વર્ષ 2018 બોલિવૂડ માટે ફિલ્મો માટે ભલે જોઈએ તેટલું સારું ન રહ્યો કારણ કે ટોચની ફિલ્મો પણ જોઈએ તેટલી સફળ થઈ શકી નહીં. જ્યારે નાના અભિનેતાઓને લઈને બનાવેલી ફિલ્મ અલગ નામના મેળવીને સફળ થઈ. જેમકે અંધાધૂંધ, બધાઈ હો જેવી આયુષમાન ખુરાના ની ફિલ્મ આ વર્ષે સફળ રહી.
બોલીવૂડ ફિલ્મોની સાથે બોલીવૂડ લગ્ન પણ એટલા થયા, પરંતુ હાલમાં જ જ્યારે ઇશા અંબાણી ના લગ્ન કરવામાં આવ્યા ત્યારે બધા બોલીવુડ લગ્ન પણ તેની સામે જાગતા હતા, એટલા બધા રૂપિયાનો ખર્ચો કરીને લગ્ન કરવામાં આવ્યા હતા. અને તેના લગ્ન ચર્ચામાં પણ એટલા જ રહ્યા હતા, એ પછી મોટા સેલેબ્સ બેકગ્રાઉન્ડ ડાન્સર બનીને ના હોય કે પછી અમિતાભ જેવા દિગ્ગજો એ ભોજન પીરસ્યું હોય પરંતુ આ લગ્નમાં ઘણી બધી વસ્તુઓ ચર્ચામાં રહી હતી.
દિગ્ગજ અભિનેતાઓને પીરસતા જોઈને સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડાવવામાં આવી હતી પરંતુ પાછળથી અભિષેક બચ્ચન એ કહ્યું હતું કે આ એક ભારતીય પરંપરા છે.
એવી જ રીતના હમણાં એક નવો ખુલાસો થયો છે કે ઇશા અંબાણી ના લગ્ન માં જે ફોટોગ્રાફર ફોટા લીધા છે તેને હમણાં જ એક ખુલાસો કર્યો છે. આ લગ્નમાં લગભગ દરેક વસ્તુઓ ખાસ હતી, એટલે ફોટોગ્રાફર તરીકે પણ એક વિશેષ ફોટોગ્રાફરને કામ સોંપવામાં આવ્યું હતું. અને ફોટોગ્રાફરે કહ્યું હતું કે આ લગ્નમાં તેને લગભગ 120000 થી પણ વધુ ફોટા ખેંચ્યા છે. અને તેને જણાવ્યું હતું કે આવા લગ્ન તેને સપનામાં પણ ક્યારેય જોયા ન હતા.
કોણ છે આ ફોટોગ્રાફર?
જણાવી દઈએ કે ફોટોગ્રાફર નું નામ વિવેક છે. વિવેકે મીડિયા સાથે વાતચીતમાં લગ્ન સાથે જોડાયેલા ઘણા રહસ્યો જણાવ્યા હતા, અને વિવેક જ નહિ પરંતુ દરેક લોકો માટે આ લગ્ન એક સપના જેવા હતા.
ફોટોગ્રાફરે આગળ જણાવ્યું હતું કે તેને આ લગ્નને લઈને જૂન મહિનામાં જણાવવામાં આવ્યું હતું, પરંતુ એને ખબર ન હતી કે આ કોના લગ્ન છે. એટલું જ નહીં, વિવેક એ જણાવ્યું હતું કે તેને એ પણ ખબર ન હતી કે તે ફોટોગ્રાફર માં સિલેક્ટ થયો છે કે કેમ. વિવેક એ જણાવ્યું કે આ લગ્ન માટે ફોટોગ્રાફર નક્કી કરવા માટે એક માણસ તેની પાસે આવ્યો હતો, અને તેને લીધેલી તસવીરો ના સેમ્પલ જોઈને તેને કહ્યું હતું કે 1 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી વિવેક કોઈ કામ ન રાખે.
ત્યાં સુધી કે તેને ડિસેમ્બરની શરૂઆતમાં ખબર પડી કે તેને અંબાણી પરિવાર નું એક ફંકશન શૂટ કરવાનું છે.
આ સિવાય વિવેકે જણાવ્યું હતું કે તેના સહિત તેની ટીમે આ લગ્ન માટે બીજી ડિસેમ્બરથી જ ફોટા પાડવાના શરૂ કરી દીધા હતા, જ્યારે બીજી ડિસેમ્બરે ઇશાન વાસ્તુપૂજા હતી અને અને પછી તેઓ થોડા દિવસ પછી ઉદયપુર ગયા હતા, જ્યાં બહુ બધી તસવીરો લીધી હતી. આ સિવાય લગ્ન પહેલા દરેક નાના નાના પ્રસંગમાં તેઓએ લગભગ દરેક પળો ની તસ્વીરો લીધી હતી. અને આ તસવીરો સાચવવા માટે તેને 30TB હાર્ડ ડિસ્ક ની જરૂર પડી હતી, જે સાંભળીને જ લોકો આશ્ચર્ય ચકિત થઇ જાય.
એક લાખથી પણ વધુ ફોટા જે લગ્નમાં પડ્યા હોય, તે લગ્ન કેટલા વિશાળ હશે તેની કલ્પના કરી શકાય છે.