માતાએ જમીનનો ભાગ પાડ્યો તો એક દીકરાએ કહ્યું હું મારી જમીનમાંથી બહેનને કશું નહીં આપું. માતા કંઈ બોલ્યા નહીં, પરંતુ વર્ષો પછી તે દીકરાનો…

ચાર્મી ૩ ભાઈઓ વચ્ચે એક બહેન હતી. બે ભાઈ નોકરી કરતા હતા અને એક ભાઈને પોતાનો ધંધો હતો. ચાર્મી ના લગ્ન થયાને 10 વર્ષ થઈ ચૂક્યા હતા. ચાર્મી ને સંતાનમાં એક દીકરો હતો, અને તેના ત્રણેય ભાઈઓ ના લગ્ન થઈ ચૂક્યા હતા. ચાર્મી ના પિતા થોડા વર્ષો પહેલાં જ અવસાન પામ્યા હતા. અને ચાર્મી ના માતા ત્રણેય ભાઇઓ સાથે એક જ ઘરમાં રહેતા હતા.

ત્રણે ભાઈઓ સાથે એક ઘરમાં જ રહેતા હતા. ચાર્મી રક્ષાબંધનના દિવસે ત્રણે ભાઇઓને રાખડી બાંધવા માટે પિયરમાં આવતી ત્યાર પછી જો કોઈ વખત સમય મળે તો તે વેકેશન કરવા આવતી અથવા ક્યારેક એવું પણ બનતું કે તે રક્ષાબંધન ઉપર આવી હોય તો ફરી પાછું બીજી રક્ષાબંધન આવી જાય.

રક્ષાબંધનના થોડા દિવસો પછી નાના ભાઈ ની પત્ની તેને કહેવા લાગી કે તમારી બહેન જ્યારે પણ આવે છે ત્યારે તેનો છોકરો ઘરની દશા ફેરવી નાખે છે, આપણા ઘરમાં પણ ખર્ચ વધી જાય છે. અને આ સિવાય તમારા મમ્મી તો આપણને કહ્યા વગર બહેનને ક્યારેક કપડા તો ક્યારેક ખાવાનું આપી દે છે. આપણે આપણો ખર્ચો પણ માંડ પૂરો કરીએ છીએ અને મમ્મી ઘણો સામાન બહેન આવે ત્યારે તેઓને દઈ દે છે.

આ વાત સાંભળીને નાના ભાઈને પણ ગુસ્સો આવ્યો અને તે વિચારવા લાગ્યો કે તેના પત્નીની વાત તો સાચી છે, આપણે માંડ ઘરમાં ખર્ચો કાઢીએ છીએ એવામાં માતા બહેનને બધો સામાન આપી દે તો ઘર કઈ રીતે ચાલી શકે?

થોડા દિવસો પછી જોગાનુજોગ બહેનને ફરી પાછું પિયર આવવાનું થયું, અને ચાર્મી જ્યારે પણ પિયર આવે ત્યારે તેનો દીકરો અહીં બધા છોકરાઓ સાથે રમવા લાગતો. આ વખતે મસ્તી કરવામાં ચાર્મીના દિકરાથી કાચ ની ફૂલદાની તૂટી ગઈ.

અચાનક નાનાભાઈ ને ગુસ્સો આવ્યો અને તરત જ પત્નીએ કરેલી વાત પણ યાદ આવી કે તમે માતા ને કંઈક કહેજો કે આપણું ઘર છે આ કોઈ સેવાભાવી સંસ્થા નથી. અને નાનો ભાઈ ગુસ્સામાં આવી ગયો અને તેને કહ્યું મમ્મી તમે ચાર્મી બહેન ને સમજાવી દો કે આ ઘરમાં તેઓ માત્ર રક્ષાબંધનના દિવસે જ આવ્યા કરે, અને હા બીજી વાત કે આપણું ઘર નો ખર્ચો પણ માંડ માંડ નીકળે છે એટલે બહેન આવે ત્યારે તમે બહેનને જે વસ્તુ આપી દો છો તે બધુ બંધ કરી દો.

