આઇપીએલમાં અત્યાર સુધી જે આઈપીએલ ના મેચ રમાયા છે, તે બધી સિઝનમાં દર સીઝનમાં ફિલ્ડિંગ બેટિંગ અને બોલિંગમાં આ ત્રણે પરિબળો નું મહત્વ પહેલાની સીઝન કરતાં ખૂબ જ વધુ થતું ગયું છે, અને ખેલાડીઓ પણ આ સીઝન માંથી એવા જ ઉત્સુક જણાઈ રહ્યા છે.
જો વાત કરવામાં આવે ફિફ્ટી ફટકારનારાઓની તો આ વર્ષે ઘણા બેટ્સમેન આ સૂચિમાં પોતાનું નામ નોંધાવી ચૂક્યા છે, પરંતુ સૌથી ઝડપી 50 રન બનાવવાની વાત આવે તો તેમાં બહુ ઓછા નામ સામે આવે છે. ખાસ કરીને 25થી પણ ઓછા બોલમાં એટલે કે ૨૦૦થી પણ વધુ સ્ટ્રાઈક રેટ પર રન બનાવવા તે સહેલી વાત નથી.
આ સૂચિમાં ઘણા નામ અંકિત થઇ ચુક્યા છે, થઈ ચૂક્યા છે ચાલો જાણીએ નામ વિશે.
Andre Russell
આ વર્ષે અને લગભગ દરેક વર્ષે જેની વિસ્ફોટક બેટિંગ આપણને કાયમ જોવા મળી છે તેવા વેસ્ટ ઈન્ડિઝના આ સ્ટાર ક્રિકેટર એ પણ આ વર્ષે માત્ર 23 બોલ રમી ને 50 રન પૂરા કર્યા હતા. આ વર્ષે પહેલેથી જ તેઓ ઘણા ફોમમાં રહ્યા છે અને તેઓની વિસ્ફોટક બેટિંગ કાયમ જોવા મળી છે. તેઓનું નામ 5 માં ક્રમાંક પર છે.
Pollard
ઉપર જે નામ લીધું તેની સાથે જ આ નામ લેવું પડે, કારણ કે બંને એક દેશના ખેલાડીઓ છે. અને બંને આ વર્ષે ફોર્મમાં પણ છે તેમજ ખૂબ જ વિસ્ફોટક બેટિંગ કરવા માટે બંને બેટ્સમેન જાણીતા છે. જણાવી દઈએ કે આ વર્ષે આ બેટ્સમેને માત્ર ૨૨ બોલ રમી ને પોતાના 50 રન પુરા કર્યા હતા.
Andre Russell
જણાવી દઈએ કે 5 માં ક્રમાંક પછી આજ નામ ફરી પાછુ ત્રીજા ક્રમાંક પર પણ જોવા મળે છે, કારણકે તેને બેંગલોર વિરુદ્ધ રમેલા મેચમાં માત્ર 21 બોલમાં અર્ધશતક ફટકાર્યું હતું. એટલે જ આ સૂચિમાં તેનું સ્થાન ત્રીજા પર પણ છે.
Rishabh Pant
આ સૂચિમાં બીજા નંબરનું સ્થાન ભારતના જ ક્રિકેટર રિષભ પંત નો છે, જણાવી દઈએ કે આ બેટ્સમેન પણ પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા છે. અને તેને મુંબઈ વિરોધ માત્ર ૧૮ બોલ રમી ને પોતાનું અર્ધશતક પૂરું કર્યું હતું.
Hardik Pandya
છેલ્લા કેટલાક મહિનાઓથી આ ક્રિકેટર કાયમ ચર્ચામાં રહ્યો છે, અને આઈપીએલ શરૂ થયા પછી ગુજરાત મૂળના આ ક્રિકેટર એ ગુજરાત સહિત આખા ભારતનું નામ જાણે વિશ્વભરમાં રોશન કર્યું હોય તેવું લાગી રહ્યું છે કારણકે તેની બેટિંગ અને તેનું ફોર્મ જોતા એવું લાગી રહ્યું છે કે વર્લ્ડ કપમાં તે ઘણા જાદુ કરવાના છે. જણાવી દઇએ કે આ સૂચિમાં તેનું પહેલા નંબરે સ્થાન છે, તેને માત્ર 17 બોલમાં પોતાના અર્ધશતક પૂરું કર્યું હતું. જણાવી દઈએ કે તેને કોલકાતા વિરુદ્ધ રમેલ ઇનિંગ્સમાં માત્ર 34 બોલ મા 91 રન ફટકાર્યા હતા. અને જે મેચ ખૂબ જ દૂર લાગી રહ્યો હતો તેને ઘણો નજીક લઈ આવ્યા હતા.
આ સૂચિમાં તમારો ફેવરિટ ક્રિકેટર કોણ છે તે કમેન્ટમાં જણાવજો.