Site icon Just Gujju Things Trending

એક એવો ફોન જેમાંથી વાત કરી શકાય છે મૃત પરિજનો સાથે, હજારો લોકો કરી ચૂક્યા છે વાત

મૃત્યુ અટલ છે. એટલે કે એને ટાળી નથી શકાતું. અને મૃત્યુ થયા પછી તેની દુનિયા અલગ હોય છે, કે આ જ દુનિયામાં રહે છે. આ વાત કોઈ સચોટ રીતે જાણતું હોતું નથી. એવી જ રીતના આ દુનિયામાં ઘણા એવા સમજી ન શકાય તેવા રહસ્યો છે જેને સમજવા જઈએ તો આપણું વિજ્ઞાન ટુંકુ પડે.

એવી જ એક વાત છે જાપાનના ટેલિફોન બૂથ વિશેની. આ એક એવો ટેલિફોન બૂથ છે જ્યાં લોકોનું એવું માનવું છે કે લોકો પોતાના મૃત પરિજનો સાથે વાત કરી શકે છે. પહેલી વખત જ્યારે આપણે વાંચીએ ત્યારે આપણને આશ્ચર્ય થાય તે સ્વાભાવિક બાબત છે પરંતુ આ હકીકત ની વાત છે અને એવું કહેવાય છે કે આજ સુધીમાં લગભગ 10000 થી પણ વધુ લોકો આ ટેલિફોન બૂથ ની મુલાકાત લઈને પોતાના મૃત પરિજનો સાથે વાત કરી ચૂક્યા છે.

હકીકતમાં આ ટેલિફોન જાપાનમાં આવેલો છે. જાપાનના એક શહેરમાં દરિયાકિનારે આ સ્થિત ટેલિફોનમાં જે શકશે અને બનાવ્યો હતો તે જ આ બુથની દેખરેખ કરે છે. જણાવી દઇએ કે આ ટેલિફોન બૂથ કબ્રસ્તાન માં બનેલો છે.

આ ટેલિફોન બૂથ બન્યા પછી એક નાનકડો બાળક દરરોજ પોતાના મૃત દાદાજી સાથે કરવા માટે આવતો હતો. કહેવાય છે કે વર્ષ 2015માં આવેલા સુનામી તેના દાદાજીની મૃત્યુ થઈ હતી. અને બાળકનો એવો દાવો છે કે તે તેના દાદાજી સાથે વાત કરી શકે છે.

ધીરે-ધીરે આ વાત આશ્ચર્યજનક હોવાથી આસપાસના વિસ્તારોમાં ફેલાવા લાગી. અને જેણે આ ટેલિફોન બૂથ બંધાવ્યો તેને પણ પોતાના ભાઈ સાથે વાતચીત કરી હતી, તેના ભાઈ પણ સુનામી માં મૃત્યુ પામ્યા હતા.

જ્યારે સુનામી આવી અને તેના ભાઈ નો ભોગ લેવાયો ત્યાર પછી તે અંદરથી તૂટી ચૂક્યા હોવાથી તેને આ તેના ભાઈ ની યાદમાં ટેલિફોન બૂથ લગાવ્યો હતો. અને ત્યાર પછી તેને જ્યારે પણ ભાઈની યાદ આવે ત્યારે ટેલિફોન બૂથ પર આવીને ફોન કરે છે.

અને આશરે ત્રણ વર્ષમાં લગભગ આ ટેલિફોન બૂથ પર 10000 થી પણ વધુ લોકો આવી ચૂક્યા છે અને પોતાના મૃત પરિજનો સાથે વાત કરવાનો દાવો પણ કરે છે. હવે હકીકતમાં જોવા જઈએ તો આ તે લોકોનો ભ્રમ છે કે સત્ય હકીકત. તે હજી સુધી સમજી શકાયું નથી. અને કદાચ સમજી પણ નહિ શકાય. કારણકે આ દુનિયામાં અસંખ્ય એવી વસ્તુઓ છે જે માણસની સમજની બહાર છે, અને વિજ્ઞાન પણ એને સમજી શક્યું નથી.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version