માતા ના આંખમાંથી આંસુ સરી પડ્યા, તે તરત જ સમજી ગઈ કે ભલે આ નાનકો બોલી રહ્યો હોય પરંતુ આ શબ્દ તેના નથી. થોડે દૂર ઊભેલી ચાર્મી પણ આ બધું સાંભળી ગઈ તે પણ રડવા લાગી પરંતુ કશું બોલી ન શકી. થોડા સમય પછી ચાર્મી તેના દીકરા સાથે સામાન પેક કરીને બહાર આવી અને કહ્યું ભાઈ મને બસ સ્ટેન્ડ સુધી મૂકી જાઓ, નાનો ભાઈ બોલ્યો અરે બહેન ઘણા દિવસ પછી આવ્યા છો થોડા દિવસ રોકાઈ જાઓ જોકે તેના શબ્દોમાં લાગણી ક્યાંય દેખાતી નહોતી માત્ર બોલવા ખાતર બોલી રહ્યો હતો.

ચાર્મી એ કહ્યું ભાઈ હમણાં મારે જવું પડશે કારણકે આવતીકાલથી દીકરાની સ્કૂલ પણ ચાલુ થાય છે અને આટલું કહીને તે જતી રહી. નાના ભાઈ સાથે રસ્તામાં પણ એક શબ્દની ચર્ચા ન થઇ. અને બસ સ્ટેન્ડ આવ્યું અને ત્યાંથી તે પોતાના સાસરી માં જતી રહી.

આ વાતને લગભગ છ મહિના જેટલો સમય થઈ ગયો. ઘરમાં પણ હવે ભાઈઓ વચ્ચે મનમેળ નહોતો એટલે તેની માતાએ વિચાર્યુ કે બધા ભાઈઓને અલગ કરી દઈએ, બધા લોકોને બોલાવવામાં આવ્યા. સાથે ચાર્મી બહેન પણ હતા. જમીન ના બરાબર ભાગ પાડવા માટે માતાએ કહ્યું તમારા ત્રણે ભાઈઓ ને સરખે ભાગે જમીન મળશે અને તમે બધા ભાઈઓ તમારી બહેનને તમારી જમીન માંથી થોડો ટૂકડો આપજો. નાનકો આ સાંભળીને તરત જ ઊભો થઈ ગયો અને કહ્યું મને આ મંજૂર નથી હું મારી જમીનમાંથી બહેનને જરા પણ હિસ્સો નહીં આપુ. અને તે ફરી પાછો ગુસ્સે થઈ ગયો તેની પત્ની પણ કેટલું બોલવા લાગી બધા લોકો ચૂપ હતા અને ચાર્મી બહેન પણ ચૂપ જ રહ્યા.

બધા ભાઈઓ અલગ થઈ ગયા પછી સમયની સાથે નાના ભાઈ નો ધંધો ઓછો થતો ગયો. એક સમય એવો આવ્યો જ્યારે નાના ભાઈ નો ધંધો એકદમ પડી ભાંગ્યો. તેની પાસે પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે પણ પૈસા નહોતા, અને તેના દીકરાને માંદગી આવી ડોક્ટરને પૂછ્યું તો ડોક્ટરે કહ્યું 50000 રૂપિયા ખર્ચ થશે અને દીકરાને ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રાખવો પડશે.

નાનાભાઈ પાસે એક ટંક જમવાના પણ પૈસા નહોતા, તે અત્યંત પરેશાન થઈ ગયો કે હવે શું કરવું રાત્રે ઘરની બહાર ઓટલે બેસીને પોતાની પરિસ્થિતિ ઉપર રડી રહ્યો હતો એ જ સમયે અચાનક ત્યાં ચાર્મી બહેન આવ્યા.

નાનો ભાઈ થોડો સ્વસ્થ થઈ ગયો અને તરત જ ઉભો થઈને બોલ્યો બહેન તમે ફરી પાછા આવી ગયા તમારામાં કશું શરમ જેવું નથી? અને આમ કહીને તે તેની બહેન ઉપર ગુસ્સે થઈ ગયો.

