Site icon Just Gujju Things Trending

ખાનદાની શફાખાના ફિલ્મનો રિવ્યુ, ફિલ્મ જોવા જતાં પહેલાં એક વખત વાંચી લેજો

સોનાક્ષી સિંહા ની ફિલ્મ કે જે ફેમિલીમાં ટેબુ માનવામાં આવે છે એવા શબ્દ અને એવી વાતો ઉપર બનાવેલી છે. એટલે કે સોનાક્ષી સિંહા ફિલ્મમાં સેકસ ક્લિનિક ચલાવે છે. અમુક શબ્દ ના ઉચ્ચાર માત્રથી આપણે સમાજમાં સંકોચ અનુભવીએ છીએ, જેનું કારણ છે સેક્સ એજ્યુકેશન નો અભાવ. આ ફિલ્મમાં આ જ દર્શાવવામાં આવ્યું છે.

આ ફિલ્મ સેક્સ સંબંધિત બીમારીઓને દબાવીને રાખવા અથવા પછી કોઈ ની સામે ખુલીને જણાવી ન શકે કે પછી ડોક્ટર પાસે જવાથી ખચકાટ અનુભવતા લોકો ને લઈને છે. ઘણી વખત આવી મુસીબતો હોવા છતાં તેના વિશે વાત કરવામાં શી તકલીફ છે, એ આ ફિલ્મ દ્વારા દર્શાવવામાં આવ્યું છે.

આ ફિલ્મ પંજાબની સ્ટોરી છે. ફિલ્મમાં એ સંદેશ આપવામાં આવ્યો છે કે સેકસ શબ્દ નો ઉપયોગ કરવો એ કંઈ ખોટું નથી, એ એટલું સ્વાભાવિક છે જેટલું એની અસર ન વાત કરવું અસ્વાભાવિક છે. એના વિશે આપણે વાત નહીં કરીને તેને આપણે અલગ જ સ્તર ઉપર કરી નાખ્યું છે. અને એટલા માટે જ કદાચ આ શબ્દનો ઉપયોગ એ અશ્લીલતા નો અભિપ્રાય માનવામા આવે છે.

ફિલ્મમાં સોનાક્ષી સિન્હા જ્યારે સેક્સ ક્લિનિક એટલે કે સેક્સ સંબંધિત બીમારીઓનો ઈલાજ કરવાનું નક્કી કરી લે છે ત્યારે તેના ઘરમાં, મોહલ્લામાં અને બધાએ પોતાના લોકો નો તિરસ્કાર સહન કરવો પડે છે. પણ એનો ચૂસો ફિલ્મમાં ઓછો થતો નથી. ફિલ્મના માધ્યમથી યૌન સંબંધિત સમસ્યાઓને લઈને લોકોને જાણકારી આપી અને જાગૃત કરવાની કોશિશ કરવામાં આવી છે.

ફિલ્મના પર્ફોમન્સ વિશે વાત કરીએ તો ફિલ્મમાં સોનાક્ષી સિંહા બબીતા ઉર્ફે બેબી ના રોલમાં છે. તે પંજાબના એક નાના ગામડામાં રહે છે. MR છે અને તે પોતાની કંપનીની દવા નો પ્રચાર કરતી હોય છે. ત્યાર પછી પિતાના અવસાન પછી તેની ઘરની હાલત સારી ન હોવાને કારણે સોનાક્ષી તેની મા સાથે રહે છે. અને તેનો ભાઈ એક નંબરનો આળસુ હોય છે જેના કારણે તેની ઉપર પરિવારની કોઈ આશા હોતી નથી આથી બધી જવાબદારી સોનાક્ષી પર આવી જાય છે.

એવી રીતનું આ ફિલ્મ નુ પરફોર્મન્સ ઘણા લોકોએ વખાણ્યું છે, તો ઘણા લોકોને આ ફિલ્મ બોરિંગ લાગી છે. ધીમે ધીમે કરીને આ ફિલ્મમાં સોનાક્ષીની ક્લિનિકમાં શરૂઆત થાય છે અને શહેરની વચ્ચોવચ માર્કેટમાં એક છોકરી દ્વારા ગુપ્ત રોગો નો ઇલાજ કરવો આ એક ફિલ્મનો એટ્રેક્શન બની ગયું છે.

ફિલ્મમાં બધા કલાકારો નો અભિનય વખાણ ને પાત્ર છે, સોનાક્ષીએ પોતાની પંજાબી રોલ માટે ઘણું સરસ અભિનય બતાવ્યું છે. એટલું જ નહીં બીજા કલાકારોએ પણ સરસ રીતે ફિલ્મમાં અભિનય કર્યો છે. પરંતુ ટ્વિટર ઉપર ફિલ્મ વિશે જોવા જઈએ તો, ઘણા લોકોને આ ફિલ્મ પસંદ આવી છે જ્યારે ઘણા લોકોને આ ફિલ્મ બોરિંગ લાગી છે તો ઘણા લોકો આ ફિલ્મ જોવા માંગતા નથી.

એમ છતાં ફિલ્મના ડાયલોગ એટલા સારા નથી પરંતુ ફિલ્મનું રાઇટીંગ સારું છે તેમજ વચ્ચે વચ્ચે તમને કંટાળો આવી શકે છે, કારણ કે ફિલ્મ છેલ્લે સુધી દર્શકોને પકડી રાખતી નથી.

આ ફિલ્મ ના માધ્યમથી સમાજમાં ઘણો સારો મેસેજ દેવામાં આવ્યો છે અને એમ પણ કહી શકાય કે સોનાક્ષીએ પોતાના જિ જાનથી મહેનત કરીને પોતાની અભિનય ક્ષમતા દેખાડી છે.

આથી ફિલ્મ જોવી ન જોવી એ તમારી ઉપર છે પરંતુ ફિલ્મના માધ્યમથી એક સારો મેસેજ આપવાની કોશિશ કરી છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version