આપણા જેવા સામાન્ય માણસ લગ્ન કરે ત્યારે ગમે તેમ કરીને પણ જાજરમાન લગ્ન કરતા હોય છે. એટલે કે દરેક લોકો પોતાની ઈચ્છા પ્રમાણે ખૂબ એન્જોય કરી ને લગ્ન કરતા હોય છે. જ્યારે અમુક લોકો એવા પણ હોય છે જે સાદાઈથી લગ્ન કરવામાં માનતા હોય છે, આથી આવા લોકો સાદાઈથી લગ્ન કરી લે છે. પરંતુ સેલેબ્સના લગ્ન જોઈએ તો તેઓના લગ્ન ખૂબ ધામધૂમથી કરવામાં આવતા હોય છે, અને ખૂબ જ કાળજીપૂર્વક પણ કરવામાં આવે છે કારણ કે લગ્નમાં જરી પણ કચાશ રહી જાય તો લગ્નનો અફસોસ જીવન રહી જાય છે.
આપણા સામાન્ય માણસ ને લગ્ન માટે પણ બજેટ તો નક્કી કરવું જ પડે છે પરંતુ સાથે સાથે આપણી સીમામાં રહીને બજેટ નક્કી કરવું પડે છે, જ્યારે સેલેબ્સ લગ્નનું બજેટ નક્કી તો કરતા હશે પરંતુ એને બીજું કંઈ ખાસ વિચારવાનું રહેતું નથી કારણકે સેલિબ્રિટીઓને મોટાભાગે પૈસાની કમી હોતી નથી. એવી જ રીતના ઇશા અંબાણી ના લગ્ન કરવામાં આવ્યા તેમાં પણ જાજરમાન લગ્ન કરવામાં આવ્યા છે એ તો તમે જાણતા હશો, પરંતુ આ લગ્નમાં એટલો બધો ખર્ચ કરવામાં આવ્યો છે કે આ લગ્ન વિશ્વના સૌથી મોંઘા લગ્નની યાદીમાં સામેલ થશે.
મુકેશ અંબાણી પોતાની એકની એક દીકરીના લગ્નમાં કોઈ કસર બાકી રહી જાય તેવું ઇચ્છતા ન હતા. આથી મુકેશ અંબાણીએ પણ અમુક નાના કામમાં પણ તકેદારી રાખીને પોતે જ ધ્યાન આપ્યું હતું. અત્યારે થોડા મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ લગ્નનો ખર્ચ અંદાજે ૭૦૦ કરોડથી પણ વધુ થઇ ચૂક્યો છે. અને આ લગ્ન કઈ રીતે બધાથી અલગ છે તે જાણીએ.
લગ્નમાં બોલિવૂડની હસ્તીઓ થી માંડીને આખા વિશ્વની ઘણી હસ્તીઓ આવી હતી, કહેવાઈ રહ્યું છે કે એરપોર્ટ પર 100 થી વધુ ચાર્ટડ પ્લેન માં મહેમાનો આવ્યા હતા. આ મહેમાન ની વાત કરીએ તો તેમાં બચ્ચન ફેમિલી, સચિન તેંડુલકર, ક્રિકેટ જગતની હસ્તીઓ, રાજનૈતિક હસ્તીઓ તેમજ હિલેરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અને આટલા માટે જ આ લગ્નના પૂરા સેલિબ્રેશનમાં તેના ઘરમાં તો સિક્યોરિટી હતી જ પરંતુ આખા જુહુ વિસ્તારમાં સિક્યુરીટી ને લઈને ખૂબ તકેદારી રાખવામાં આવી હતી.
અને આ લગ્નમાં બોલીવુડ સેલિબ્રિટીઓએ પણ બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પણ ડાન્સ કર્યા હતા. એ વાત પછી અભિષેક બચ્ચનની હોય કે સલમાન ખાન દરેક લોકો સ્ટેજ પર મન મૂકીને નાચ્યા હતા.
આ લગ્ન તો હાલ સમાપ્ત થઈ ચૂક્યા છે, આ સાથે જ નવું કપલ તેના નવા ઘરમાં રહેવા જશે. આ નવું ઘર મુંબઈના પોશ વિસ્તારમાં સમુદ્ર કિનારે આવેલું છે, જેની કિંમત અંદાજે ૪૦૦ કરોડથી પણ વધુ છે. અને હવે ઇશા અને આનંદના લગ્ન રિસેપ્સન બે વખત યોજવામાં આવશે. 14 ડિસેમ્બર એટલે કે આજના દિવસે જેમાં તેના પરિવાર અને ખાસ દોસ્ત ને ઇન્વિટેશન છે જ્યારે 15 ડિસેમ્બરે પણ રિસેપ્શન થશે જેમાં જીઓ ના કર્મચારીઓને ઓફિસના સ્ટાફને બોલાવવામાં આવ્યું છે.
જણાવી દઇએ કે આ બંને રિસેપ્સન જીઓ ગાર્ડનમાં યોજાવાનું છે. આ લેખ પસંદ પડ્યો હોય તો શેર કરજો, આપણું પેજ લાઈક કરજો જેથી તમને નવા લેખ મળતા રહે.