હિંદુ ધર્મ પ્રમાણે જે પ્રચલિત ગ્રંથો છે તેમાંના એટલે કે એક મહાભારત અને એક છે ભગવત ગીતા, કહેવાય છે કે ભગવત ગીતા વાંચીએ ત્યારે તમારા જીવનમાં રહેલી કોઈ પણ સમસ્યા હોય તો તેનું નિરાકરણ તમને મળી જાય છે. સાથે-સાથે મહાભારતમાં પણ જે કુરૂક્ષેત્રનું યુદ્ધ થયું હતું તેનું પણ વિવરણ કરેલું છે, લોકો દ્વારા એવું પણ માનવામાં આવે છે કે આ યુદ્ધ એટલું ભયાનક રીતે કરુણ હતું કે કોઈપણ માણસ અને જીરવી શકે નહીં.
એટલું જ નહીં મહાભારત સાથે જોડાયેલી ઘણી બધી અજાણી વાતો છે જે લગભગ બહુ ઓછા લોકો જાણે છે. આજે આપણે એવી જ થોડી અજાણી વાતો વિશે જાણવા ના છીએ.
હિન્દુ ધર્મના ગ્રંથો અનુસાર મહાભારતમાં જ્યારે પાંડવો અને કૌરવો વચ્ચે મહાભારતનું યુદ્ધ થયું હતું ત્યારે તેમાં કરોડોની સંખ્યામાં યોદ્ધાઓ મૃત્યુ પામ્યા હતા. અને તમે કોઈ દિવસ વિચાર્યું પણ નહીં હોય કે ૧૮ દિવસ સુધી ચાલવા વાળા આ યુદ્ધમાં કુલ કેટલા યોદ્ધાઓ માર્યા ગયા હતા. આજે આપણે એવી જ મહાભારત વિશેની થોડી અજાણી હકીકતો વિશે જણાવવાના છીએ.
જણાવી દઈએ કે મહાભારતના યુદ્ધ ને જીતવા માટે જ્યારે પાંડવો ભગવાન શ્રીકૃષ્ણ સાથે ધૃતરાષ્ટ્રને મળવા ગયા ત્યારે ધૃતરાષ્ટ્ર એ ભીમ ને મારવાની કોશિશ કરી હતી પરંતુ ભગવાન શ્રીકૃષ્ણને લીધે ભીમ નો જીવ બચી ગયો હતો.
આના પછી પાંડવો કૌરવોની મા ગાંધારીને મળવા ગયા હતા પરંતુ ગાંધારી પણ ખૂબ જ ક્રોધિત હતી. જો કે થોડા સમય પછી ગાંધારીનો ગુસ્સો શાંત થયો હતો, અને ત્યાર પછી વેદ વ્યાસ ના કહેવા ને કારણે યુધિષ્ઠિર બધાને સાથે લઈને કુરુક્ષેત્રના મેદાનમાં ગયા હતા.
જ્યાં કુરુક્ષેત્ર પર માર્યા ગયા લોકો ની સંખ્યા પૂછવા પર યુધિષ્ઠિરે જણાવ્યું હતું કે આ યુદ્ધમાં કુલ 1 અરબ 66 કરોડ 20000 જેટલા લોકો માર્યા ગયા છે.
એવું પણ કહેવામાં આવે છે કે મહાભારત પછી ધૃતરાષ્ટ્ર એ યુધિષ્ઠિરને આ યુદ્ધમાં માર્યા ગયેલા બધા યોદ્ધાઓના શવના અંતિમ સંસ્કાર કરવાનો આદેશ આપ્યો હતો. જેના પછી યુધિષ્ઠિર મહારાજે કૌરવોના પુરોહિત સુધર્મા, પાંડવોના પુરોહિત વિદુર, અને યુયુત્ય ને કુરુક્ષેત્રમાં માર્યા ગયેલ બધા શવનો અંતિમ સંસ્કાર કરવાની આજ્ઞા આપી હતી.
જેના પછી આ બધા યોદ્ધાઓ નો અંતિમ સંસ્કાર ગંગા નદી ના કિનારે કરવામાં આવ્યો હતો.