સમય યાત્રા એટલે કે ટાઈમ ટ્રાવેલ એ હજી સુધી માત્ર એક ચર્ચાનો વિષય બની ને રહ્યો છે. કારણકે હજુ સુધી તો સમય યાત્રા શક્ય હોય તોપણ આપણને આની જાણકારી નથી. આ સમય યાત્રા એ એક એવો મુદ્દો છે જેના વિશે કંઈ પણ કહેવું તે સંભવ જ નથી. અને દુનિયામાં ઘણા એવા લોકો છે જે પોતે એવું કહી ચુક્યા છે કે તેઓ સમય યાત્રા કરીને આવ્યા છે.
જેમકે એક ભાઈએ ઈન્ટરનેટ ફોરમ પર ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે જણાવ્યું હતું, જેમાંથી અમુક ઘટનાઓ હુબહુ સાચી પડી હતી. જો કે અમુક ઘટનાઓ ખોટી પણ હતી પરંતુ એવું કઈ રીતે શક્ય છે કે કોઈ પણ માણસ આગળ એટલે કે ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે સચોટ માહિતી આપી શકે.
આવો જ એક કિસ્સો હમણાં થયો છે, વાત એમ છે કે વિદેશમાં ફિનલેન્ડમાં રહેવા વાળી એક મહિલાનો દાવો એવો છે કે તે વર્ષ 6000 હજાર સુધી સમય યાત્રા કરીને આવી છે. પોતાના સમય યાત્રા ના અનુભવ વિશે જણાવતાં તેણે કહ્યું હતું કે વર્ષ 4500 પછી કેટલીક એવી ઘટનાઓ બનશે જેની આજે કલ્પના પણ કરી શકાય નહિ.
મહિલાએ પોતાની વાત આગળ રાખતા કહ્યું હતું કે વર્ષ 4529 માં ધરતી ઉપર ડાયનોસોર પાછા આવશે. અને તેઓને ચકલી ઘર માં બંધ કરીને રાખવામાં આવશે. આ મહિલાનો એવો પણ દાવો છે કે તે સમયના ડાયનોસર જેટલા અત્યારે સમજવામાં આવે છે તેટલા ખતરનાક નહીં હોય.
આ મહિલાનું કહેવું એમ છે કે તે પહેલા સમય યાત્રા માટે તૈયાર હતી નહીં પરંતુ આખરે 3 august 1966 ના દિવસે તે તેના માટે માની ગઈ. સમય યાત્રા કરવા માટે વૈજ્ઞાનિકો ના ગ્રુપ દ્વારા તેને એક ખુરશીમાં બેસાડવામાં આવી જ્યાં તેના હાથ-પગ ને ફિક્સ કર્યા પછી માથામાં એક ધાતુ ની ટ્યુબ લગાડવામાં આવી. જેમાં એક વિદ્યુત પ્રવાહ આપવામાં આવ્યો જેનાથી તે મહિલા બેભાન થઈ ગઈ.
પછી જ્યારે તેને આંખ ખૂલી તો તેણે પોતાની જાતને રસ્તાની વચ્ચોવચ જોઈ અને તેને ખબર પડી ગઈ હતી કે હવે તે વર્ષ 6000 માં પહોંચી ગઈ છે. મહિલાએ તે જમાના નું વર્ણન કરતાં જણાવ્યું હતું કે ત્યાં આકાશને ચુંબે એવી ઇમારતો હતી સાથે સાથે ચારે બાજુ હરિયાળી પણ હતી.
ત્યાં એક પ્રાચીન છોડ પણ હતો જે કરોડો વર્ષો પહેલા જ્યારે ડાયનોસોર ધરતી પર હતા ત્યારે તેઓ તે છોડને ખાતા હતા. વર્ષ 6000 માં આ છોડને પુનર્જીવિત કરવામાં આવ્યો હતો.
આ મહિલાએ વધુ જણાવતા કહ્યું હતું કે ભવિષ્યમાં પેટ્રોલ, ગેસ વગેરે જેવી કોઈ પણ ચીજ હશે નહી જેનાથી વાતાવરણ પ્રદૂષિત થાય. એની જગ્યાએ દરેક જગ્યા પર ઇલેક્ટ્રિક કરંટ જ હશે. આ મહિલાએ એક આશ્ચર્યજનક ખુલાસો એ પણ કર્યો હતો કે વર્ષ 2300 સુધીમાં પોલીસ કર્મચારી જેવી કોઈ નોકરી નહીં હોય કારણ કે એ જમાનામાં લોકો પોતે જ અપરાધીને આસાનીથી ઓળખી શકતા.
અને આવું એટલા માટે સંભવ છે કે એ સમયે પેદા થતાં લોકોમાં આંખમાં એક ચીપ લગાવી દેવામાં આવશે. જેનાથી આ કામમાં તેની મદદ કરે. આવી હકીકતો જણાવ્યા પછી વૈજ્ઞાનિકોએ પણ આ ઘટના કેટલી સાચી છે કે ખોટી છે તેનું કોઈ ખુલાસો કર્યો નથી.
પરંતુ જે બધી ઘટનાઓ તેને જણાવી તે પ્રમાણે તો ભવિષ્ય ઉજળો અને ઇન્ટરેસ્ટિંગ લાગે છે. પરંતુ સાચું શું છે તે તો સમય આવ્યે જ ખબર પડે.