દીકરીના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે જ દીકરાએ ગુસ્સામાં કહ્યું, "હું નહીં જાઉં રેલવે સ્ટેશન તેડવા!" પછી જે થયું તે...

આજનું આખું ઘર આનંદ અને ઉમંગથી છલકાઈ રહ્યું હતું. આંગણામાં મહેંદીની સુગંધ હજુ તાજી જ હતી, અને આખા ઘરની દીવાલો પર દીકરીના લગ્નની શરણાઈના સૂર ગુંજી રહ્યા હતા. પણ આ વખતે વાત કંઈક અલગ હતી. નવવધૂ બનીને સાસરે ગયેલી ઘરની દીકરી, રુહી, પહેલીવાર પાછી પિયર આવવાની હતી. સાથે એનો વર, આકાશ પણ આવવાનો હતો. બધા એમની રાહ જોતા હતા અને એમના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી હતી.

દાદીમાએ રુહીની પ્રિય વાનગીઓનું લિસ્ટ બનાવ્યું હતું, મમ્મીએ ઘરની સજાવટનું કામ સંભાળ્યું હતું અને પપ્પા રેલવે સ્ટેશન કોણ લેવા જશે એની ચર્ચા કરી રહ્યા હતા. આ હરખના માહોલમાં અચાનક એક કડક અને ઊંચો અવાજ ગુંજી ઊઠ્યો. ઘરના દીકરા, રોહને એકદમ ગુસ્સાથી કહ્યું, "આટલું બધું દેવાની શું જરૂર છે? ભાઈ, કેટલો બધો ખર્ચો કરો છો! અને સ્ટેશને તેડવા જવાની શું જરૂર છે? એ લોકો કંઈ નાના છોકરા નથી. ટેક્સી કરીને આવી જશે. હું તો કોઈને લેવા નહીં જાઉં, એ ચોખ્ખું કહી દઉં છું."

રોહનના મોઢેથી આવા શબ્દો સાંભળીને દાદીમા એકદમ ગભરાઈ ગયાં. એમને પોતાના કાન પર વિશ્વાસ ન થયો. એમણે રોહનને પૂછ્યું, "બેટા, આ તું શું બોલે છે? ઘરમાં ત્રણ-ત્રણ ગાડીઓ ઊભી છે અને દીકરી-જમાઈ ટેક્સી કરીને આવે તો આપણું કેવું લાગે? લોકો શું કહેશે? એમનું માન-સન્માન શું રાખ્યું કહેવાય? અને જો સાસરીમાં આ વાત જશે તો આપણી આબરૂનું શું થશે?"

રોહનના પપ્પા, સુધાકરભાઈ પણ રોહનનો ગુસ્સો જોઈને લાલઘૂમ થઈ ગયા. એમણે રોહનને કહ્યું, "ચૂપ થા! તને કંઈ તકલીફ હોય તો તું ઘરે જ બેસ. હું જાઉં છું રુહી અને આકાશને લેવા." સુધાકરભાઈનો ગુમાવેલો સ્વર જોઈને રોહન વધુ ભડક્યો અને બોલ્યો, "અને આટલો બધો સામાન અને ભેટસોગાદોનો ખર્ચો કેમ? લગ્નમાં ક્યાં આપણે કંઈ ઓછું આપ્યું છે? હવે આટલા પૈસા વેડફવાનો શું મતલબ છે?"

"એક શબ્દ પણ વધુ બોલીશ તો જીભ ખેંચી લઈશ!" સુધાકરભાઈએ રોહનને ધમકાવતા કહ્યું, "મૂર્ખ! તને કઈ ખબર પડે છે? મેં તારી પાસે કંઈ પૈસા માંગ્યા છે? આ મારા પૈસા છે અને હું મારા પૈસાથી ખર્ચ કરું છું. તું મને રોકવાવાળો કોણ? તારું મગજ ઠેકાણે રાખ!"

