ગૂગલ દર વર્ષે એક યાદી બહાર પાડે છે જેમાં સૌથી વધુ થયેલા સર્ચ માંથી ટોપીક અલગ પાડીને યાદી બહાર પાડે છે, જેમ કે આ વર્ષે સૌથી વધુ સર્ચ થયેલા ગીતો નું લિસ્ટ પણ બહાર પડાયું હતું એવી જ રીતે ફિલ્મ તેમજ પર્સનાલિટી વિશે પણ જણાવાયું હતું. ચાલો જાણીએ કે પર્સનાલિટીમાં એટલે કે એક વ્યક્તિ તરીકે કોણે આ લિસ્ટ માં બાજી મારી છે.
10) Boney Kapoor
શ્રીદેવીના પતિ અને એક્ટર, પ્રોડ્યુસર બોની કપૂર આ વર્ષે સૌથી વધુ સર્ચ થયેલા 10 લોકોની યાદીમાં સામેલ થયા હતા. જોકે આ વર્ષે તેની પત્નીનું નિધન થતાં પણ તેઓ ઘણા ચર્ચામાં હતા.
9) Anup Jalota
અનુપ જલોટા આ વર્ષે તેના ભજનને લઈને ચર્ચામાં હતા પરંતુ તેના bigg boss મા થયેલી ઘટનાઓને લઈને પણ વધુ ચર્ચામાં હતા, અને આમ તેઓ સૌથી વધુ સર્ચ થયેલા માણસોની સૂચિમાં નવમું સ્થાન મેળવ્યા હતા.
8) Meghan Markle
પ્રિન્સ હેરી સાથે જેને વર્ષ 2018 માં લગ્ન કર્યા તે મેગન માર્કલ પણ આ યાદીમાં સામેલ થયા હતા, આ લગ્ન પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. ભલે લગ્ન વિદેશમાં થયા હોવા છતાં ભારતમાં પણ આની ઘણી ચર્ચા થઈ રહી હતી.
7) Salman Khan
સલમાન ખાન બોલિવૂડના જાણીતા ચહેરા બની ચૂક્યા છે, તેમજ આ વર્ષે તેની ફિલ્મોને લઈને પણ તેઓ ચર્ચામાં રહ્યા હતા. ખાસ કરીને રેસ થ્રી આવવાની હોય તેઓ ઘણા ચર્ચામાં હતા.
6) Sara Ali Khan
સૈફ અલી ખાનની દીકરી અને હાલમાં જ બની ચુકેલી અભિનેત્રી સારા અલી ખાન પણ આ વર્ષે આ સ્થાન પામી છે, જણાવી દઈએ કે તેને કેદારનાથથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે અને ટૂંક સમયમાં જ તેની બીજી ફિલ્મ પણ આવી રહી છે જેમાં તેની સાથે રણવીર સિંઘ પણ જોવા મળશે.
5) Anand Ahuja
અનિલ કપૂરની દીકરી સોનમ કપૂરના જેની સાથે લગ્ન થયા તે આનંદ આહુજા એક મોટા બિઝનેસમેન છે, તે પણ આ વર્ષે ચર્ચામાં રહ્યા હતા. ખાસ કરીને સોનમ સાથે લગ્ન કર્યા પછી તેઓ ઘણા ચર્ચામાં રહ્યા હતા.
4) Priyanka Chopra
આ વર્ષે બોલિવુડની અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ ઘણી બાબતોને લઈને લાઈમલાઈટમાં રહી હતી, એટલે જ તે આ યાદીમાં ચોથા નંબરે સ્થાન પામી હતી.
3) Sapna Choudhary
જણાવી દઈએ કે સપના ચૌધરી નું નામ તમે કદાચ પહેલી વાર સાંભળ્યું હોય તો, આ વ્યક્તિ ડાન્સ પરફોર્મર છે અને આ વર્ષે તે ઘણી ચર્ચામાં રહી હતી. માટે જ ગૂગલમાં કદાચ તેના નામને આટલું બધું સર્ચ કરવામાં આવ્યું હશે.
2) Nick Jonas
પ્રિયંકા ચોપરાના પતિ બની ચૂકેલા નિક જોનાસ પણ આ વર્ષે ખૂબ ચર્ચામાં રહ્યા હતા, ખાસ કરી ને બંનેના સંબંધની અફવાઓ તેમજ તેના લગ્નને લઈને તેઓ મીડિયામાં તેમજ ગૂગલમાં ચર્ચાનો વિષય રહ્યા હતા માટે તેને આ યાદીમાં બીજું સ્થાન મળ્યું હતું.
1) Priya Prakash Varrier
પ્રિયા પ્રકાશ વરિયર પણ આ વખતે આંખ મારીને ચર્ચા નો વિષય બની ગઈ હતી. ગત વર્ષે ફેબ્રુઆરીમાં તેનો વિડિયો વાઇરલ થયો હતો જેથી તેને ખૂબ નામના પણ મળી હતી અને ધડાધડ ઇન્સ્ટાગ્રામના ફોલોવર પણ વધ્યા હતા. એક આશ્ચર્યજનક વસ્તુ કહી શકાય કે એક સામાન્ય અભિનેત્રી જેને કોઈ તેના ફિલ્મ ઇન્ડસ્ટ્રી સિવાય ઓળખતું ન હતું તેને ભારત ભરમાં આટલી નામના મેળવી તેમજ સાથે સાથે આ વરસમાં તેનાથી વધુ કોઈ એ હદે લોકપ્રિય ન થયા કે સૌથી વધુ સર્ચ થયેલી આ યાદીમાં તેને પાછળ ધકેલી શકે.
તમારા આ લીસ્ટ આ લીસ્ટ જોઈને શું મંતવ્ય છે તે નીચે કમેન્ટ કરજો, આવી જ પોસ્ટ વાંચતા રહેવા આપણું પેજ અવશ્ય કરજો. તેમજ રોજ અવનવા જોક્સ થી લઈને પ્રેરણાદાયક સુવિચારો મેળવવા માટે આપણું facebook ગ્રુપ પણ જોઈન કરી શકો છો.