Site icon Just Gujju Things Trending

લતા મંગેશકરને “માં” કહીને બોલાવતા હતા બપ્પી લહેરી, તેમની સાથે નાનપણથી જ હતો ઊંડો સંબંધ

લોકોને ડિસ્કો અને રોક મ્યુઝિકનો સાચો અર્થ શીખવનાર સંગીતકાર બપ્પી લહેરીનું ગઈકાલે અવસાન થયું હતું. તેઓના જમાઈ એ આપેલા નિવેદન પ્રમાણે રાત્રે 11-12 વાગ્યાની આસપાસ તેમનું મૃત્યુ થયું હતું.

જણાવી દઈએ કે બપ્પી લહેરી 70ના દાયકામાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો અને તેમનો જાદુ 80ના દાયકા ના અંત સુધી સુધી ચાલ્યો હતો. આ સમયગાળા દરમિયાન દરેક ફિલ્મમાં તેઓ ના ગીત ને ચોક્કસપણે લેવામાં જ આવતા. જોકે તેઓને ખરી ઓળખ ફિલ્મ જખમી થી મળી હતી.

તેઓએ પોતાની કારકિર્દી દરમિયાન ઘણા પ્રખ્યાત ગીતો ગાયા જેમાં – બોમ્બે સે આયા મેરા દોસ્ત, આઈ એમ  ડિસ્કો ડાન્સર, જુબી-જુબી, યાદ આ રહા હૈ તેરા પ્યાર, યાર બિના ચૈન કહાં રે, તમ્મા તમ્મા લોગે વગેરે નો સમાવેશ થાય છે.

ગાયિકા લતા મંગેશકરનું થોડા સમય પહેલા નિધન થયું હતું. હવે ભારતને સંગીતની એક અલગ વ્યાખ્યા આપનાર બપ્પી લહેરીનું પણ અવસાન થયું હતું.

પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે આ બંને એટલે કે બપ્પી દા અને લતા મંગેશકર વચ્ચે ખૂબ જ ખાસ પ્રકારનો બોન્ડ હતો. બપ્પી દાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે મંગેશકર તેમના માટે એક પરિવાર સમાન હતા અને તેમણે માત્ર 17 વર્ષની ઉંમરે ઉષા અને આશા ભોંસલેને ગાવાનું શીખવ્યું હતું કારણ કે તેમણે તેમના માટે ગીતો કંપોઝ કરવાનું કામ કર્યું હતું.

બપ્પી દા એ માતા ને કંઈક આ રીતે કર્યા હતા યાદ

6 ફેબ્રુઆરીએ જ્યારે લતા મંગેશકરનું મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર થવાને કારણે અવસાન થયું ત્યારે તેમના મૃત્યુથી દુઃખી થયેલા બપ્પી દા એ સોશિયલ મીડિયા પર એક ખાસ ફોટો શેર કર્યો હતો જેમાં તેઓ લતા દીદી હતા તેમના ખોળામાં જોવા મળ્યા હતા. . ફોટોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું ” માં”.


બંને વચ્ચે એક અલગ પ્રકારનો જ સંબંધ હતો

લતા મંગેશકરને બપ્પી દા ના સપોર્ટ સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવતા. બંગાળી ફિલ્મ દાદુમાં ગાયકે પોતાની પ્રથમ રચના પોતાના અવાજથી સજાવી હતી. આ જ કારણ છે કે આમિર ખાનના પિતા તાહિર હુસૈનની જખમી ફિલ્મ લહેરીની બોલિવૂડની પહેલી હિટ ફિલ્મ બની હતી. આ જ ફિલ્મમાં લતાએ અભી અભી થી દુશ્મની અને આઓ તુઝે ચાંદ પે લે જાયે ગાયું હતું. બંને ગીતો લોકોમાં ખૂબ જ હિટ રહ્યા હતા. અને અત્યંત લોકપ્રિયતા મેળવી ચૂક્યા હતા.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version