ભારત એક એવો દેશ છે જેની લોકશાહી ની ચર્ચા આખા વિશ્વમાં થાય છે. ભારત એક લોકશાહી દેશ ની સાથે બીજી અનેક રીતે ચડિયાતો દેશ છે. અને વિશ્વભરમાં ભારત ના વખાણ કરવામાં આવે છે. અને જો ભારતીયોની વાત કરીએ તો કદાચ જ વિશ્વમાં એવો ખૂણો મળે જ્યાં કોઈપણ ભારતીય ન વસતો હોય, દુનિયાના દરેક ખૂણે કોઈક ભારતીય તો જોવા મળે છે. અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ ભારત એટલો જ મજબૂત દેશ છે.
દુશ્મન દેશ સાથે લગભગ ત્રણ જેટલી લડાઈ કરી ચૂક્યા છે પરંતુ એક માં પણ તે આપણને હરાવી શક્યા નથી. અને વાત જ્યારે આર્મીની આવે તો આખો દેશ સંગઠિત થઈને એક સરખું વિચારે છે. આજે આપણે અમુક એવી ફિલ્મો વિશે વાત કરવાના છીએ જે ફિલ્મો આર્મી ઉપર બનાવાઇ છે અને આ ફિલ્મોને આજે પણ દરેક લોકો પસંદ કરે છે.
The Ghazi Attack
2017 માં રીલીઝ થયેલી આ ફિલ્મ દુશ્મનની સબમરીન કેજે જાસૂસી કરી રહી હતી અને તેનો ટાર્ગેટ આપણી આઈએનએસ વિક્રાંત હતી પરંતુ એ સબમરીન તેના ટાર્ગેટ પર હુમલો કરે તે પહેલાં જ તેને નષ્ટ કરી દેવામાં આવી હતી. આખું ફિલ્મ બહુ સરસ રીતે આ ઘટનાને બતાવે છે.
Holiday
2014માં રિલીઝ થયેલી આ ફિલ્મ અક્ષયકુમાર અભિનીત હતી. અને અક્ષય કુમારે આ ફિલ્મમાં એક સોલ્જર તરીકે જબરદસ્ત અભિનય કર્યો હતો. આ ફિલ્મમાં પણ સેનાના એક જવાનની બહાદુરી વિશે વાત કરવામાં આવી છે જે દેશને બચાવવા માટે પોતાની જાન જોખમમાં નાખતાં પહેલાં વિચારતા પણ નથી.
LOC Kargil
આ ફિલ્મ 2003માં રીલિઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ ની મુખ્ય ભૂમિકામાં ઘણા મોટા કલાકારો હતા જેમાં અજય દેવગણ, સુનીલ શેટ્ટી, અક્ષય ખન્ના વગેરે સહિત ઘણા અભિનેતાઓ હતા. આ ફિલ્મમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા કારગિલ યુદ્ધ વિશે જણાવાયું છે, હાલ પણ આ ફિલ્મ ના ચાહક વર્ગ ઘણા લોકો છે.
Lakshya
રિતિક રોશન, પ્રીતિ ઝિન્ટા તેમજ અમિતાભ બચ્ચન જેવા અભિનેતાઓને લઈને બનાવવામાં આવેલી આ ફિલ્મ 2004માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પણ ભારતીય સેના ઉપર બનાવવામાં આવી હતી જેના ઘણા દર્શકોએ વખાણ કર્યા હતા.
URI: The Surgical Strike
આ ફિલ્મ ને હમણાં જ આ વર્ષે એટલે કે 11 જાન્યુઆરી 2019એ રિલીઝ કરવામાં આવી હતી. 2016માં ભારત ઉપર થયેલા હુમલા પછી ભારતે તેનો બદલો સર્જીકલ સ્ટ્રાઈક કરીને લીધો હતો, જે સ્ટ્રાઈક POK મા કરવામાં આવી હતી. આ સર્જીકલ સ્ટ્રાઈક ને આ ફિલ્મ મા બતાવવામાં આવી છે. આ ફિલ્મને પણ દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. તેનો ડાયલોગ હાવ ઈસ ધ જોશ પણ ખૂબ ફેમસ થયો હતો. અને આ ફિલ્મ ઘણા થિયેટરોમાં હજુ પણ ચાલુ છે, જો તમે હજુ સુધી ન જોઈ હોય તો અચૂક જોવા જેવી ફિલ્મ છે.
Border
1997 માં રિલીઝ થયેલી આ ફિલ્મ લગભગ જ કોઈ એવો ભારતીય હશે જેને ન જોઇ હોય. જણાવી દઈએ કે આ ફિલ્મ બોલિવૂડની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મો માં ની એક છે. આ ફિલ્મની મુખ્ય ભૂમિકામાં સુનીલ શેટ્ટી, અક્ષય ખન્ના, સની દેઓલ, જેકી શ્રોફ જેવા ઘણા કલાકારો નજરે આવ્યા હતા. આ ફિલ્મ 1971 માં થયેલા ભારત પાકિસ્તાન ના યુધ્ધ ઉપર આધારિત છે.
આ બધી ફિલ્મોમાં થી તમારી ફેવરિટ ફિલ્મ કઈ છે તે નીચે કમેન્ટમાં જણાવજો.