Site icon Just Gujju Things Trending

આ 5 વાતો મુખ્યત્વે જવાબદાર છે પતિ પત્ની ના સંબંધો માં તિરાડ માટે…

દરેક વ્યક્તિ ના જીવનમાં પ્રેમ નું મહત્વ કેટલુ હોય તે જેને પ્રેમ થયો હોય તે જ સમજી શકે, ખરું ને? એવું જ સંબંધો નું મહત્વ પણ છે, જેમાં પતિ પત્ની નો સંબંધ કે જેને સાત જન્મ સુધી સાથે રહેવાનો વાયદો કરે છે, તે ખાસ મહત્વપુર્ણ હોય છે. પતિ પત્ની ના સંબંધ માં ઘણા નાના મોટા ઝઘડા પણ થતા રહેતા હોય છે, પરંતુ તાલમેલ સરખુ રહેવું જોઈએ. ચાણક્ય દ્વારા થોડી વાતો જણાવાઈ છે જેમાં થોડા કારણો જેના હિસાબે લગ્નજીવનમાં દરાર પડી શકે તેના વિશે જણાવાયુ છે.

પતિ ને પત્ની માટે એક બીજા પ્રત્યે સમ્માન હોવું જરુરી છે, કારણ કે જો નાની વાતમાં પણ પતિ અથવા પત્ની એક બીજાને અપમાનીત કરે તો સંબંધ માં દરાર પડી શકે છે, કારણ કે આવું કરવાથી સંબંધ ની ગરીમા જળવાતી નથી.

પતિ પત્ની જ્યારે એક બીજાની વાતોને એક બીજા સાથે કરે નહીં, અને છુપાવે રાખે ત્યારે સંબંધ જોખમમામ આવી શકે છે, કારણ કે આવા સંજોગોમાં કપલ એક બીજાથી દુર થતુ જાય છે, જેના હિસાબે સંબંધ માં દરાર પડી શકે છે, ઝઘડા થઈ શકે છે, આથી આ વાત નું ધ્યાન રાખવું જોઈએ.

પત્ની ક્યારેક પોતાના જીવનમાં એના પતિ દ્વારા દખલ સહન કરી શકતી નથી, અને ઘણી વખત પત્ની વારંવાર પતિ ને એવું કહે છે કે તેનું જીવન અલગ છે. જેમાં પતિ દખલ કરી શકે નહીં, આવા સંજોગોમાં સંબંધની ગરિમા જળવાતી નથી અને સંબંધ તૂટવાને આરે આવી શકે છે.

ઘણી વખત પતિ કે પત્ની પોતાના જીવનસાથી એટલે કે એકબીજા કરતા વધુ મહત્વ પૈસા ને દેવા લાગે તો તેઓનું સન્માન લાલચ આવી જાય છે, જે સંબંધ માટે જરા પણ સારું નથી. આવુ કરવાથી પતિ-પત્નીના સંબંધોમાં તિરાડ પડી શકે છે.

આ સિવાય ઘણી વખત વિશ્વાસ કે શક પણ સંબંધમાં તિરાડ પડી શકે છે કારણકે વિશ્વાસ ના હોય તો પતિ-પત્નીમાં ઝઘડા થઈ શકે છે, આમાંના ઘણા ઝઘડાઓ મોટા ઝઘડામાં પરિવર્તિત થઈને સબંધ ની ગરિમાને ઠેસ પહોંચાડી શકે છે. આથી પતિ-પત્નીએ પોતાના સંબંધ વિશે સમજી વિચારીને આગળ વધવું જોઇએ અને એકમેકનું વિશ્વાસ રાખવો જોઈએ.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version