૩૧ ડિસેમ્બરે સાંજે છ વાગે કેનેડાના સમય અનુસાર એક સમયના મશહૂર અભિનેતા અને કોમેડિયન કાદરખાન નુ અવસાન થયું હતું અને આની પુષ્ટિ તેના દીકરાએ પણ કરી હતી. કાદરખાન ને સંતાનમાં બે દીકરાઓ છે. જણાવી દઈએ કે કાદરખાન ઘણા લાંબા સમયથી બીમાર રહેતા હતા. અને તેઓ ઘણા અઠવાડીયાથી હોસ્પિટલમાં દાખલ થયેલા હતા.
ત્યારબાદ અચાનક તેને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા હતા, બાદમાં કોમામાં જતા રહ્યા હતા. ત્યાર પછી તેઓનું અવસાન થયું હતું. અને બોલિવૂડ હસ્તીઓ થી માંડીને રાજનૈતિક ઘણા લોકોએ તેને શ્રધ્ધાંજલિ પણ આપી હતી. અને કાદરખાન ને ખોવાનું દુઃખ આખા બોલીવુડ એ વ્યક્ત કર્યું હતું.
ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેઓ પોતાને ઘણા સમયથી એકલા મહેસુસ કરી રહ્યા હતા. કારણકે તેને બોલિવૂડમાં આટલા વર્ષો વિતાવ્યા પછી પણ તેની સાથે જેવો હતા તે કોઈ બોલિવૂડના હતા નહીં. કાદર ખાને પોતાની કારકિર્દી દરમ્યાન ૩૦૦ થી પણ વધુ બોલિવૂડ ફિલ્મોમાં અભિનય કર્યો હતો, અને માત્ર અભિનય જ નહીં પરંતુ તેઓ એટલા જ ઉમદા લેખક પણ હતા. અને તેને પોતાની જિંદગીમાં ઘણા પૈસા પણ કમાયા હતા સાથે-સાથે તેને બોલિવૂડમાં ઘણી ઈજ્જત પણ મેળવી હતી.
કાદરખાન પાસે નેટ વર્થ તરીકે એટલે કે તેઓની કુલ સંપત્તિ 65 કરોડથી પણ વધુ છે જેના તેઓ માલિક હતા. અને પોતાના ગયા પછી તેઓ આ સંપત્તિ તેમના બંને સંતાન માટે મૂકી ગયા છે. અને આ બધી સંપત્તિ તેઓને પોતાના ફિલ્મો ના પ્રોજેક્ટમાંથી મળી હતી. એટલે કે તેઓએ ૩૦૦ થી પણ વધુ ફિલ્મમાં કામ કર્યું છે, ઘણા ફિલ્મો માટે ડાયલોક પણ લખ્યા છે અને પોતે આખી ફિલ્મો પણ લખી છે. અને તેના જમાનામાં તેઓએ એક થી એક બ્લોકબસ્ટર ફિલ્મો આપી હતી.
ઘણી વખત એવું પણ બન્યું છે કે કાદરખાન એ હદે લોકપ્રિય થઇ ગયા હતા કે ફિલ્મના પોસ્ટરમાં હીરો અને હિરોઈન ની જગ્યા પર કાદરખાન ની તસ્વીરો લાગતી હતી. અને માત્ર તેના અભિનયને જોવા માટે પણ લોકો ફિલ્મ જોવા જતા હતા. અને કાદર ખાને પોતાના અભિનયથી લોકોને પૂરેપૂરું મનોરંજન પૂરું પાડ્યું હતુ.