IPL 2019 ની રમાનારી સીઝન માટે નીલામી ખત્મ થઇ ચૂકી છે, ઘણા ખરા ખેલાડીઓને અધધધ રૂપિયા આપવામાં આવ્યા છે તો ઘણા લોકોને પસંદ કરવામાં આવ્યા નથી જેથી આવા ખેલાડીઓને આઈપીએલમાં રમવા દેવામાં આવશે નહીં. જણાવી દઈએ કે 300 થી પણ વધુ ખેલાડીઓની નિલામી કરવામાં આવી હતી જેમાં માત્ર અમુક લોકોને જ રમવા માટે ટીમમાં લેવાના હતા.
ભારતીય ટીમના પણ અમુક દિગ્ગજ ખેલાડીઓ ના હાથે નિરાશા લાગી હતી, એમાંના એક ખેલાડી એટલે કે મનોજ તિવારી નો પણ સીલેક્શન થઈ શક્યું ન હતું. એટલે કે આ વખતે મનોજ તિવારીને ખરીદવામાં કોઇ ટીમે રસ બતાવ્યો ન હતો. આ સિઝનની બોલે મનોજ તિવારી ના નામથી શરૂ કરવામાં આવી હતી, પરંતુ પહેલા રાઉન્ડમાં કોઈએ તેને ખરીદવા ન હતો, બાદમાં બીજો રાઉન્ડ થયો હતો તેમાં પણ મનોજ તિવારી unsold રહ્યા હતા.
આવું થયા પછી મોડી રાત્રે મનોજ તિવારીએ ટ્વીટર પર ટ્વીટ કરીને પોતાનો અફસોસ કહો કે વેદના વ્યક્ત કરી હતી. તેને પોતાની જૂની યાદો ને તાજી કરતા લખ્યું હતું કે મે જ્યારે શતક ફટકાર્યો ત્યાર પછી 14 મેચ માટે મને ટીમ થી અલગ રાખવામાં આવ્યો હતો, જ્યારે હું એ મેચમાં મેન ઓફ ધ મેચ પણ રહ્યો હતો. હવે ત્યારે હું 2017ના ipl દરમિયાન જીતેલા એવોર્ડ્સ જોવું છું તો વિચારું છું કે મેં શું ખોટું કર્યું?
જણાવી દઈએ કે 2008 પછી શરૂ થયેલ આઈપીએલમાં મનોજ તિવારી ઘણી ઇનિંગ્સ રમી ચૂકેલા છે અને તેને આઈપીએલમાં ઘણા રેકોર્ડ પોતાના નામે પ્રસ્થાપિત કરેલા છે. અને આની પહેલા ની સિઝન તેઓ ધોનીની ટીમ તરફથી રમ્યા હતા જેમાં તેઓએ બે અડધા શતક પણ માર્યા હતા.
તેને કરેલી ટ્વિટ :
Wondering wat went wrong on my part after getting Man of a match award wen I scored a hundred 4 my country and got dropped for the next 14 games on a trot ?? Looking at d awards which I received during 2017 IPL season, wondering wat went wrong ??? pic.twitter.com/GNInUe0K3l
— MANOJ TIWARY (@tiwarymanoj) December 18, 2018
આની પહેલા ની આઈપીએલની બાજુમાં મનોજ તિવારીને એક કરોડ રૂપિયામાં પંજાબ દ્વારા ખરીદવામાં આવ્યા હતા, જેમાં તેઓએ પાંચ મેચમાં માત્ર 47 રન બનાવ્યા હતા. અને પોતાના કેરિયરમાં તેને 1695 રન બનાવ્યા છે.
જોકે તેણે ટ્વિટ કર્યા પછી તેના સપોર્ટમાં ઘણા લોકો આવ્યા હતા, અને દરેક લોકોએ તેની રીતના સાંત્વન આપવા ની કોશિશ કરી હતી. જોકે મનોજ તિવારીએ ટ્વિટ કરીને બધા લોકોનો આભાર પણ માન્યો હતો.