બધા લોકો નું માનવું હોય છે કે એક સ્ત્રીની એન્ટ્રી થવાથી પુરુષ ની ઘણી આદતોમાં બદલાવ આવી જાય છે. ખાસ કરીને લગ્ન કર્યા પછી પુરુષોને ગણે આદતમાં ફેરફાર જોવા મળે છે. પરંતુ જણાવી દઈએ કે પુરુષોમાં અમુક વાતો એવી હોય છે જે કોઈ સ્ત્રી બદલી શકતી નથી. એ ચાહે ગમે તેટલી કોશિશ કરી લે તો પણ પુરુષ માથી જતી હોતી નથી. લગભગ જ કોઈ એવો પુરુષ હોય છે જેને આ આદતો હોતી નથી.
અને તેની આદત તો લગ્ન કર્યા પછી પણ બરકરાર રહે છે, પત્ની તેને કદાચ આ તેઓ છોડાવવાની કોશિશ કરે તો પણ આ તો તેની લગભગ જ છૂટે છે. ચાલો જાણીએ આવી આદતો વિશે
એક તો દરેક છોકરાને કે પુરુષ ને પૂછો તો તેના શોખ માં ક્રિકેટ નો સમાવેશ થાય થાય અને અચૂક થાય જ. કદાચ લગ્ન પછી તે પત્ની દરેક વાત માનવા તૈયાર થઈ જાય પરંતુ ક્યારેક મેચ હોય અને ખાસ કરીને ભારત પાકિસ્તાન જેવા મેચ હોય તો તે કોઈની વાત માનતો નથી અને તેને ક્રિકેટનો ખૂબ શોખ હોવાને કારણે ક્રિકેટને તેઓ છોડી શકતા નથી.
આ સિવાય દરેક પુરુષમાં એક બીજી પણ આદત હોય છે કે જ્યારે તેના લગ્ન થઈ જાય ત્યારે તેની પત્નીને તે તેની મા સાથે સરખાવતો હોય છે, એટલે કે તેની પત્નીની તે તેની મા સાથે તુલના કરતો હોય છે. અને ખાસ કરીને ખોરાકની વાત કરીએ તો તે ઘણી વખત કહી દે છે કે એની મમ્મી જેવું સ્વાદિષ્ટ ખાવાનું એની પત્ની ન બનાવી શકે.
ઘણી વખત જો પુરુષને ખોટું બોલવાની આદત હોય તો. આ આદત એવી છે કે તેને ગમે તેવું છોડાવવાની કોશિશ કરીએ તો પણ તે છૂટે જ નહીં. પુરુષ પોતાની પત્નીને ખુશ રાખવા માટે પણ ખોટું બોલવા તૈયાર થઈ જતો હોય છે, તો ક્યારેક વધુ પડતી લડાઈ ન થાય એટલા માટે પણ તે ખોટું બોલતા હોય છે.
ઘણી વખત જો પુરુષના કોઈ નશાની આદત હોય એટલે કે પાન માવા કે ધૂમ્રપાનની આદત હોય તો આ આદત બહુ ઓછા પુરૂષો મૂકે છે. પત્ની તેની આ આદતને લઇને ગમે તેટલી વાર ટોકે તો પણ તેની આ આદત બહુ ઓછા લોકો મૂકી શકે છે. આ આદત મૂકવી અઘરી છે પણ અશક્ય નથી. આથી આવી આદતો કોઈ પુરુષ ન કરવી જોઈએ.