પતિ પત્નીના સંબંધો કેવા હોવા જોઈએ? આ પ્રશ્ન દરેક દંપતીને પૂછવામાં આવે તો લગભગ બધાનો જવાબ અલગ આવી શકે પરંતુ થોડું ઘણું તો એમાં સામ્યતા હોય જ કે બંનેના જીવનમાં સુખ અને ખુશીની આપ-લે થતી હોવી જોઈએ. તેમજ પ્રેમ, વિશ્વાસ હોવો જોઈએ. આજે એવી જ થોડી વાતો વિશે વાત કરવાના છીએ જેમાં પતિ-પત્નીના સંબંધમાં કઈ નાની નાની બાબતો છે જે મીઠા ઉમેરે છે.
આ લેખ વાંચીને દરેક પતિ પત્ની જોડે શેર કરજો એવી નમ્ર વિનંતી છે.
ઘણી વખત લગ્ન પછીની વ્યસ્ત લાઈફને કારણે પતિ તેના પાર્ટનર સાથે સમય વિતાવી શકતા નથી, જે ઝઘડાનું કારણ બની શકે છે. આથી મુખ્ય મુદ્દા કહીએ તો પોતાના પાર્ટનર સાથે ક્વોલિટી ટાઇમ વિતાવવો જરૂરી છે.
લગ્ન કર્યા પછી એક બીજાને નાના કામ માં મદદ કરવી એ પણ ખુશી પેદા કરે છે જેમકે પતિ પત્ની ને રસોઈ માં મદદ કરે તો તે પત્ની ને ખુબ પસંદ આવે છે. લગ્ન એ માત્ર બે વ્યક્તિનું મિલન નથી સાથે સાથે બે વિચારોનું મિલન થવુ જોઈએ.
લગ્ન બાદ ઘણા દંપતી એક બીજાથી ચિડાય ને દુરી પેદા કરે છે, પરંતુ ભૂલ સ્વીકારીને એક બીજાના વખાણ કરવાથી સંબંધ માં મીઠાશ વધવા લાગે છે.
લગ્ન પછી પતિ પત્ની પોતાની જીંદગી માં એટલા મશગુલ થઈ જાય છે કે તેઓ એક બીજાને જ સ્પેસ નથી આપી શકતા. આવુ ટાળીએ તો લગ્ન જીવન સુખમય બની જાય છે. દોસ્તો સાથે ટહેલવાથી પણ સારુ ફીલ થાય છે.
ઘણા લોકો લગ્ન પહેલા, જ્યારે ભેગા થાય ત્યારે ભલે નાની પરંતુ તેના પાર્ટનર ને કંઈક ને કંઈક ગીફ્ટ આપતા હોય છે, અને લગ્ન પછી તેઓ ને ગીફ્ટ ભુલાઈ જ જાય છે! પરંતુ સરપ્રાઈઝ કરી ને ગીફ્ટ આપવા થી સંબંધ પહેલા જેવા જ તરો તાજા રહે છે.
એક બીજા પર વિશ્વાસ ન હોય તો પણ લગ્ન જીવન માં ઝઘડા થવા લાગે છે, આથી વિશ્વાસ ને પ્રાધાન્ય આપી એક બીજાની વાતો પર વિશ્વાસ કરવો જોઈએ જેથી તકરાર ન થાય.
પતિ પત્ની વચ્ચે નાના મોટા ઝઘડા પણ થવા જોઈએ કારણ કે આ વસ્તુ જ સંબંધ ને મજબુત બનાવે છે. પરંતુ ઝઘડો થાય કે તરત તેને સુલઝાવવાની પણ તૈયારી રાખવી જોઈએ.
ઘણી વખત લગ્ન જીવન શરુ કર્યા ના થોડા જ ટાઈમ માં દંપતી એક બીજા વીશે જ ખરાબ બોલવા લાગે છે પરંતુ કોઈ ની ભુલ બહાર પાડવાની જગ્યાએ તેની સાથે બેસીને વાત કરવી જોઈએ. આનાથી જીવનસાથી ની નજર માં તમારા માટે સન્માન વધે છે.
આ સિવાય એકબીજા પ્રત્યે વ્ય્વસ્થિત અને પ્રેમથી પેશ આવવું જોઈએ, પેલા ઈંગ્લીશ માં કહે એ પ્રમાણે It costs $0 to stay humble! સો સ્ટે હમ્બલ!