Site icon Just Gujju Things Trending

ક્રિસ ગેલ ના નામે છે આ 4 IPL રેકોર્ડ જેને લગભગ કોઈ તોડી નહીં શકે, નંબર 3 છે અશક્ય બરાબર

વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી ક્રિસ ગેલ વિશે લગભગ બધા લોકો જાણતા હશે, ક્રિકેટ જગતમાં અમુક નામ એવા હોય છે જેને કોઈ પરિચય આપવાની જરૂર હોતી નથી, એવું જ એક નામ ક્રિસ ગેલ નો પણ છે. તેને પોતાની તોફાની બેટિંગ કહો કે સુપર સીક્સ પરંતુ દર્શકો ના દીલ જીતી લીધા છે. 2008માં આઈપીએલમાં ડેબ્યુ ઇનિંગ રમીને હાલ તેઓ 11માં વર્ષે ipl રમી રહ્યા છે.

આ અગિયાર વર્ષમાં તેને અમુક એવા રેકોર્ડ રોકી દીધા છે જે લગભગ હજુ સુધી કોઈ તોડી શક્યું નથી અને કદાચ એવું પણ બને કે આ રેકોર્ડ કોઈ તોડી પણ ન શકે.

પહેલા રેકોર્ડની વાત કરીએ તો તેને આઇપીએલ ની કારકિર્દીમાં સૌથી વધારે સેન્ચુરી મારી છે, તેનો રેકોર્ડ 6 સેન્ચ્યુરી નો છે. જણાવી દઈએ કે આઈપીએલમાં તે ૧૧ વર્ષથી રમે છે. પરંતુ most ipl સેન્ચ્યુરી નો રેકોર્ડ હજુ તેના નામે જ બોલે છે. આને હજુ સુધી કોઈએ તોડ્યો નથી.

આઈપીએલમાં એવી રીતની કોમ્પિટિશન હોય છે કે દરેક ટીમ પોતાનું સર્વશ્રેષ્ઠ પરર્ફોર્મન્સ આપે છે, અને દરેક ખેલાડી સૌથી વધુ ઝડપથી રન બનાવવા માટે કોશિશ કરતો હોય છે. પરંતુ ક્રિસ ગેલની વાત કરીએ તો આ ખેલાડીએ પોતાના નામે એવો એક રેકોર્ડ બનાવ્યો છે જે હજુ સુધી તૂટ્યો નથી, તેને આઇપીએલમાં સૌથી વધારે ઝડપથી 4000 રન પૂરા કર્યા છે. આ રેકોર્ડ પણ તોડવો તે સહેલી વાત નથી.

ત્રીજા રેકોર્ડની વાત કરીએ તે પહેલા જણાવી દઈએ કે આપણે બધા ક્રિસ ગેલ નામ સાંભળ્યા ત્યારે તેની તોફાની બેટિંગ અને તેની સિક્સરો યાદ આવે છે, આ રેકોર્ડ તેની સિક્સરો માટે જ છે. પોતાની આઇપીએલ કારકિર્દી માત્ર માં તેને સૌથી વધુ એટલે કે 300 થી પણ વધુ સીક્સ મારી છે. અને સાથે સાથે તેઓ આઇપીએલના પહેલા એવા ખેલાડી છે જેને 300 સિક્સ મારી છે. આ રેકોર્ડ તોડવો એ લગભગ અશક્ય છે કારણકે હજુ સુધી બીજા ખેલાડીઓ એટલા બધા પાછળ છે કે અમુક જ ખેલાડીઓ 200 ના આંકડા સુધી માંડ પહોંચ્યા છે. એવામાં પ્રથમ બલ્લેબાજ તરીકે પોતાનું નામ કાયમ કરી નાખ્યું છે.

તેને આઇપીએલની કારકિર્દીમાં માત્ર 66 બોલ મા 175 રન આઉટ થયા વગર કરી નાખ્યા હતા. આ રેકોર્ડ પણ હજુ તેના નામે જ છે, જ્યાં સુધી બીજો કોઈ ખેલાડી તેના આ મહત્તમ રનના રેકોર્ડને તોડી નાંખે.

જણાવી દઇએ કે આ તમને આખી ચોપડી માંથી થોડા પાના જણાવ્યા જ બરાબર છે, કારણકે તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણા એવા રેકોર્ડ બનાવ્યા છે જેને તોડવાની હિંમત બહુ ઓછા ખેલાડીમાં હશે.

એવો જ એક રેકોર્ડ કરીએ તો ભારતીય ખેલાડી યુવરાજ સિંહ કે જેને માત્ર 12 બોલ રમી ને હાફ સેન્ચ્યુરી કરી હતી તેની બરાબરી માં ગેલ એ પણ આ જ રેકોર્ડ બનાવ્યો હતો.

આ આઈપીએલમાં તમારો સર્વશ્રેષ્ઠ ખેલાડી કોણ છે તે નીચે કમેન્ટમાં જણાવજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version