દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ના ગત મહીને 14 તારીખે લગ્ન થયા હતા, અને ત્યારથી આ બંને કપલ જ્યાં જાય ત્યાં સુર્ખીઓમાં રહ્યા હતા. તેમજ આ બંનેના લગ્ન ની તસ્વીરો પણ જ્યાં સુધી નથી આવે ત્યાં સુધી ખૂબ ચર્ચામાં રહી હતી. અને તસવીરો આવ્યા પછી આ બધી તસવીરો ખૂબ વાયરલ થઈ હતી.
પરંતુ લગ્ન પહેલા દીપિકા એ એક ચિઠ્ઠી લખી પોતાની એક બીમારી નો ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેને પોતાના બીમારી સાથેના સંઘર્ષ ની પણ વાતો જણાવી હતી. બાદમાં તેનો ઈલાજ કેમ કરાવ્યો તે પણ જણાવ્યું હતું. હાલમાં જ આનો ઉલ્લેખ તેને એક અખબાર ની સાથેના ઈન્ટરવ્યુ માં કહ્યું હતું કે તે 2014 માં ડિપ્રેસન નો શિકાર થઈ હતી.
દીપિકાએ ચિઠ્ઠીમાં લખ્યુ હતુ કે, તેના માટે આ મુશ્કેલીનો સમય હતો, જ્યારે દીપિકા એ નક્કી કર્યું કે તેને પોતાની જિંદગીના આ તબક્કાને નેશનલ ટીવી પર શેર કરવો છે. એ પણ આશામાં કે લોકો આ કિસ્સામાં થી પ્રેરણા લઇ ને ડિપ્રેશન વિશે વાત કરશે. થોડા સમય પછી તેને એક ફાઉન્ડેશન નું નિર્માણ કર્યું જે સ્ટ્રેસ, ડિપ્રેશન અને ડર ને લગતી બીમારીઓ પ્રતિ લોકોને જાગૃત કરવાનું કામ કરે છે.
અને એટલું જ નહીં ઘણી જગ્યા પર દીપિકા એ આ ટોપિકને લઈને વાતો કરી છે. દીપિકાએ ઓકટોબરમાં પણ પોતાની સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો હતો જેમાં પણ આ વાતનો ઉલ્લેખ થયો હતો. તેને પોતાની જિંદગીના અમુક તબક્કાઓ વિશે જણાવ્યું હતું. અને તેને લોકોને સલાહ પણ આપી હતી કે ડિપ્રેશન જેવી બીમારીને ગંભીરતાથી લેવી જોઈએ તેમજ તે ટોપીક ઉપર ખુલીને ચર્ચા પણ થવી જોઈએ.
ત્યાર પછી તે વીડિયોમાં તે ઈમોશનલ પણ થઈ હતી, અને આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો, સાથે-સાથે રણવીર થી લઈને ઘણી બોલિવૂડની હસ્તીઓ એ તેના આ વિડીયો ની પ્રશંસા પણ કરી હતી. સાથે તેને ડિપ્રેશનમાંથી બહાર આવવાના અભિનંદન પણ આપ્યા હતા.
રણવીર સિંહ એવું પણ કહેવું હતું કે તેના માટે દીપિકા પાદુકોણ એક સપનું સાકાર થયા જેવું છે. તેને જણાવ્યું હતું કે એક એવોર્ડ ની રાત તેના માટે ખૂબ ખાસ રહી હતી કારણ કે તેની પત્ની તેના બાજુમાં બેઠી હતી. તેને એવું સપનું કાયમ જોયું હતું કે તે તેની બાજુમાં બેઠી હશે અને પોતાને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળશે ત્યારે તે તેની પત્નીને ચુંબન આપીને સ્ટેજ પર એવોર્ડ લેવા જશે. પરંતુ તેને થેન્ક્સ ની સ્પીચ વિચારી નહોતી, કારણ કે તેને લાગતું હતું કે speech પ્લાન કરી નાખીએ તો કંઈ પનોતી ન થઈ જાય. એટલા માટે તે કંઈ પણ પ્લાન કરતો નથી. અને સ્ટેજ પર તેના દિલની વાતો બોલી નાખે છે જે પછીથી તેને એહસાસ થાય છે કે તેને જે પણ કહ્યું તે સાચું છે.
જણાવી દઈએ કે દીપિકાના ડિપ્રેશનમાંથી બહાર આવ્યા પછી પણ તેને આ વાત જ્યારે લોકો સમક્ષ રાખી ત્યારે તેના ખૂબ વખાણ થયા હતા, સાથે રણવીરે પણ તેના ભરપૂર વખાણ કર્યા હતા. તમારું આ મુદ્દે શું મંતવ્ય છે તે કમેન્ટ કરીને જણાવી શકો છો.