આપણામાંથી ઘણી મહિલાઓને કસરત કરવી એ બોરિંગ લાગે છે આથી તેઓ કસરત કરતા હોતા નથી. પરંતુ માત્ર કસરત જ વજન ઘટાડવા માટે ઉપાય છે એવું નથી, અમુક કસરત ની જગ્યા પર એવી પણ વસ્તુઓ કરી શકાય છે જેનાથી શરીરને સારી રીતના બેલેન્સ કરીને વજન ઘટાડી શકે. એવી જ રીતના આજે આપણે એક ડાન્સ વિશે વાત કરવાના છીએ જેનાથી જો સરખી રીતના અને વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો તેનાથી ઝડપથી વજન ઘટી શકે છે, અને સાથે સાથે આપણે ફ્રેશ ફીલ કરીએ છીએ.
જો વ્યવસ્થિત રીતે આ ડાન્સ એટલે કે જુમ્બા ડાન્સ કરવામાં આવે તો તેનાથી એક કલાકમાં 400 થી લઈને ૬૦૦ કેલરી સુધી બાળી શકાય છે. એટલે કે આ બીજી બધી કસરત કરતાં પણ વધુ ઇફેક્ટિવ સાબિત થઈ શકે છે.
ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે
સૌપ્રથમ તો આ ડાન્સ એવો ફિટનેસ-પ્રોગ્રામ છે જેનાથી શરીરની દરેક મૂવમેન્ટ થાય છે અને દરેક અંગ પર જોર પડે છે. આથી જો દરરોજ નિયમિત પણે કરવામાં આવે તો થોડા સમયમાં જ આપણે જોઈએ તેવું મનપસંદ શરીર મળી શકે છે. ઘણી વખત એવું થતું હોય છે કે શરીરનું વજન એક જગ્યા પર જ ઘટતું હોય છે, પરંતુ આનાથી એવું થતું નથી તે તમારા સાથળ, કમર વગેરે બધી જગ્યાએથી વજન ઓછું કરે છે.
આ ડાન્સ ને કરવાથી તમે એટલા બધા થાકી જાઓ છો કે તમારા શરીરમાંથી એક્સ્ટ્રા ચરબી બળે છે. જો દરરોજ એક ક્લાસ કરવામાં આવે તો લગભગ ૪૦૦ થી લઈને 700 સુધી કેલરી બાળી શકાય છે.
આ ડાન્સ કરવા માટે તમારે કૂદવું પડે છે. તેમજ ઊંડો શ્વાસ પણ લેવો પડે છે. જેનાથી તમારા ફેફસાને વધુ ઝડપથી ચાલવું પડે છે, અને આ કસરતથી તમારા ફેફ્સા પણ મજબૂત થાય. કારણકે આ એક પ્રકારની બ્રિધિંગ એક્સરસાઇઝ પણ થઈ ગઈ.
આ ડાન્સ કરવા માટે કોઈ ટ્રેનર ની જરૂરત હોતી નથી, તેથી તમે ઘરે પણ કરી શકો છો. સાથે સાથે આ ડાન્સ કરવાથી તમે ફ્રેશ પણ મહેસુસ કરો છો, અને સ્ટ્રેસ હળવો થઈ જાય છે. તેમજ ડિપ્રેશન જેવી બીમારીઓથી બચી શકાય છે.
જો નિયમિત પણે આ ડાન્સ ને કરવામાં આવે તો ઘણી બીમારીઓમાં ફાયદો મળી શકે છે. અને સૌથી ઉત્તમ તો આપણા શરીરના muscles ફ્લેક્સિબલ રહે છે જેથી આપણા શરીરને આપણે જે કામ કરવું હોય ત્યાં તકલીફ પડતી નથી.
લોહીના પરિભ્રમણને પણ આ ડાન્સ થી ફાયદો પહોંચે છે. આપણી જે પાચન શક્તિ છે તેને પણ લોહી પરિભ્રમણ ની સખત જરૂર રહેતી હોય છે. આથી ડાયજેસ્ટિવ સિસ્ટમને પણ આ ડાન્સ થી ફાયદો પહોંચે છે. તો આજથી જ શરૂ કરી દો ડાન્સ.
તમને કદાચ શંકા હોય કે આ ડાન્સ કઈ રીતે કરવો, તો તમે youtube પર વિડિઓ પણ જોઈ શકો છો. અથવા તમારા શહેર મા જો આ ડાન્સના ક્લાસ થતા હોય તો તે પણ કરી શકાય છે.
આ માહિતી દરેક સુધી શેર કરજો જેથી દરેકને એની જાણ પડે.
cover image is just for representation, not an actual dance step.