Site icon Just Gujju Things Trending

5 એવા અભિનેતાઓ જેને એક્ટર બનવા માટે છોડી દીધી હતી સરકારી નોકરી, જાણો

બોલીવુડ ફિલ્મ જગતમાં નવા અભિનેતા આવશે જેને તમે વર્ષોથી જુઓ છો અને આ અભિનેતાએ પોતાના ચાહકોના દિલમાં કાયમ માટે જગ્યા બનાવી લીધી છે. પરંતુ આજે આપણે થોડા એવા અભિનેતા વિશે વાત કરવાના છીએ, જે હાલ તો અભિનય કરે છે કે અભિનયક્ષેત્રે હતા પરંતુ તેઓએ એક સમયે અભિનય માટે પોતાની નોકરીને છોડી દીધી હતી. ચાલો જાણીએ એવા અભિનેતા વિશે

અમરીશ પુરી

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ની સૂચિ તૈયાર કરવામાં આવે તો અમરીશ પુરી નું નામ પણ તેમાં સામેલ કરવું પડે, ભલે તેઓએ નેગેટીવ રોલ કરીને પરંતુ ખુબ જ લોકપ્રિયતા મેળવી હતી. અને આ વાત જો કે બહુ ઓછા લોકો જાણે છે પરંતુ તેને પણ એક સમયે ભારતીય સ્ટેટ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં નોકરી કરી હતી.

શિવાજી સાટમ

ટીવી જગતમાં ખૂબ જ લોકપ્રિય થઇ ચૂકેલા અભિનેતા દરેક લોકોના દિલમાં રાજ કરે છે, કારણકે તેનો રોલ કે જે તેઓ સીઆઇડી માં નિભાવી રહ્યા છે તે દરેક લોકોનો મનપસંદ રોલ છે. એટલું જ નહી તેને ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, પરંતુ જણાવી દઈએ કે એક સમયે અભિનેતા ગવર્મેન્ટ બેંક માં કેશિયર તરીકે કામ કરતા હતા.

દિલીપકુમાર

ફિલ્મ જગતના દિગ્ગજ અભિનેતાઓમાં જેનું નામ લેવામાં આવે છે અને બોલિવૂડમાં તેને ટ્રેજેડી કિંગ તરીકે પણ ઓળખાય છે એવા દિલીપકુમાર પણ એક વખત મીલેટરી કેન્ટીનમાં કામ કરતા હતા. અને પછી તેઓ ખૂબ જ લોકપ્રિય અભિનેતા રહી ચૂક્યા છે.

દેવ આનંદ

પોતાના જમાનાના સુપરસ્ટાર રહી ચૂકેલા અભિનેતા એક સમયે મુંબઇના સેન્સર બોર્ડમાં ક્લાર્કની નોકરી કરતા હતા પરંતુ જ્યારથી તેને ફિલ્મોમાં બોલાવવામાં આવ્યા ત્યારે તેને આ તક ઝડપી ને લોકોને તેના અભિનયની ક્ષમતા દેખાડી હતી.

રજનીકાંત

રજનીકાંત અને સાઉથના સુપરસ્ટાર હોય પરંતુ તેનો અભિનય ક્ષેત્ર આખા ભારતમાં મોટું નામ છે અને તેના ચાહકો પણ ભારતભરમાં વસે છે. જણાવી દઈએ કે એક સમયે તેઓ બેંગ્લોર પરિવહન સેવા ની બસમાં કંડકટર તરીકે ટિકિટ એકઠી કરવાનું કાર્ય કરી રહ્યા હતા.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version