૧૪ ફેબ્રુઆરીએ થયેલા હુમલા પછી ભારતની જનતામાં એક અલગ પ્રકારનો જ આક્રોશ નજરે આવી રહ્યો છે. અને દેશ માટે દરેક લોકો કંઈક કરી છૂટવા તૈયાર થઈ ચૂક્યા છે. દરેક ભારતીય નો ગુસ્સો અત્યારે હવે દુશ્મન દેશ પર વધી રહ્યો છે. બોલિવૂડમાં પણ લગભગ દરેક સેલિબ્રિટીઓએ આ હુમલાની નિંદા તો કરી છે, પરંતુ હુમલા પછી ઘણા એવા પગલા ઉઠાવ્યા છે જેનાથી દુશ્મન દેશ ને સબક મળે.
અજય દેવગણ એ પણ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તેની ફિલ્મ ટોટલ ધમાલ ને પાકિસ્તાનમાં રિલીઝ નહીં કરવામાં આવે, અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવું પણ તેઓએ ટ્વિટમાં જણાવ્યું હતું. આપણી બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં પાકિસ્તાન વિરુદ્ધ હવે એવા પગલાં લેવાયા છે જેનાથી હાલમાં જે ઘણા પાકિસ્તાની કલાકારો અને ગાયક કામ કરતા હતા તેને હવે બોલિવૂડમાં કામ કરવામાંથી પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે. આથી ઘણા પાકિસ્તાની કલાકારો જેની કારકિર્દી ભારતમાં બની હતી પરંતુ હવે આ નિર્ણય લેવાયા પછી તેની કારકિર્દી ઉપર રાતોરાત અસર પડશે તે ચોક્કસ છે. આમાં મુખ્યત્વે જે કલાકારો શામેલ છે તેના વિશે જાણીએ
માહિરા ખાન
શાહરૂખ ખાનના ફિલ્મ raees માં ડેબ્યૂ કરનાર અભિનેત્રી પાકિસ્તાનની છે. જણાવી દઈએ કે શાહરુખ ખાન સાથે આ ફિલ્મ કર્યા પછી તેને ઘણી ફેમ મળી છે, જેના કારણે તેને ઓફર પણ મળી રહ્યા હતા પરંતુ હવે તે આ હુમલા પછી ના નિર્ણય બાદ હવે બોલિવૂડમાં કામ કરી શકશે નહીં.
આતીફ અસલમ
પોતાના રોમાન્ટીક ગીતો આપવા માટે આ ગાયક જાણીતા છે. તેને ભારતમાં ઘણી ફિલ્મો ના ગીત માં પોતાની અવાજ આપી છે. ભારતમાં તેના લાખો ઉપર ચાહકો હશે પરંતુ આ હુમલા પછી લેવાયેલા નિર્ણય બાદ તેને હવે ભારતમાં કામ મળશે નહીં. અને બોલિવૂડમાં તે હવે પરફોર્મ કરી શકશે નહીં.
રાહત ફતેહ અલી ખાન
આ ગાયકે પોતાના અવાજથી બોલિવૂડમાં ઘણા ગીતો બનાવ્યા હતા. તેના ગીત ઘણા બોલિવૂડ ફિલ્મોમાં પણ આવી ચુકેલા છે, પરંતુ હુમલા પછી લેવાયેલા નિર્ણય બાદ હવે તેઓ ભારતમાં ગાતા નજરે ચડશે નહીં.
અલી ઝફર
આ કલાકારને તમે મેરે બ્રધર કી દુલ્હન ફિલ્મમાં પણ જોયા હશે, જણાવી દઈએ કે આ સિવાય પણ તેઓએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. અને બોલિવૂડમાં તેને નામના પણ કમાઈ છે પરંતુ હવે તેઓ બોલિવૂડમાં ફિલ્મોમાં દેખાશે નહીં.
ફવાદ ખાન
બૉલીવુડની ઘણી ફિલ્મોમાં અભિનેતા નજરે આવી ચૂક્યા છે. તમે પણ કદાચ આનો ચહેરો જોયો હશે. તેઓ બોલિવૂડમાં ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે પરંતુ આ નિર્ણય લેવાયા પછી હવે તેઓ બોલિવૂડમાં કામ કરી શકશે નહીં.