તમે આજકાલ જોઈ રહ્યા હશો કે ઘણી ફોન તેમજ મોબાઈલની એડવર્ટાઈઝમાં ક્રિકેટરો જોવા મળતા હોય છે. પરંતુ શું તે ક્રિકેટરો તેજ મોબાઈલ વાપરે છે કે બીજા? ચાલો જાણીએ…
યુવરાજસિંહ
જો જુના અને દિગ્ગજ ક્રિકેટર ની વાત કરીએ તેમાં ઘણા નામ આવે છે. એમાં એક નામ યુવરાજ સિંહ નું પણ છે. એક સમયે કેન્સરગ્રસ્ત આ ક્રિકેટરે ઘણા લોકોને પોતાની જિંદગીમાંથી મોટીવેશન આપ્યું હતું, અને હાલ પણ આપે છે. તેઓ iphone 7s વાપરે છે જેની કિંમત અંદાજે ૬૦ થી ૬૫ હજાર રૂપિયા છે.
મહેન્દ્ર સિંહ ધોની
જેને કેપ્ટન કુલ ના નામે પણ ઓળખવામાં આવે છે એ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને ન જાણતું હોય તેવો માણસ લગભગ ભારતમાં એક પણ નહીં હોય, નાનકડા બાળકોમાં પણ તે ફેવરિટ થઈ ગયા હતા. જણાવી દઈએ કે તે iphone 7+ વાપરે છે જેની કિંમત અંદાજે ૬૫ થી ૭૦ હજાર રૂપિયા છે.
રોહિત શર્મા
જ્યારે પણ ક્રિકેટમાં રનની જરૂર હોય ત્યારે રોહિત શર્મા પોતાનું પુરેપુરુ પરફોર્મન્સ આપીને દરેક મેચને જીતાડવાની પૂરતી કોશિશ કરે છે. એટલે જ કદાચ તેને hit machine તરીકે પણ ઓળખવામાં આવે છે. જણાવી દઈએ કે આ ક્રિકેટર એપલ નહીં પરંતુ સેમસંગ S8 ફોન વાપરે છે જે અંદાજે ૫૫ હજાર રૂપિયાનો આવે છે.
વિરાટ કોહલી
વિરાટ કોહલી એ ક્રિકેટર તો છે પરંતુ તે એટલો બધો હેન્ડસમ છે કે તેના લુકને કારણે પણ તે કાયમ ચર્ચામાં રહે છે. અધૂરામાં પૂરું તેને બોલિવુડની અભિનેત્રી સાથે લગ્ન કર્યા પછી તે મોટાભાગે ચર્ચામાં હોય છે, તેની modern lifestyle અને ખર્ચાઓ વિશે તો આવતું રહે છે પરંતુ જણાવી દઈએ કે મોબાઇલમાં તે iphone X યુઝ કરે છે જે અંદાજે એક લાખ રૂપિયાનો આવે છે.
સચિન તેંડુલકર
એક સમયે સચિન તેંડુલકર એ તબક્કામાં હતા કે લોકો એવું માનતા હતા કે સચિન રમે છે તો મેચ જીતશે નહીં તો ભારત મેચ હારી જશે. અને ક્રિકેટના ભગવાન તરીકે પણ સચિનને હાલમાં પણ ઓળખવામાં આવે છે. જણાવી દઈએ કે સચિન પણ બીજા બધા ક્રિકેટની જેમ મોંઘા ફોન વાપરે છે. તે પણ ૬૫ હજારનો ફોન આઈફોન 7s વાપરે છે.