Site icon Just Gujju Things Trending

પરિણીતી ચોપરાએ આ રીતે ઘટાડ્યું વજન, પહેલાની અને અત્યારની તસવીરો જુઓ

પ્રિયંકા ચોપડાની બહેન પરિણીતી ચોપરા તમે જુનો ફોટો જોયો હશે તો તમને ખબર હશે કે તે કેટલી મેદસ્વી હતી. પરંતુ બોલિવૂડમાં આવ્યા પહેલા તેને પોતાનું ઘણું ખરું વજન ઉતારી નાખ્યું હતુ. પરિણીતી ચોપરા નો પહેલા નો ફોટો જોઈને તમે ઓળખી પણ ન શકો કે આ એ જ પરિણીતી છે.

પરિણીતીએ કઈ રીતે વજન ઘટાડ્યું તે મામલે ઇન્ટરનેટ પર ઘણી ચર્ચા થવા માંડી હતી. બોલિવૂડમાં ભલે કોઈપણ starcad હોય પરંતુ તેને ટકી રહેવા માટે તો તેના અભિનય અને કાર્યક્ષમતાની પરીક્ષા આપવી જ પડે છે. એવું પણ પરિણીતી ની વાત માં પણ છે. કારણ કે તેણે બોલિવૂડમાં આવ્યા પછી પોતાની જાતને ખૂબ મેન્ટેન કરી ને શરીર જાળવી રાખ્યું છે. ચાલો જાણીએ તેને કઈ રીતના શરીર ઘટાડ્યું

હાલની વાત કરીએ તો દરેક બોલિવૂડના અભિનેતા તેમજ અભિનેત્રીઓ ખોરાકને લઈને ઘણા સજાગ હોય છે કારણ કે ખોરાકમાં રહેલી કેલરી ના હિસાબે વજન વધવાની સંભાવના રહે છે. પરિણીતી પણ આવા જ બોલિવૂડ કલાકારો માં આવે છે જેઓ પોતાની ફિટનેસને લઈને ખૂબ સજાગ રહે છે.

પરિણીતીએ ઘણું વજન ઘટાડ્યું છે પરંતુ હાલમાં પણ તે વજન ઘટાડી રહી છે. પરિણીતી જુની તસવીર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી વખતે જૂની યાદોને તાજા કરતા લખ્યુ હતુ કે પહેલા પોતાની લાઇફમાં તેને ઘણો સંઘર્ષ કર્યો છે. તે કેવી દેખાય છે, એવું મહેસુસ કરે છે અને લોકો એને કઈ રીતે જુએ છે. તેનો ઘણા લોકો મજાક બનાવતા હતા, પરંતુ તે એવી છોકરી હતી જે પોતે પણ તેની જ મજાકમાં હસતી હતી. આજે પણ ઘણા લોકો તેને ઊઠે છે કે તમે બોલિવૂડના દબાવને કારણે વજન ઘટાડ્યું છે. ત્યારે તે કહે છે કે ભગવાનની કૃપાથી તે અભિનેત્રી બની ગઈ અને તેના પર એ જ દબાણ હતું. હવે તે પહેલા ન મળ્યું તે બધું પામી શકે છે. અને હવે તે વધારે આત્મવિશ્વાસ મહેસૂસ કરે છે. અને તેને એવું પણ કહ્યું હતું કે જો તે કરી શકે છે તો આપણે પણ કરી શકીએ છીએ.

પરિણીતી ખાવાની ખૂબ જ શોખીન છે. અને આ વાત તેને પણ માની લીધેલી છે અને ત્યાં સુધી કીધું હતું કે તે હંમેશા ખાવા વિશે વિચારતી રહે છે. એવામાં જરૂરી એ બને છે કે આપણું વધારાનું વજન ઘટાડવા માટે આપણે મગજ થી મક્કમ બનવું પડે છે. તેને એવું લાગતું હતું કે તે કોઈ દિવસ પિઝાને છોડી નહીં શકે પરંતુ તેને બીજા ખાવાનું પણ છોડી દીધું. પરિણીતીએ કહ્યું હતું કે તે દરેક વસ્તુ એક સીમામાં રહીને જ ખાય છે, અને માત્ર ભૂખ સંતોષવા જ જમે છે.

આ સિવાય તેને પોતાના ડાયટ પ્લાન વિશે જણાવતાં કહ્યું હતું કે જો હું ચરબીવાળો ખોરાક ખાવ તો તે દિવસે રાતના ભોજનમાં હળવું ખાવ છું આથી કેલરીનું બેલેન્સ થઈ જાય અને બીજા દિવસે ફરી પાછું વધારે વર્ક આઉટ કરવાથી વધારે કેલરી પણ બાળી લે છે.

પરિણીતી નું કહેવું એવું હતું કે તેનું મેટાબોલિઝમ એવું છે કે જેનાથી તેનું વજન ખૂબ જલદી વધી જાય છે, તેણે પોતાના ખાવા પર ખાસ ધ્યાન આપવું પડે છે.

આ સિવાય પરિણીતી પોતાનું વજન કરવા માટે જીમ, ટ્રેડમિલ તેમાં છે જોગીંગ નો સહારો જરૂર લે છે પરંતુ એને યોગ, મેડિટેશન અને સ્વિમિંગ કરવું પણ પસંદ છે. આ સિવાય ડાન્સ પરિણીતી ને ગમે છે. તેનું માનવું છે કે સક્રિય રહેવું અને પરસેવો પાડવું તે સૌથી જરૂરી છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version