેમજ T20 મોકા મળતા નથી, આઈપીએલમાં પણ મોટા ભાગે તેને ઈગ્નોર કરવામાં આવે છે. પરંતુ હમણાં શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં તેનો અલગ અંદાજ જોવા મળ્યો. સૌરાષ્ટ્રમાંથી રમી રહેલા પૂજારાએ માત્ર 61 બોલમાં 100 રન પુરા કર્યા અને નોટ આઉટ પેવેલિયનમાં પાછા ગયા.
આ સદી લગાવ્યા સાથે જ સૌરાષ્ટ્ર માટે T-20 મેચમાં સદી લગાવવા વાળા તેઓ પહેલા બેટ્સમેન બની ચૂક્યા છે.
વાયરલ થઇ રહ્યો છે આ વિડીયો
MUST WATCH: @cheteshwar1 becomes first @saucricket player to hit a T20 💯. Take a look at his lightning century in #SyedMushtaqAliTrophy
🔗 https://t.co/dCQoSLuE0K pic.twitter.com/qUAYwbkytO
— BCCI Domestic (@BCCIdomestic) February 21, 2019
પૂજારાએ તોફાની બેટિંગ કરી હતી, જે નો વિડીયો BCCI Domestic દ્વારા ટ્વીટ કરવામાં આવ્યો હતો. જે હાલમાં ઘણા લોકો લાઈક કરી ચૂક્યા છે અને retweet પણ કરી રહ્યા છે. તમે પણ જુઓ આ વીડિયો
પૂજારાએ આ તોફાની સદી લગાવ્યા પછી સૌરાષ્ટ્ર ટોટલ 188 રન બનાવ્યા.
જણાવી દઈએ કે ચેતેશ્વર પૂજારાએ અત્યાર સુધી ૫૯ T20 મેચ રમ્યા છે જેમાં 1196 રન બનાવ્યા છે. આમાં ipl પણ સામેલ છે. અને ટેસ્ટ મેચ ની વાત કરીએ તો અત્યાર સુધી 68 મેચ રમીને લગભગ 51 ની એવરેજ સાથે તેને 5426 રન બનાવ્યા છે.
આ મેચ પછી સોશિયલ મીડિયા પર લોકો તેના વખાણ કરવા લાગ્યા છે. અને ઘણા લોકો તેને વન ડે અને T20 મા સામેલ કરવા માટે પણ જણાવી રહ્યા છે.