ત્યારે ચાર્મી બહેને કહ્યું ભાઈ તું ચિંતા નહીં કર હું અહીં કંઈ લેવા નથી આવી, મને ખબર પડી કે તુ મુશ્કેલીમાં છો અને બીજા ભાઈઓ પણ તારી મદદ નથી કરી રહ્યા એટલા માટે હું અહીં આવી છું. આટલું કહીને તેને નાના ભાઇના હાથમાં બે સોનાની બંગડી મૂકી દીધી અને કહ્યું મે તારી મદદ કરી છે એ વાત કોઈને કહેતો નહીં. તને મારા સમ છે.

વર્ષો પછી બહેન માટેની લાગણી નાનાભાઈ માં જાગી તે બહેન ના પગે પડી ગયો અને કહ્યું મેં અને મારી પત્નીએ તમારી સાથે બહુ ખરાબ વ્યવહાર કર્યો છે અમને માફ કરી દો. મારા ભાઈઓ પણ મને મદદ કરવાની ના પાડી ગયા પરંતુ તમે મારી મદદ કરીને ખરેખર આ ભાઈની તમે રક્ષા કરી છે.

તરત જ ઘરમાં જઈને બહેન ને આવકારો આપ્યો પત્નીને બધી વાત કરીને કહ્યું બહેન માટે ચા મુકો, થોડા સમય પછી બહેને કહ્યું ચાલો હું હવે નીકળું મારે મોડું થાય છે. નાનો ભાઈ બહેન ને શું સમજી રહ્યો હતો અને બહેને આવીને તેની મદદ કરી એટલે તે અત્યંત રાજી થઈ ગયો હતો. બહેન ને કંઈક આપવા માટે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો પરંતુ એક દસ રૂપિયાની નોટ સિવાય એમાં બીજું કંઈ જ નહોતું.

દસ રૂપિયાની નોટ પણ બહેનને આપી અને કહ્યું મારી પાસે તમને આપવા માટે અત્યારે બીજું કંઈ જ નથી, પરંતુ હું તમારું આ અહેસાન ક્યારેય નહીં ભૂલું. પૈસા આપતી વેળાએ તેને તેના બહેન ના કપડા તરફ ધ્યાન ગયું ત્યારે જોયું કે ચાર્મી એ જ થોડો ફાટેલો અને જૂનો ડ્રેસ પહેર્યો છે જે આજથી પહેલા આવી ત્યારે પહેર્યો હતો.

નાનુભાઈ વિચારમાં પડી ગયો કે હું પણ કેટલો સ્વાર્થી નીકળ્યો કે જે બહેને બાળપણથી મને નાનાભાઈ તરીકે ખૂબ જ પ્રેમ આપ્યો ખુબ જ લાગણી રાખી તે બહેન સાથે મેં કેવું ખરાબ વર્તન કર્યું છે.

તેનો દીકરો પણ સાજો થઈ ગયો અને ધીમે ધીમે થોડા સમય પછી નાના ભાઈ નો ધંધો પણ ફરી પાછો વધવા લાગ્યો અને પહેલાં કરતાં પણ અનેક ગણો વધી ગયો. થોડા વર્ષો પછી તેને સોનાની ચાર બંગડીઓ કરાવીને બહેનને ભેટ આપી અને ત્યારે તેના ચરણ સ્પર્શ કરીને બોલ્યો મોટા બહેન જો એ દિવસે કદાચ તમારા આશીર્વાદ ન મળ્યા હોત તો હું આજે ક્યાંય નો ન રહ્યો હતો. એ દિવસે સાચા અર્થમાં તમે આ ભાઇની રક્ષા કરી હતી. રક્ષાબંધન ભલે એક દિવસ આવે પરંતુ બહેનો તેના ભાઈઓ ની રક્ષા કરવામાં કોઈ પણ દિવસની રાહ જોતા નથી.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

first published on justgujjuthings.com

Read more

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

Fictionalized story from real incident હાથમાં રહેલી લાકડાની પેટી ભારે હતી. એ જૂની પેટીના ખૂણાઓ ઘસાઈ ગયા હતા અને એમાંથી આવતી જૂના લાકડાની ગંધ હવામાં ભળી રહી હતી. રઘુએ એ પે

By Just Gujju Things Team
આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team