Site icon Just Gujju Things Trending

ધોની સાથે પાછલા મેચમાં બની આ ઘટના, તસવીરો હજુ પણ ઇન્ટરનેટ પર લોકોના દિલ જીતી રહી છે

ક્રિકેટ, bollywood માં અમુક નામ એવા છે જે નામને કોઈ ઓળખાણની જરૂર નથી, જેમ કે બોલિવુડમાં અમિતાભ બચ્ચન ને દરેક લોકો જાણે છે તેવી જ રીતના ક્રિકેટમાં સચિન, ધોની વિરાટ કોહલી જેવા ઘણા લોકોને ઓળખાણની જરૂર નથી. મહેન્દ્ર સિંહ ધોની ના ચાહકો ની વાત કરીએ તો તેના ચાહકો માત્ર ભારતભરમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ફેલાયેલા છે.

હમણાં જ એક સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો હતો જેમાં તેના ચાહક ટીશર્ટ બદલી રહ્યા હતા, જ્યારે ધોની મેચ રમવા આવે ત્યારે તેઓએ મુંબઈ ના ટીશર્ટ ઉપર ચેન્નાઇ નું ટી-શર્ટ પહેરી લીધું હતું અને ધોનીને સપોર્ટ કરવા લાગ્યા હતા. અને ધોનીના આઉટ થવાની સાથે તેઓ ફરી પાછા મુંબઈના સપોર્ટ કરવા લાગ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો હતો. જેથી ધોની ના ચાહકો દરેક ટીમમાં મોજુદ છે તે વાતમાં પણ શંકાને સ્થાન નથી કારણકે તમે ગમે તે ટીમને સપોર્ટ કરતા હોવ પરંતુ જે લોકોએ ધોનીને ખેલાડી તરીકે રમતા જોયો હોય તે લોકો ખાસ કરીને તેના ચાહકો તેને ગમે તે ટીમમાં જોઈને રાજીના રેડ થઈ જાય.

દરેક ચાહકો પોતાના સ્ટાર ની પાછળ કેટલીયે જગ્યાઓ ફરી આવે છે એ સામાન્ય છે, પરંતુ સ્ટાર કોઈ તેના ચાહક ને મળવા જાય તે બહુ આશ્ચર્યજનક છે. અને હમણાં ધોનીએ આ જ પગલું ભરીને લોકોને આશ્ચર્યમાં મુકી દીધા હતા. હમણાં ચેન્નાઇ અને મુંબઇ વચ્ચે રમાયેલા આઈપીએલ મેચ પછી આ ઘટના બની હતી.

ધોનીનું નામ કેપ્ટન કુલ છે, તે તેને ફરી એક વખત સાબિત કરી દીધું હતું જ્યારે તેઓ ડ્રેસિંગ રૂમમાંથી બહાર આવીને ફિલ્ડ ઉપર તેના ચાહક જોડે વાત કરવા આવ્યા હતા અને તેને મળ્યા હતા. તેઓ નીચે એક ઘરડા મહિલાને મળવા માટે આવ્યા હતા જેઓ ધોનીના ચાહક હતા અને તેઓએ એક કાર્ડ માં લખ્યું હતું કે હું અહીં ધોનીને મળવા જ આવી છું.

અને આખી ઘટનાનો વીડિયો આઇપીએલના ટ્વિટર હેન્ડલ ઉપર પબ્લિશ કરવામાં આવ્યો હતો. અને તેના ફોટા પણ ચેન્નાઈ ipl ટીમના ટ્વિટર હેન્ડલ ઉપર થી પબ્લિક થયા હતા, જે હાલ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે.

ધોનીના ચાહકોનું ફરી એક વખત દિલ જીતી લીધું હતું. લોકોએ આને વિશે ટિપ્પણી પણ કરવા લાગી હતી, જેમાં દરેક લોકોએ અલગ-અલગ નિવેદનો આપ્યા હતા. એમાં એક ટ્વિટર હેન્ડલ ઉપર થી ટ્વિટ કરવામાં આવી હતી કે આ જ કારણ છે જેના માટે ધોની ની દરેક જગ્યાએ આટલી ઈજ્જત કરવામાં આવે છે. એકદમ નિખાલસ માણસ છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version