Site icon Just Gujju Things Trending

સાસુ સસરા એ ઇશા અંબાણી ને આપી આ અનોખી ભેંટ, કિંમત જાણીને દંગ રહી જશો

ભારતના સૌથી મોટા બિઝનેસ ટાયકૂન અને ગૌરવવંતા ગુજરાતી મુકેશ અંબાણીની એક ની એક દીકરીના લગ્ન હમણાં આનંદ પીરામલ સાથે થયા. આ લગ્નમાં આપણા ગુજરાતમાં જે રીતના કહેવાય છે તે રીતની વાત કરીએ તો મુકેશભાઈ એ પાણીની જેમ પૈસા વાપર્યા છે. એટલે કે હજારો કરોડો રૂપિયા વાપર્યા છે. આ લગ્નમાં શામેલ થવા માટે બોલીવૂડની કેટલીક હસ્તીઓ આવી હતી, જેઓએ લગ્નમાં તેમજ પ્રિ વેડિંગ સેલિબ્રેશન માં ચાર ચાંદ લગાવી દીધા હતા.

જણાવી દઈએ કે મુકેશ અંબાણી પોતાની દીકરી ના લગ્ન જેની સાથે કરાવ્યા છે એ પણ ઓછી હસ્તી નથી, આનંદ પીરામલ પોતે પણ અરબો રૂપિયા ના માલિક છે. અને પિરામલ ઇન્ડસ્ટ્રીઝ નામનું એમ્પાયર તેમના નામે છે. અને આનંદ પણ પોતાના માતા-પિતાના એકના એક દીકરા હોવાથી તેના લગ્ન માં કોઈ કસર બાકી રાખી નથી.

અને આનંદ ના પિતા અજય પીરામલ અને તેની પત્ની ઈશા અંબાણીના ખાસ ગિફ્ટ આપે છે, જેમાં આપણા જેવા સામાન્ય માણસો એ ભેટની રકમ માં ઝીરો પણ ગણતા રહી જાય. કેટલી મોંઘી ભેટ છે.

12 ડિસેમ્બરે એટલે કે ગઈ કાલે તેઓના લગ્ન સંપન્ન થયા, અને તેના લગ્નમાં બોલીવુડથી માંડીને ઇન્ટરનેશનલ ઘણી હસ્તીઓ આવી હતી. આ સૌની વચ્ચે ખબર આવી રહી છે કે અજય પિરામલ એ પોતાના દીકરાને અને પોતાની વહુ ના રહેવા માટે એક બંગલો ગિફ્ટમાં આપ્યો છે, જેની કિંમત લાખોમાં નહીં પરંતુ કરોડોમાં છે. જી હા આ બંગલાની કિંમત 452 કરોડ રૂપિયા છે.

કહેવાય રહ્યું છે કે મુંબઈમાં સ્થિત આ બંગલામાં ઈશા અને આનંદ લગ્ન પછી રહેવા શિફ્ટ થશે અને ત્યાં જ પોતાના નવા જીવનની શરૂઆત કરશે. જણાવી દઈએ કે આ ભેટ હવે તો દરેક લોકોને ખબર છે પરંતુ અંબાણી અને પિરામલ પરિવારો માટે આ ખર્ચો મામૂલી કહેવાય, જણાવી દઈએ કે ઇશા અંબાણી પોતે પણ એક સકસેસફૂલ બિઝનેસ વુમન છે. અને લગ્ન પછી પણ તે રિલાયન્સ જીઓ માટે કામ કરતી રહેશે. અને આથી તેના પતિને પણ કોઈ જાતનો વાંધો નથી.

એવું શું છે ખાસ આ ભેંટમાં

જણાવી દઈએ કે આ બંગલો પહેલેથી જ ખાસ છે, પહેલા આ બંગલો હિન્દુસ્તાન યુનીલીવર ના હક માં હતો પરંતુ 2012 માં piramal group એ આને 452 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે આ બંગલાના માલિક ઇશા અંબાણી અને આનંદ પીરામલ થશે અને પાંચ માળના આ વૈભવશાળી બંગલામાં પોતાની નવા જીવનની શરૂઆત કરશે.

આ બંગલો 50 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે, સમુદ્ર કિનારે આવેલા બંગલા ને બનાવવામાં પંદરસો મજુરોએ દિવસ-રાત મહેનત કરી હતી. અને બંગલાની અંદર સફેદ માર્બલ નું જ કામ કરવામાં આવ્યો છે. આ સિવાય પણ આ બંગલામાં ઘણી વિશેષતાઓ રહેલી છે, એમ કહીએ કે આ નવયુગલ માટે આ બંગલો મહેલથી ઓછો નથી તો પણ ચાલે.

તમને આ પોસ્ટ પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો અને રોજ નવી પોસ્ટ મેળવવા માટે આપણું પેજ લાઈક કરજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version