આપણે બધા ને મોટાભાગે વેબ સીરીઝ જોવાની ટેવ હશે, ખાસ કરીને અત્યારના યુવાનોને વેબ સીરીઝ જોવામાં ખુબ મજા અને આનંદ આવે છે. તેના ઘણા કારણો છે પરંતુ મહત્વના કારણો ની વાત કરીએ તો પહેલું તો વેબ સિરીઝમાં કોઈપણ પ્રકારની જાહેરાત આવતી નથી. એટલા માટે તમે જાહેરાત વગર સળંગ વેબ સિરીઝને જોઈ શકો છો. બીજી વસ્તુ કે તમે જ્યારે ચાહો ત્યારે ગમે તે સીરીઝને ગમે ત્યાંથી જોઈ શકો છો. અને વધારે મહત્વની વાત કરીએ તો આ સિરીઝના એપિસોડમાં પણ સિરીયલો ની જેમ દરરોજ એક ની જગ્યાએ આખી વેબ સિરીઝ પણ સાથે જોઈ શકાય છે.
એમાં પણ પાછલા વર્ષોથી જે વેબ સીરીઝ સ્ટાન્ડર્ડ બદલાયું છે, તે પછી લોકોમાં રીતસર સિરીઝનો ક્રેઝ ઊપડ્યો છે. થોડાં વર્ષો પહેલાંની વાત કરીએ તો ભારતમાં વેબ સીરીઝ નું ચલણ ખૂબ જ ઓછું હતું પણ છતાં અમુક રસિયાઓ વિદેશની પણ વેબ સીરીઝ જોવાના ચાહક હતા. જેમકે તમે પણ અમુક વેબ સીરીઝ જોઇ હશે જેવી કે 13 reasons why વગેરે… પરંતુ થોડા સમયથી ભારતમાં ઘણી સીરીઝ બનવા લાગી છે. અને આ સીરીઝ મનોરંજક પણ છે આથી જોવાનો પણ કંટાળો આવતો નથી. તાજેતરમાં જ બનાવેલી netflix ની વેબ સિરીઝની વાત કરીયે તો સૈફ અલી ખાન, નવાજુદ્દીન સિદ્દીકી જેવા સ્ટારને લઈને બનાવેલી netflix ઓરીજીનલ વેબ સિરીઝ Sacred Games ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે.
આજે આપણે એવી જ અમુક વેબ સીરીઝ વિશે વાત કરવાના છીએ જે અચૂક જોવા જેવી છે પરંતુ જો તમે ૧૮ થી વધુ ઉંમરના હોતો કારણ કે આ બધી એડલ્ટ web series છે.
1.Sacred Games
ઉપર જેના વખાણ કર્યા એ જ netflix ઓરિજિનલની વેબ સીરીઝ સેક્રેડ ગેમ્સ લગભગ તમે જોઈ હશે, પરંતુ જો ન જોઈ હોય તો અચૂક જોવા જેવી છે. અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાણે નિર્દેશિત આ વેબ સીરીઝ માં જો કે થોડા રહસ્યો હજી ગુઢ છે. જે લગભગ બીજી સીરીઝમાં આવશે. મીડિયા રિપોર્ટ અનુસાર આનો બીજી સિરીઝ નું શૂટિંગ નવેમ્બર થી ચાલુ થવા જઇ રહ્યું છે.
2. Maaya
Alt balaji અવેલેબલ અને Vikram bhatt ની આ વેબ સીરીઝ બોલ્ડ સીન્સ થી ભરેલી છે. અને આ સિરીઝ નો ટોપીક અલગ જ છે. વિક્રમ ભટ્ટ એ બનાવેલી અમુક વેબ સીરીઝ તેના youtube ચેનલ પર પણ અવેલેબલ છે. અને આમ પણ વિક્રમ ભટ્ટની વેબ સીરીઝ એન્ટરટેનિંગ ની સાથે એન્ગેજ પણ રાખે છે.
3. Ragini MMS Returns
ALT Balaji પર અવેલેબલ આ વેબ સીરીઝ મૂવી કરતા આખા બીજા લેવલ પર છે. જણાવી દઈએ કે આમાં બોલ્ડ દ્રશ્યો ની સાથે સાથે હોરર સીન પણ ઘણા છે. આથી જો હોરર નો શોખ હોય તો આશિષ ખરેખર તમને એન્ટરટેનિંગ લાગશે.
5. One night stand
મુવી નહિ પરંતુ અમે જે વન નાઇટ સ્ટેન્ડ ની વાત કરી રહ્યા છીએ એ addatimes.com ની વેબ સીરીઝ છે. એક રહસ્યમય છોકરી તેમજ અભિનેત્રીની આ વેબ સીરીઝ નો આધાર છે. આ સીરીઝ તમે તે વેબસાઈટ પર જોઈ શકો છો. જો કે આ બેંગાલી સીરીઝ છે!
5. I love us
Footlooze ની વેબસાઈટ પર અવેલેબલ આ સીરીઝ બે સ્ત્રી વચ્ચેના પ્રેમ ને દર્શાવે છે. જણાવી દઈએ કે આ વેબ સીરીઝ યુટ્યુબ પર પણ અવેલેબલ છે. આથી તમારે આ સીરીઝ જોવા સબસ્ક્રીપશન લેવું નહીં પડે.
આ સીવાય તમે કોઈ સીરીઝ જોઈ હોય જે તમને ગમી હોય તો કમેન્ટ માં લખજો!