Site icon Just Gujju Things Trending

બોલીવુડ ના અભિનેતા કાદર ખાન નું નિધન, બિગ બી થી માંડી આવા લોકોએ આપી શ્રદ્ધાંજલિ

આજે બોલીવુડ ના દિગ્ગ્જ અભિનેતા કાદર ખાન નું નિધન થયું છે. તેઓની 81 વર્ષની ઉમર હતી. તેના પુત્ર સર્ફરાજ એ તેઓના મૃત્યુની પુષ્ટિ કરી હતી. જણાવી દઈએ કે તેઓ લાંબા સમયથી બીમાર હતા અને થોડા જ દિવસો પહેલા તેને કેનેડાની એક હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા. સામાન્ય માણસો થી લઈને બોલીવુડની હસ્તિઓએ તેને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.

જણાવી દઈએ કે બોલિવૂડમાં કાદર ખાન નું નામ ઘણા વખતથી મશહુર હતું. તેઓએ ૩૦૦ થી પણ વધુ ફિલ્મમાં કામ કરેલું છે. અને તેઓ માત્ર અભિનેતા જ નહીં પરંતુ મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી હતા. તેઓએ અમુક ફિલ્મો પણ લખી હતી. તેમજ અમિતાભ બચ્ચન અભિનિત ફિલ્મો ના ડાયલોગ્સ પણ તેને ઘણા લખેલા છે.

તેના અવસાન પછી સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ તેને શ્રદ્ધાંજલિ આપી હતી, જેમાં બીગ બી થી શરુ કરીને ઘણા લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી માત્ર જ નહિ પરંતુ અમુક રાજનૈતિક હસ્તિઓએ પણ તેને શ્રધ્ધાંજલી અને પરિવારને સંવેદના આપી હતી.

અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે કાદર ખાન નું નિધન દુઃખદ અને નિરાશાજનક સમાચાર છે. મારી પ્રાર્થના અને સંવેદના.

જુઓ આખી ટ્વીટ


લોકપ્રિય અભિનેતા અને સાંસદ પરેશ રાવલ એ પણ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો.

હાલ જેવો કેન્દ્રીય મંત્રી છે અને એક સમયે લોકપ્રિય અભિનેત્રી રહી ચૂકેલા સ્મૃતિ ઈરાનીએ પણ તેના અવસાન પર આવક ટ્વીટ લખી હતી. અને સાથે લખ્યું હતું કે જો તમે 80-90 ના દશકમાં કાદરખાન સાહેબને જોયા હોય તો તેના જાદુ ને તમે જાણતા હશો. હું ક્યારેય કાદરખાન સાહેબને મળી શકી નહીં પરંતુ જો મળી શકી હોત તો બધાને હસાવવા માટે તેનો આભાર માન્યો હોત.

આ સિવાય પણ ઘણા બોલિવૂડ અભિનેતાઓએ તેમજ નિર્દેશક વગેરે એ પોતાની સંવેદના દ્વારા વ્યક્ત કરી હતી.

કાદરખાન ના પુત્ર એ પીટીઆઇને જણાવ્યું હતું કે મારા પિતા અમને છોડીને ચાલ્યા ગયા છે. કેનેડાના સમય અનુસાર ૩૧ ડિસેમ્બરે સાંજે 6:00 વાગ્યે તેનું અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. અને બપોરે કોમામાં જતા રહ્યા હતા. તેઓ 16 થી 17 અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતા. તેનો અંતિમ સંસ્કાર કેનેડામાં કરવામાં આવશે. આ મારો આખો પરિવાર અહીં છે અને અમે અહીં લાંબા સમયથી રહી રહ્યા છીએ. અમે બધા ની દુઆઓ માટે આભાર વ્યક્ત કરીએ છીએ.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version