આ દરમિયાન, રોહન ધીમા અવાજે પણ કડવાશથી બોલ્યો, "જ્યારે જુઓ ત્યારે પિયર ચાલ્યાં આવે છે! સાસરીમાં કંઈ કામકાજ છે કે નહીં?" આ શબ્દો સાંભળીને સુધાકરભાઈનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. એમણે રોહનને અટકાવતા કહ્યું, "આ ઘરની દીકરી છે, એની મરજી હોય ત્યારે અહીં આવી શકે છે. આ ઘર પર જેટલો તારો હક છે, એટલો જ રુહીનો પણ છે."

દાદીમા પણ વચ્ચે બોલ્યાં, "આ મારી દીકરી છે. આ એનું પણ ઘર છે. એને જેટલા દિવસ રહેવું હોય એટલા દિવસ રહી શકે છે. તું આટલો બધો ગુસ્સે કેમ છે? શું થયું છે તને?"

આ સવાલોના જવાબમાં રોહને જે કહ્યું, તે સાંભળીને આખું ઘર સ્તબ્ધ થઈ ગયું. રોહને કહ્યું, "મને કંઈ નથી થયું. આજે હું એ જ બોલી રહ્યો છું જે તમે બંને હંમેશાં ફોઈ-ફુવા માટે બોલતા હતા. આજે તમારી દીકરી માટે તો તમે મોટાં મોટાં ઉપરાણાં લો છો, પણ જ્યારે બા હતાં ત્યારે બાના મનમાં શું વીતતું હતું? ફોઈ-ફુવા સાથે ખરાબ વર્તન કરતા હતા ત્યારે એમના માન-સન્માનની ચિંતા નહોતી થતી?"

"દાદાજીએ ક્યારેય તમારા પાસે દીકરીને દેવા માટે એક થેલાની પણ માગણી કરી હતી? તો પણ તમે લોકોને ફોઈ-ફુવા આ ઘરમાં બે-ત્રણ દિવસ રહે તે પોસાતું નહોતું. એમની સાથે આવું વર્તન કેમ કરતા હતા?"

રોહનની આંખોમાં અફસોસ અને આંસુ ભરાઈ ગયા હતા. ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો, પણ એ અટક્યો નહીં. એણે ચાલુ રાખ્યું, "તમારા મતલબ ભર્યા સ્વભાવના કારણે ફોઈ આ ઘરમાં આવવાનું બંધ કરી દીધું. બા-બાપુજી શરમથી નીચું જોઈ ગયા. પણ રોહને ફરી કહ્યું, "બા ને પણ પોતાની દીકરી એટલી જ વાહલી હતી, જેટલી તમે બંનેને તમારી દીકરી વાહલી છે. તમારા બંનેના આવા સ્વભાવના કારણે બા મૃત્યુ સુધી મુંજાઈ મુંજાઈને મરી ગયાં."

રોહને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, "હું જાઉં છું રેલવે સ્ટેશન, રુહી અને આકાશને લેવા. હું તમારા જેવો બનવા નથી માગતો." આટલું કહીને રોહન ગાડીની ચાવી લઈને નીકળી ગયો.

રોહનની વાત સાંભળીને સુધાકરભાઈએ તરત જ પોતાની બહેન, ગીતાફોઈને ફોન કર્યો અને માફી માંગીને એમને ઘરે આવવા વિનંતી કરી. ગીતાફોઈ પણ પોતાના ભાઈના બદલાયેલા સ્વરથી ખુશ થઈને આવવા તૈયાર થઈ ગયા.

દીવાલ પર ટિંગાઈ રહેલી દાદીમાની તસવીર જાણે હસી રહી હતી. એમના હોઠ પર એક સંતોષભરી સ્મિત હતી. દાદીમાએ વિચાર્યું કે, "મારું ન માન્યા, પણ આજે મારા પૌત્રએ આખરે બ્રહ્મજ્ઞાન કરાવી જ દીધું." આખરે, આ નાનકડા વાવાઝોડા પછી, આખું કુટુંબ ફરીથી હળીમળીને રહેવા લાગ્યું.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team
ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

રમેશના ખભા પર લટકતો જૂનો કાપડનો થેલો આજે રોજ કરતા વધારે ભારે લાગતો હતો. ઉનાળાની સાંજનો બફારો હજુ હવામાં અકબંધ હતો. તેણે પોતાના ઘરના લાકડાના જૂના દરવાજા પર હા

By Just Gujju Things Team