હાલમાં જ સોનાક્ષી સિન્હાનું ફિલ્મ રિલીઝ થઈ ચુકી છે આ ફિલ્મ માં સોનાક્ષી સિંહા એક સેકસ ક્લિનિક ચલાવતી દેખાડવામાં આવી છે. આ ફિલ્મ પહેલેથી જ ચર્ચામાં રહી છે, અને આ ફિલ્મ દ્વારા ખૂબ જ સુંદર મેસેજ સમાજમાં વહેતો કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવે છે કે સમાજમાં લોકો ખુલ્લેઆમ વાતો કરવામાં પણ શરમ અનુભવે છે. એવી જ રીતના આવી બીજી પણ ફિલ્મો છે જેને થોડી કોમેડી, તો થોડી ઇમોશન દેખાડીને હસતા-હસતા ઘણા મોટા સંદેશાઓ આપી જાય છે. ચાલો જાણીએ એવી ફિલ્મો વિશે…
બધાઈ હો
જો કોઈ મોટી ઉમરની સ્ત્રી પ્રેગ્નન્ટ થઈ જાય તો તેને સમાજમાં કઈ દ્રષ્ટિથી જોવામાં આવે છે, એ આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે. તેમજ આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના મુખ્ય પાત્રમાં જોવા મળે છે. છે.આમ છે આ ફિલ્મ એક સાથે મળીને રહેતા એક પરિવારની કહાણી છે જેમાં દેખાડવામાં આવ્યું છે કે આયુષ્માન ની માતા કે જે મોટી ઉંમરની છે તે પ્રેગ્નન્ટ થાય છે અને પછી કઈ રીતે તેનો સમાજ મજાક ઉડાવે છે અને તેને સમાજ કઈ રીતે જુએ છે તે બતાવવામાં આવ્યું છે. આ પણ એક મનોરંજનની સાથે સાથે સુંદર મેસેજ આપતી ફિલ્મ છે.
શુભ મંગલ સાવધાન
આયુષ્માન ખુરાના ની બીજી ફિલ્મ આ લિસ્ટ માં સામેલ છે. આયુષ્માન ખુરાના હંમેશાથી અલગ પ્રકારની કહાણી ઉપર કામ કરે છે. તે આ પહેલા પણ ઘણી અગત્યની ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. અને તેની આ ફિલ્મમાં પણ ગુપ્ત રોગ ઉપર આધારિત છે. જેમાં ફિલ્મનું મુખ્ય પાત્ર આયુષ્માન આના વિષે વાત કરવામાં ખચકાટ અનુભવે છે કારણકે તેનો મજાક બનાવવામાં આવશે. જણાવી દઈએ કે આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ ઉપર હિટ સાબિત થઈ હતી.
પેડમેન
અક્ષય કુમારની આ ફિલ્મ ખૂબ જ ચર્ચામાં રહી હતી ખાસ કરીને ભારતમાં આજે જ્યારે લાખો લોકો પીરિયડ્સ ને ટેબુ ની જેમ જોવે છે ત્યારે આ ફિલ્મ એક સત્ય ઘટના ઉપર આધારિત હતી. જેમાં મનોરંજનની સાથે સાથે ખુબ જ સરસ મેસેજ સમાજને પીરસવામાં આવ્યો હતો. ફિલ્મમાં અક્ષય કુમાર અને રાધિકા આપ્ટે એ લીડ રોલ ભજવ્યો હતો. અને આ ફિલ્મ પણ ખૂબ જ ચર્ચામાં રહી હતી.
ખાનદાની સફા ખાના
આ ફિલ્મ આજે એટલે કે 2 ઓગસ્ટના રોજ રીલિઝ કરવામાં આવી હતી આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા અને વરુણ શર્મા બંને મુખ્ય પાત્રમાં જોવા મળે છે જ્યારે ફિલ્મમાં બાદશાહ એ પણ અભિનય કર્યો છે. આ ફિલ્મની સ્ટોરી સેક્સ્યુઅલ હેલ્થ તેમજ ગુપ્ત રોગ વિશે ખુલીને વાત કરે છે. ફિલ્મનું ટ્રેલર પણ લોન્ચ થયા પછી ફિલ્મ ઘણી ચર્ચામાં રહી હતી અને ટ્રેલરના પણ ખૂબ વખાણ થયા હતાં. આ ફિલ્મ પણ કોમેડી ની સાથે સાથે સમાજ ને એક મેસેજ પણ આપે છે.