બોલિવૂડના ઈતિહાસમાં ઘણી એવી ફિલ્મો બની છે જે આજે પણ જોઈએ તો તમને કંટાળો આવતો નથી. અને એ ફિલ્મના આજે પણ એટલા જ ચાહકો છે. જેમકે એવી જ એક ફિલ્મ શોલે પણ હતી. બોલિવૂડમાં જેના ગીતો અને જે ફિલ્મની કહાની શાનદાર હતી એવી જ એક ફિલ્મ કરણ અર્જુન 1995માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી હતી, અંદાજે પાંચથી છ કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મ એ ૫૦ કરોડથી પણ વધુની કમાણી કરી હતી, જે કમાણીએ તેને 1995 ની સૌથી વધુ કમાણી કરવાવાળી બીજી ફિલ્મ બનાવી હતી.
આ ફિલ્મમાં સલમાન અને શાહરુખ ની માતાનો રોલ નિભાવનારી અભિનેત્રી ને લગભગ કોઈ ભૂલી શકે, કારણકે તેનો અભિનય ખૂબ જ લોકપ્રિય થયો હતો. એટલું જ નહીં તેના અભિનયની દરેક લોકોએ પ્રશંસા કરી હતી. તે અભિનેત્રી હાલના સમયમાં એટલી બદલી ચૂકી છે કે તેને ઓળખવો પણ મુશ્કેલ થઇ ચૂક્યું છે.
જણાવી દઈએ કે આ અભિનેત્રીનું નામ રાખી મજુમદાર ગુલઝાર છે. આ અભિનેત્રીએ ઘણી ફિલ્મોમાં પોતાનો અભિનય પણ આપ્યો છે અને સાથે સાથે તેને ઘણી ફિલ્મો માટે એવોર્ડ પણ મળી ચુક્યા છે. એટલું જ નહીં તેને 2003માં પદ્મશ્રી એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા.
તેને 20 વર્ષની ઉંમરે પહેલી વખત એક બંગાળી ફિલ્મમાં કામ કર્યું હતું ત્યાર પછી તેને લીડ રોલ તરીકે 1970માં હિન્દી ફિલ્મ માં કામ મળ્યું હતું.
આ અભિનેત્રીનો જન્મ ભારતના ઇતિહાસ સાથે જોડાયેલો છે તેમ પણ કહી શકાય કારણ કે જે દિવસે આપણને આઝાદી મળી હતી એટલે કે 15 ઓગસ્ટ 1947ના દિવસે આ અભિનેત્રી નો જન્મ થયો હતો.
ઘણી ફિલ્મોમાં તેના કામને ખુબ જ વખાણવામાં આવ્યું હતું. તેને પોતાની કેરિયર 1967માં ચાલુ કરી હતી તો 2003 સુધી તે પોતાની કારકિર્દીમાં સક્રિય રહી હતી. ત્યાર પછી પણ તેને એક ફિલ્મમાં કામ કર્યું છે પરંતુ તે સક્રિય 2003 સુધી હતી.