આ સ્ટાર્સ નાના પડદે થી આવ્યા મોટા પડદે પરંતુ ન થઈ શક્યા કામયાબ

બોલિવૂડમાં આજે ઘણા સ્ટાર એવા છે જે પહેલા માત્ર નાના પરદે જોવા મળતા હતા અને ટૂંક સમયમાં તેમને એટલી બધી સફળતા મળી હતી કે તેઓએ મોટા પડદે આવવાનો વિચાર કર્યો અને એમાંથી ઘણા લોકો બોલિવૂડના પરદે સફળ થયા જ્યારે ઘણા લોકોએ પોતાની કારકિર્દીને ઠેસ પહોંચાડી હતી. કારણકે જરૂરી નથી કે નાના પરદે સફળ હોય તો તે મોટા પડદે પણ સફળ થાય.

એટલું જ નહીં પરંતુ આપણી સામે એવા પણ દાખલા છે જે સામાન્ય બેકગ્રાઉન્ડ ડાન્સર હોય તેમાંથી પણ તે હાલ મોટા સ્ટાર બની ચૂક્યા છે.

આમાં અભિનયથી માંડીને ઘણું બધું મેટર કરે છે. ચાલો જાણીએ એવા સ્ટાર વિશે જે નાના પરદે થી મોટા પડદે તો આવ્યા પરંતુ તેઓ એટલા બધા સફળતા પામી શક્યા નહિ.

બિપાશા બાસુ ના પતિ અને એક સમયના ટીવી માટે હિટ શોમાં કામ કરી ચૂકેલા અભિનેતા કરણ સિંહ ગ્રોવર એ પણ બોલિવૂડમાં પોતાના કદમ અજમાવ્યા હતા પરંતુ ખાસ સફળતા પ્રાપ્ત કરી શક્યા નહીં. જણાવી દઈએ કે ટેલિવિઝન ક્ષેત્રે તેણે ઘણા હિટ હોય તેવી ધારાવાહિકમાં કામ કર્યું હતું. અને ફિલ્મોમાં પણ તે એક નહિ પરંતુ વધારે ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ તેઓ ખાસ સફળતા પ્રાપ્ત કરી શક્યા નહીં.

સુરવીન ચાવલા એ ટીવી માટે ઘણા શો કર્યા હતા. ત્યાર પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ તે જોવા મળી હતી પરંતુ તે પોતાનું સ્થાન આ ઇન્ડસ્ટ્રીમાં કાયમ કરી શકી નહિ. જણાવી દઈએ કે Hate story 2 માં તેને બોલ્ડ સીન આપીને તમામ દર્શકોને ચોંકાવી દીધા હતા. પરંતુ તે પછી તે ખાસ ફિલ્મોમાં જોવા મળી નથી અને હાલમાં પણ તે કોઈ ટીવી શોમાં નજરે આવતી નથી.

મુળ ગુજરાતની પ્રાચી દેસાઈ મોટાભાગે તમે આ અભિનેત્રીને ઈમરાન હાશ્મી સાથે ફિલ્મોમાં જોઈ હશે. તેને પોતાની કારકિર્દીની શરૂઆતમાં ઘણા ટીવી શોમાં કામ કર્યું હતું. ત્યાર પછી તેને ફિલ્મ રોક ઓન નામથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ પછી તે બીજી પણ ઘણી ફિલ્મમાં નજરે આવી ચૂકી છે પરંતુ છેલ્લા બે વર્ષોની વાત કરીએ તો તે એક પણ ફિલ્મ માં નજરે આવી નથી.

Read more

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

Fictionalized story from real incident હાથમાં રહેલી લાકડાની પેટી ભારે હતી. એ જૂની પેટીના ખૂણાઓ ઘસાઈ ગયા હતા અને એમાંથી આવતી જૂના લાકડાની ગંધ હવામાં ભળી રહી હતી. રઘુએ એ પે

By Just Gujju Things Team
આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team