અક્ષય કુમારની ફિલ્મ કેસરીનું ટ્રેલર હમણાં થોડા દિવસ પહેલાં યુટ્યુબ પર તેમજ દરેક જગ્યાએ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ એક સાચી ઘટના ઉપર આધારિત છે. જે ઘટના લગભગ તો તમે ક્યાંય વાંચી પણ નહીં હોય અને લગભગ આપણને ભણાવવામાં પણ આવી નથી.
જણાવી દઈએ કે આપણને ઇતિહાસ તો ભણાવવામાં આવ્યો હતો પરંતુ ભારતનો ઈતિહાસ એટલો બહોળો રહ્યો છે કે જેટલું જાણીએ એટલું ઓછું પડે. એવી જ એક આ સ્ટોરી હતી જે આજે પણ માત્ર યાદ કરવાથી જ આપણા રૂવાટા ઉભા થઈ જાય.
શેના ઉપર આધારિત છે આ ફિલ્મ?
અક્ષય કુમાર સ્ટેટર આ ફિલ્મ સારાગઢી ના યુધ્ધ ઉપર આધારિત છે. જણાવી દઈએ કે આ યુદ્ધ હકીકતમાં 1897 ની સાલમાં થયું હતું. જેમાં શીખ રેજિમેન્ટના માત્ર 21 જવાનોએ 10 હજાર અફઘાન સૈનિકો સાથે લડાઈ કરી હતી. આ સ્ટોરી શરૂ થી છેલ્લે સુધી વાંચજો તો જ તમને વ્યવસ્થિત સમજાશે.
1897 માં તમે બધા જ અંદાજો લગાવી શકો છો કે બ્રિટિશ રાજ ભારતમાં હતું. પરંતુ ભારતની બહાર પણ બ્રિટિશ લોકો પોતાનું રાજ ફેલાવવા ઇચ્છતા હતા. અને આની સાથે અફઘાનિસ્તાનની સીમાઓ પણ મોજૂદ હતી. ભારતના અફઘાનિ સરહદો પાસે બે કિલ્લા હતા. એક કિલ્લાની રક્ષા ૨૧ શીખો કરી રહ્યા હતા. જ્યારે બીજા કિલ્લા ની રક્ષા કરવા માટે અંગ્રેજો ની સેના હતી.
1897 માં અફઘાનો દ્વારા એક વિદ્રોહ શરૂ થયો હતો જેમાં ઓગસ્ટથી લઈને સપ્ટેમ્બર ના અમુક દિવસો સુધી આ લોકો દ્વારા કિલ્લા ઉપર કબ્જો કરવા માટે ઘણા જોરદાર પ્રયાસો કરવામાં આવ્યા હતા. અને આ બધા પ્રયાસોને શીખ રેજિમેન્ટ દ્વારા નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા હતા. 18 897 અચાનક અને આકસ્મિક ગતિવિધિઓ વધી રહી હતી.
અને અચાનક 12 સપ્ટેમ્બરની સવારે 10000 જેટલા અફઘાન સૈનિકોએ કિલ્લા ઉપર હુમલો કરી દીધો. આ વાતની જાણ અંગ્રેજી સેનાને કરવામાં આવી પરંતુ તેને પૂછવામાં ખૂબ સમય લાગે એમ હતો. આ સમય દરમ્યાન ૨૧ બહાદુર શીખોએ પોતાના હથિયાર નીચે મૂકવાની જગ્યાએ મનમાં નક્કી કરી લીધું કે આ દસ હજાર સૈનિકો સાથે મુકાબલો કરવો છે. આ કિલ્લાના મુખ્ય દ્વાર ને ખોલવા માટે બે નિષ્ફળ પ્રયાસો પણ અફઘાન સૈનિકો દ્વારા કરવામાં આવ્યા.
પરંતુ બે પ્રયાસ પછી કિલ્લાની દીવાલ તૂટી ગઈ, અને ત્યાર પછી આમને સામને શીખ અને અફઘાન સૈનિકો લડવા લાગ્યા. એક એક શીખે પોતાની બહાદુરી દેખાડીને અફઘાનો નો ખૂબ જ બહાદુરીપૂર્વક સામનો કર્યો.
અફઘાન સેનાના અધિનાયક આ શીખ સૈનિકોને આત્મસમર્પણ કરવા માટે આવતા રહ્યા પરંતુ શેખ ટસના મસ થયા નહીં. અને છેલ્લા શ્વાસ સુધી બહાદુરીથી લડાઈ લડ્યા.
આ શીખો એ મરતાં દમ સુધી જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ. ના નારા બોલતા રહ્યા અને અફઘાનો સામે લડતા રહ્યા.
અને આ યુદ્ધમાં બધા 21 શીખો શહીદ થયા. પરંતુ તેઓ માત્ર ૨૧ હોવા છતાં અફઘાનો ના 600 સૈનિકો ને મારી નાખ્યા હતા. અને એટલા માટે જ સૈન્ય ઇતિહાસમાં આ યુદ્ધને સૌથી મહાન અંત વાળા યુદ્ધમાં એક માનવામાં આવે છે.
આ યુદ્ધમાં શીખ સૈનિકો શહીદ થયા બાદ અફઘાન સૈનિકોએ કિલ્લા પર કબ્જો કરી લીધો હતો, જે પાછળથી બે દિવસ પછી બ્રિટીશ ભારતીય સેના દ્વારા આ કબજાને પુનઃ પ્રાપ્ત કરવામાં આવ્યો.
અંગ્રેજો પણ આ સૈનિકોની અસાધારણ બહાદુરી જોઈને સ્તબ્ધ રહી ગયા હતા. આ યુદ્ધની યાદ માં દર વર્ષે 12 સપ્ટેમ્બરે સારાગઢી યુદ્ધ દિવસ મનાવવામાં આવે છે. જણાવી દઈએ કે ત્યાર મુજે સારાગઢી હતું તે હાલ પાકિસ્તાનમાં આવે છે, પરંતુ ત્યારે તે ભારતમાં આવતું હતું.
અને યુદ્ધ ની યાદ માં આ દિવસને વિદેશોમાં પણ ભારતીય અને ખાસ કરીને શીખો દ્વારા સારાગઢી દિવસ ગર્વ થી મનાવવામાં આવે છે.
તમે પણ જો આ ઈતિહાસીક યુદ્ધનો ઇતિહાસ જાણીને ગર્વ પામ્યા હોય તો બીજા લોકો સાથે પણ શેર કરજો. જેથી દરેક લોકોને આ સાચા ઇતિહાસ વિશે ખબર પડે.