પત્નીએ પતિને બોલાવીને કહી દીધું કે તમે તમારા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો, નહીંતર હું મારા પિયર જતી રહીશ. આ વાતનો જવાબ આપતા પતિએ પત્નીને કહ્યું...

થોડા સમય પહેલા સુરેશ ભાઈને ગંભીર બીમારી હોવાનું નિદાન થયું હતું. જ્હાન્વી આનાથી ખુશ નહોતી. તેણી ઇચ્છતી ન હતી કે તેના બાળકો તેમના માંદા દાદાની આસપાસ રહે. આ સ્વાર્થી વિચારથી તે અભિષેક પર તેના પિતાને વૃદ્ધાશ્રમ માં દાખલ કરાવવા દબાણ કરી રહી હતી.

એક વખત જ્હાન્વી એ તેના પતિ અભિષેકને બોલાવીને કહી દીધું કે તમે તમારા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો, નહીંતર હું મારા પિયર જતી રહીશ. હું નથી ઈચ્છતી કે આપણા બાળકો તેની સાથે રહે, જો આપણા બાળકોને પણ આ બીમારી થઈ જશે તો. ડોક્ટરે ચોક્કસ શબ્દોમાં કહ્યું હતું કે તમે જરા પણ ચિંતા ન કરશો આ બીમારી ચેપી નથી. પરંતુ દીકરા વહુને જાણે આ વાત પર જરા પણ વિશ્વાસ ન હતો.

અભિષેકે પણ તેની પત્ની જાણવી ને કહ્યું કે ગમે તે થાય હું આજે રાત્રે જ પિતા સાથે આ વાત કરી લઈશ અને તેને ગમે તેમ કરીને વૃદ્ધાશ્રમમાં રહેવા માટે મનાવી લઈશ. પરંતુ અભિષેક અને તેની પત્ની વચ્ચેની આ વાતચીત બાપુજી એટલે કે સુરેશભાઈએ સાંભળી લીધી હતી.

રાત્રિભોજન પછી જ્યારે પરિવાર સાથે બેઠો હતો ત્યારે સુરેશ ભાઈએ અભિષેકને બોલાવ્યો હતો અને કહ્યું કે “કંઈક કહેવું છે દીકરા,” સુરેશ ભાઈએ તેનો અવાજ નબળો પડતાં કહ્યું.

"મારે પણ તમારી સાથે વાત કરવી હતી, પપ્પા," અભિષેકે જવાબ આપ્યો.

બંને પિતા-પુત્ર એકબીજા સાથે વાત કરવા માટે રૂમમાં ગયા. જ્હાન્વી જિજ્ઞાસાથી તેને સાંભળવા લાગી.

અભિષેકે તેના પિતાને કંઈ પણ વાત કરે તે પહેલા પિતાએ જ તેને વાત કરતા જણાવ્યું કે દીકરા મારી પરિસ્થિતિ ખૂબ ખરાબ છે અને આ રોગ ખૂબ જ દર્દ નાક પણ છે. મારે મારો અંતિમ સમય બીજા વૃદ્ધો સાથે વિતાવો છે કદાચ આ દુઃખ તેમની વચ્ચે થોડું ઓછું થાય.

અભિષેક તો આ વાત સાંભળીને અંદરો અંદર મોજમાં આવી ગયો. કારણ કે તેને અને તેની પત્નીએ જે નક્કી કર્યું હતું તે જ વાત તે તેના પિતાના મોઢેથી સાંભળીને ગેલમાં આવી ગયો. તેને પિતાને સામેથી કેવું પણ ન પડ્યું. આ વાતથી તે ખુશ થઈ ગયો હતો.

હજુ અભિષેક કાંઈ પણ પ્રતિક્રિયા આપે તે પહેલા જ તેના પિતાએ તેને કહ્યું કે એ બધું તો ઠીક છે પરંતુ આ બધા માટે તારે આ આખું ઘર ખાલી કરવું પડશે અને તમે તમારી રહેવાની વ્યવસ્થા અલગથી કરી લેજો.

અભિષેક સ્તબ્ધ થઈ ગયો. તેણે અવાચક સુરેશ ભાઈ સામે જોયું.

"હું આ ઘરને વૃદ્ધાશ્રમમાં ફેરવવા માંગુ છું," સુરેશ ભાઈએ આગળ કહ્યું, "જ્યાં મારા જેવા બીમાર અને એકલવાયા લોકો રહી શકે. તમારા બાળકો પણ તેમના દાદા-દાદીને મળતા રહેશે, પરંતુ તે તેમના પર બોજ નહીં બને."

સુરેશ ભાઈના શબ્દોએ અભિષેકને આંચકો આપ્યો. તેનું માથું શરમથી ઝૂકી ગયું. તે કંઈ બોલ્યા વગર રૂમમાંથી નીકળી ગયો.

જ્હાન્વી સ્તબ્ધ થઈને ઊભી રહી. તે સુરેશ ભાઈની વાત સમજી શકતી ન હતી. તેણીને લાગ્યું કે તેણીએ એક મોટો પાઠ ચૂકી ગયો છે. તે રાત્રે જ્હાન્વીને ઊંઘ ન આવી.સવાર થઈ ત્યારે તેણે જોયું કે સુરેશ ભાઈ ઘરની બહાર કેટલાક લોકો સાથે વાત કરી રહ્યો હતો. એ બધા વૃદ્ધ હતા, તેમના ચહેરા પર આશાના કિરણો ચમકી રહ્યા હતા.

હવે અભિષેક અને તેની પત્નીને પસ્તાવો થઈ રહ્યો હતો, પરંતુ હવે તેનાથી બંનેથી કંઈ થઈ શકે તેમ ન હતું.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમ જ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team
ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

રમેશના ખભા પર લટકતો જૂનો કાપડનો થેલો આજે રોજ કરતા વધારે ભારે લાગતો હતો. ઉનાળાની સાંજનો બફારો હજુ હવામાં અકબંધ હતો. તેણે પોતાના ઘરના લાકડાના જૂના દરવાજા પર હા

By Just Gujju Things Team